
ક્રિકેટમાં અંતિમ બોલ સુધી ચાલતી મેચનો રોમાંચ અલગ જ હોય છે. એમાય અંતિમ બોલ પર હાર જીતનુ પરિણામ આવનારુ હોય અને એવામાં નો-બોલ થાય તો ક્રિકેટની એ પળને માણવાની મજા જ અલગ હોય છે. આવુ જ કંઈક સેમ કુરનની ઓવરમાં જોવા મળ્યુ હતુ. વાત છે ધ હંડ્રેડ ટૂર્નામેન્ટની આ ટૂર્નામેન્ટમાં જબરદસ્ત રોમાંચ ક્રિકેટ રસિકોને જોવા મળ્યો હતો. અહીં મેચ જીતવા માટે અંતિમ બોલ પર એક નહીં પરંતુ બે માર મોકા મળવા છતાં બેટિંગ કરનારી ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઈંગ્લેન્ડમાં હાલમાં ધ હંડ્રેડ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. મંગળવારે ઓવલ ઈન્વિસિબલ અને લંડન સ્પ્રિટ વચ્ચે ટક્કર થઈ હતી. ઓવલ ટીમે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટના નુક્શાનમાં નિર્ધારિત 100 બોલની ઈનીંગ રમીને 189 રન નોંધાવ્યા હતા. આમ લંડન સ્પ્રિટ ટીમનવે 190 રનુ લક્ષ્ય મળ્યુ હતુ. લંડનની ટીમે પણ વળતા જવાબમાં શાનદાર રમત બતાવી હતી. પરંતુ અંતિમ બોલ પર જ મોકા પર મોકો મળવા છતાં ગાડી અટકી ગઈ હતી.
ઓવલ ઈન્વિન્સીબલ અને લંડન સ્પિરિટ વચ્ચેની મેચમાં છેલ્લા 3 બોલ પર જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો. અંતિમ 3 બોલમાં લંડન સ્પિરિટને જીતવા માટે 14 રન જરુરી હતા. લંડન ટીમના બેટર મેટ ક્રિચલીએ સિક્સર ફટકારીને સ્કોર 2 બોલમાં 8 રન જરુરી કરી દીધો હતો. આટલેથી રોમાંચ અનેક ગણો વધી ગયો હતો. અને મેચ બંનેમાંથી કોઈપણના પક્ષમાં જઈ શકતી હતી. ઓવલની ટીમની તમામ જવાબદારી હવે સેમ કુરન પર હતી, જ્યારે લંડન ટીમ માટેની જવાબદારી મેટ ક્રિચલીના શિરે હતી.
ક્રિચલીએ સેમ કુરનના આગળના બોલ પર સિક્સર ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને માત્ર 2 જ રન મળી શક્યા હતા. વ્હીટલીની સુપરમેન ફિલ્ડિંગને કારણે ઓવલને માટે રન બચ્યા હતા. આ બોલ પર મેટ ક્રિચલી અને લંડન સ્પિરિટને માત્ર 2 રન જ મળ્યા હતા. મતલબ હવે છેલ્લો બોલ હતો અને 6 રન જરુરી હતા.
કુરન અંતિમ બોલ લઈને આવ્યો હતો અને જેની પર સ્ટ્રાઈકર બેટર ક્રિચલીએ મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તે સફળ રહ્યો નહોતો. અંતિમ બોલ પર તે માત્ર 3 રન જ લઈ શક્યો હતો અને જરુરી હતા 6 રન. જોકે અંતિમ બોલ એ નો-બોલ હતો અને માહોલ જબરદસ્ત સર્જાઈ ગયો હતો. લંડન માટે ખુશીઓ સર્જાઈ ગઈ હતી. ઓવલ માટે મુશ્કેલીઓ.
સેમ કુરન ફરીથી અંતિમ બોલ લઈને આવ્યો હતો. લંડનને માત્ર ત્રણ રન જરુરી હતી જીત મેળવવા માટે અને સેન કુરને તે બચાવવાના હતા. આ વખતે સ્ટ્રાઈક પર આવેલા માર્ક વુડને બાઉન્ડરીની જરુર હતી અને કુરને રન બચાવવા હતા. જોકે ચપળ કુરને સટીક યોર્કર વડે સ્ટ્રાઈક પર રહેલા માર્ક વુડની ગિલ્લીઓ ઉડાવી દીધી હતી. આમ બે વાર મોકા મળવા છતાં લંડ સ્પ્રિટ ફાયદો ઉઠાવી શકી નહીં અને છેક પહોંચીને હારનો સામનો કર્યો હતો.
Published On - 9:30 am, Wed, 16 August 23