કેસીનોમાં પોતાની ફોટો જોઇ ભડક્યો સચિન તેંડુલકર, કરશે કાનુની કાર્યવાહી

ભારતના દિગ્ગજ અને માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકર 24 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમી ચુક્યો છે.

કેસીનોમાં પોતાની ફોટો જોઇ ભડક્યો સચિન તેંડુલકર, કરશે કાનુની કાર્યવાહી
Sachin Tendulkar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 11:10 PM

ક્રિકેટના (Cricket) દિગ્ગજ સચિન તેંડુલકરની (Sachin Tendulkar) મૉર્ફ્ડ ફોટોનો ઉપયોગ ગોવામાં ‘બિગ ડેડી’ નામના કેસીનોને પ્રમોટ કરવા માટે કરવામાં આવ્યો હતો. હવે આ પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પુષ્ટિ કરી છે કે તેના ફોટોનો ખોટી રીતે દુરઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. સચિન તેંડુલકરે 16 વર્ષની ઉમરમાં ક્રિકેટની દુનિયામાં પદાપર્ણ કર્યું હતું અને લગભગ 24 વર્ષ સુધી ક્રિકેટ રમ્યો હતો. સચિન તેંડુલકરે કેસિનો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પોતાની કાનુની ટીમને કહી દીધું છે. સચિને પોતાના ચાહકો માટે એક સંદેશો પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો.

તેમાં તેણે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં ઘણી જાહેરખબરમાં બદલાયેલી ફોટો સાથે હું એક કેસીનોનું સમર્થન કરતો હોવ તેવું બતાવવામાં આવી રહ્યું છે. હું વ્યક્તિગત રીતે કોઇ પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જુગાર, તંબાકુ કે શરાબનો પ્રચાર નથી કરતો. એ જોઇને દુખ થાય છે કે મારા ફોટાનો ઉપયોગ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવી રહ્યો છે.

શું બટાકા ખાવાથી વજન ઘટે છે?
Anant Ambani Watch : અનંત અંબાણીની ઘડિયાળમાં દેખાય છે બ્રહ્માંડ, જાણો Watch ની કિંમત
આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?

અહીં જુઓ સચિન તેંડુલકરનું ટ્વિટ

સચિન તેંડુલકરે 200થી વધુ ટેસ્ટ રમી છે. સચિને ટેસ્ટમાં 51 સદી અને 15,921 થી વધુ રન કર્યા છે. તેણે પોતાની કારકિર્દી દરમ્યાન ટેસ્ટમાં 18,426 રન બનાવ્યા છે. તમામ ફોર્મેટમાં મળીને સચિનના નામે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.

આ પણ વાંચો : IND vs SL: ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની આક્રમક રમત વડે શ્રીલંકા સામે રાખ્યુ 200 રનનુ લક્ષ્યાંક

આ પણ વાંચો : ધોનીએ જ્યારે ‘ખેલાડી’ સાથે કરી ખાસ મુલાકાત, ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">