RR vs LSG Live Score, IPL 2023 Highlights: રોમાંચક મેચ અંતમાં લખનૌએ જીતી લીધી, રાજસ્થાનને વિકેટ હાથ પર રહી અને 10 રન દૂર રહ્યુ લક્ષ્ય

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 11:25 PM

RR vs LSG Live Score in Gujarati Highlights: સિઝનમાં 5 મેચ રમીને 4 મેચ જીતનાર રાજસ્થાન રોયલ્સ, હવે પાંચમી જીત મેળવવાના ઈરાદે હોમગ્રાઉન્ડમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ઉતરશે.

RR vs LSG Live Score, IPL 2023 Highlights: રોમાંચક મેચ અંતમાં લખનૌએ જીતી લીધી, રાજસ્થાનને વિકેટ હાથ પર રહી અને 10 રન દૂર રહ્યુ લક્ષ્ય
RR vs LSG Live Score in Gujarati

IPL 2023 ની 26મી મેચ જયપુરમાં રમાનારી છે. રાજસ્થાન રોયલ્સ તેના હોમગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાઈ રહ્યુ છે. રાજસ્થાન અને લખનૌ પોઈન્ટ્સ ટેબલની સૌથી ટોચની બે ટીમો છે. રાજસ્થાન રોયલ્સ સિઝનમાં પાંચ મેચ રમીને માત્ર એક જ હાર સામે 4 મેચમાં જીત મેળવી છે. જ્યારે લખનૌની ટીમ આટલી જ મેચ રમીને 3 મેચ જીતી ચુક્યુ છે. રાજસ્થાન સિઝનમાં પોતાના આક્રમક અંદાજ મુજબ રમવાનો ઈરાદો રાખશે. ચાર મેચમાં વિજય મેળવનારી ટીમ તરીકે એક માત્ર રાજસ્થાન રહ્યુ છે.

રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ની પ્લેઈંગ 11

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા

લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, યુદ્ધવીર સિંહ ચરક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન અને નવીન-ઉલ-હક

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 19 Apr 2023 11:16 PM (IST)

    RR vs LSG Live Score: પડિક્કલ અને જૂરેલ OUT

    અંતિમ ઓવરમાં 19 રનની જરુર હતી. પરંત એક બાદ એક બે સળંગ વિકેટ ગુમાવી દીધી છે. ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગાનો માર સહ્યા બાદ ત્રીજા અને ચોથા બોલ પર વિકેટ ગુમાવી હતી.

  • 19 Apr 2023 11:13 PM (IST)

    RR vs LSG Live Score: રિયાન પરાગનો છગ્ગો

    મેચ રોમાંચક તબક્કામાં છે આવી સ્થિતીમાં રિયાન પરાગે છગ્ગો ફટકાર્યો છે.  19મી ઓવરમાં પરાગનો આ મહત્વનો છગ્ગો આવા સમયે છે. મેચ એકા એક જ પલટાઈને રોમાંચક મોડમાં આવી છે.

  • 19 Apr 2023 11:05 PM (IST)

    RR vs LSG Live Score: પડિક્કલની બેક ટુ બેક બાઉન્ડરી

    18મી ઓવરમાં સ્ટોઈનીસ આવ્યો હતો ઓવર લઈને. ઓવરના બીજા અને ત્રીજા બોલ પર બેક ટુ બેક બાઉન્ડરી ફટકારી હતી. ઓવરના પાંચમાં બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો. આમ ત્રીજો ચોગ્ગો આવ્યો હતો.

  • 19 Apr 2023 11:04 PM (IST)

    RR vs LSG Live Score: પડિક્કલની બાઉન્ડરી

    રવિ બિશ્નોઈ 17મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર દેવદત્ત પડિક્કલે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 6 રન આવ્યા હતા

  • 19 Apr 2023 10:54 PM (IST)

    RR vs LSG Live Score: હેટમાયર OUT

    આવેશ ખાને મોટી વિકેટ ઝડપી છે. ફિનિશર બેટર શિમરોન હેટમાયરે વિકેટ ગુમાવી દીધી છે. લોંગ ઓન તરફ બોલને ફટકારવાના પ્રયાસમાં તે કેપ્ટન કેએલ રાહુલના હાથમાં કેચ આપી દેતા 2 રન નોંધાવી પરત ફર્યો હતો.

  • 19 Apr 2023 10:46 PM (IST)

    RR vs LSG Live Score: જોસ બટલર OUT

    વધુ એક વિકેટ ગુમાવી દીધી છે, રાજસ્થા રોયલ્સે. સેટ બેટર અને રાજસ્થાનનો ઓપનર જોસ બટલરે આ વખતે ભૂલ કરી દીધી છે શોટ સીધો ફિલ્ડરના હાથની દીશામાં ફટકારી દીધો છે. બટલર 40 રન નોંધાવીને પરત ફર્યો છે.

  • 19 Apr 2023 10:36 PM (IST)

    RR vs LSG Live Score: સંજૂ સેમસન OUT

    સંજુ સેમસન માત્ર 2 રન નોંધાવીને પરત ફર્યો છે. 13 મી ઓવરના ચોથા બોલ પર તાલમેલના અભાવને લઈ રન લેવાનો ખોટો પ્રયાસ કરતા અમિત મિશ્રાએ બોલને વિકેટકીપર પુરનને ઝડપથી પરત આપતા સેમસન રન આઉટ થયો હતો.

  • 19 Apr 2023 10:30 PM (IST)

    RR vs LSG Live Score: યશસ્વી જયસ્વાલ OUT

    12મી ઓવરમાં રાજસ્થાનને મોટો ઝટકો લાગ્યો છે. ઓપનર યશ જયસ્વાલ પેવેલિયન પરત ફર્યો છે. માર્કસ સ્ટોઈનીસના બોલને તેણે કટ કર્યો હતો. આ સાથે જ બોલ સીધો અવેશ ખાનના હાથમાં પહોંચ્યો હતો. જે થર્ડમેનમાં ફિલ્ડર તરીકે મોજૂદ હતો. તેણે આરામથી કેચ ઝડપી લઈને જયસ્વાલને પરત મોકલ્યો હતો. જયસ્વાલે 44 રન નોંધાવ્યા હતા.

  • 19 Apr 2023 10:29 PM (IST)

    RR vs LSG Live Score: જયસ્વાલનો છગ્ગો

    માર્કસ સ્ટોઈનીસ 12મી ઓવર લઈને આવ્યો છે. જયસ્વાલે સ્વાગત તેનુ છગ્ગાથી કર્યુ છે. ઓવરના પ્રથમ બોલ પર જ સ્ટોઈનીસે ફ્રી ફ્લો શોટ ફ્રંટ ફ્રુટ પર રમ્યો હતો. આમ શાનદાર છગ્ગો જયસ્વાલે જમાવ્યો હતો.

  • 19 Apr 2023 10:27 PM (IST)

    RR vs LSG Live Score: બટલરે વધુ એક ચોગ્ગો ફટકાર્યો

    11મી ઓવર લઈને અમિત મિશ્રા આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ જોસ બટલરે રિવર્સ સ્વીપ કર્યો હતો. પોઈન્ટની દીશામાં ચોગ્ગો તેણે ફટકાર્યો હતો. બટલરે ગેપમાંથી ચોગ્ગો નિકાળ્યો હતો.

  • 19 Apr 2023 10:25 PM (IST)

    RR vs LSG Live Score: બટલરે ચોગ્ગો ફટકાર્યો

    અમિત મિશ્રા આવ્યો છે અને તેણે 9મી ઓવર કરી હતી. પ્રથમ બોલ પર એક અને બીજો બોલ ડોટ કર્યો હતો. જોકે ત્રીજા બોલ પર મિશ્રાએ ચોગ્ગો સહન કર્યો હતો. શોર્ટ થર્ડ મેન પર બટલરે ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 19 Apr 2023 10:22 PM (IST)

    RR vs LSG Live Score: ઈમ્પેક્ટ પ્લેયર તરીકે અમિત મિશ્રા

    અમિત મિશ્રા મેદાનમાં આવ્યો છે. તે ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં તે આવ્યો છે. કાઈલ મેયર્સ મેદાનથી બહાર થયો છે. વિકેટની શોધના રુપે અમિતને મેદાનમાં બોલાવવામાં આવ્યો છે અને તેની પાસે વિકેટની આશા છે.

  • 19 Apr 2023 10:12 PM (IST)

    RR vs LSG Live Score: બટલરની બાઉન્ડરી

    રવિ બિશ્નોઈ 8મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર બટલરને ચોગ્ગો ડીપ કવર પાસે મોકલ્યો હતો. જોકે અહીં અંપાયરે નો-બોલ જાહેર કર્યો હતો. ઓવરમાં 10 રન આવ્યા હતા.

  • 19 Apr 2023 09:56 PM (IST)

    RR vs LSG Live Score: જયસ્વારની બેક ટુ બેક બાઉન્ડરી

    પાવર પ્લેની અંતિમ ઓવરમાં 13 રન રાજસ્થાનના ખાતામાં આવ્યા હતા. યશસ્વી જયસ્વાલે ઓવરની શરુઆતે જ બેક ટુ બેક બાઉન્ડરી અવેશના બોલ પર જમાવી હતી. ઓવરનો અંત બટલરે ચોગ્ગા વડે કર્યો હતો. આમ પાવર પ્લેના અંતે રાજસ્થાનનો સ્કોર 47 રન રહ્યો હતો.

  • 19 Apr 2023 09:54 PM (IST)

    RR vs LSG Live Score: યુદ્ધવીર પર ફરી માર, બટલરની સિક્સર

    5 મી ઓવર લઈને યુદ્ધવીર આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર યશસ્વી જયસ્વાલે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ચોથા બોલ પર જોસ બટલરે સ્લોગ કરી દીધો અને ડીપ મિડ વિકેટની દિશામાં ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 19 Apr 2023 09:37 PM (IST)

    RR vs LSG Live Score: જયસ્વાલે છગ્ગો ફટકાર્યો

    રાજસ્થાનની પ્રથમ બાઉન્ડરી બીજી ઓવરમાં આવી હતી. યુદ્ધવીર સિંહ ચરક ઈનીંગની બીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરનો બીજો બોલ વાઈડ રહેતા બોલ બાઉન્ડરીને પાર ગયો હતો. આમ 5 રન એક્સ્ટ્રા મળ્યા હતા. પાંચમાં બોલ પર જયસ્વાલે મિડ ઓફની બાજુમાં ડ્રાઈવ લગાવીને ચોગ્ગો મેળવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર શાનદાર છગ્ગો ડિપ મિડ વિકેટ તરફ લગાવી હતી. ઓવરમાં 16 રન આવ્યા હતા.

  • 19 Apr 2023 09:31 PM (IST)

    RR vs LSG Live Score: રાજસ્થાનની બેટિંગ શરુ

    યશસ્વી જયસ્વાલ અને જોસ બટસરની જોડીએ રાજસ્થાન રોયલ્સની બેટિંગની શરુઆત કરી છે. નવીન ઉલ હક પ્રથમ ઓવર લઈને આવ્યો છે, પ્રથમ બોલ પર જ તેણે અપીલ કરી હતી અને DRS લેવામાં આવ્યુ હતુ.

  • 19 Apr 2023 09:09 PM (IST)

    RR vs LSG Live Score: સ્ટોઈનીસ, કૃણાલ અને યુદ્ધવીર અંતિમ ઓવરમાં OUT

    અંતિમ ઓવર લઈે સંદિપ આવ્યો છે. ઓવરના ત્રીજા બોલ પર માર્કસ સ્ટોઈનીસનને આઉટ કર્યો છે. સંજૂ સેમસનના હાથમાં કેચ આપી વિકેટ ગુમાવી હતી. 21 રન નોંધાવીને તે પરત ફર્યો હતો. નિકોલસ પુરન પણ ઓવરના પાંચમા બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. તે રન આઉટ થઈને પરત ફર્યો હતો. યુદ્ધવીર પણ અંતિમ બોલ પર રન આઉટ થયો હતો.

  • 19 Apr 2023 09:02 PM (IST)

    RR vs LSG Live Score: નિકોલ્સ પુરનની સિક્સર

    19મી ઓવર લઈને જેસન હોલ્ડર આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર નિકોલસ પુરને ફાઈન લેગ તરફ છગ્ગો ફટાકર્યો હતો. આગળના બોલ પર ફરી એક શાનદાર શોટ વડે ફાઈન લેગ પાસે ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલ પર વધુ એક ચોગ્ગો પુરને જમાવ્યો હતો.

  • 19 Apr 2023 09:00 PM (IST)

    RR vs LSG Live Score: સંદીપ શર્મા પર સ્ટોઈનીસની બાઉન્ડરી

    સંદીપ શર્મા 17મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર માર્કસ સ્ટોઈનીસે બાઉન્ડરી ફટકારી હતી. કવરની દીશામાં તેણે ટાઈમીંગ સાથે ચોગ્ગો ફટકાર્યો હતો. આમ લાંબા સમય બાદ લખનૌને ચોગ્ગો જોવા મળ્યો હતો.

  • 19 Apr 2023 08:40 PM (IST)

    RR vs LSG Live Score: અશ્વિનનો કમાલ, ઓવરમાં બીજી વિકેટ, માયર્સ OUT

    અશ્વિને કમાલની ઓવર વડે રાજસ્થાનના ચાહકોને ખુશ કરી દીધા છે. 14 મી ઓવરમાં પહેલા દીપક હુડ્ડાની વિકેટ ઝડપ્યા બાદ હવે સેટ બેટર કાઈલ માયર્સને પેવેલિયન પરત મોકલ્યો છે. માયર્સ અડધી સદી નોંધાવી આઉટ થયો હતો.

  • 19 Apr 2023 08:36 PM (IST)

    RR vs LSG Live Score: દીપક હુડ્ડા OUT

    14મી ઓવર લઈને રવિચંદ્ન અશ્વિન આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર અશ્વિને દીપક હુડ્ડાનો શિકાર કર્યો હતો. દીપક માત્ર 2 રન નોંધાવીને પરત ફર્યો છે. હેટમાયરે કેચ ઝડપ્યો હતો.

  • 19 Apr 2023 08:33 PM (IST)

    RR vs LSG Live Score: માયર્સની અડધી સદી પુરી

    13મી ઓવરના ચોથા અને પાંચમા બોલ પર માયર્સે સળંગ બે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરના અંતિમ બોલ પર એક રન લઈને અડધી સદી પુરી કરી હતી. યુઝવેન્દ્ર ચહલ આ ઓવર લઈને આવ્યા હતા.

  • 19 Apr 2023 08:28 PM (IST)

    RR vs LSG Live Score: આયુષ બડોની OUT

    લખનૌને બીજો ઝટકો વાગ્યો છે. લેપ શોટ રમવાનો ચક્કરમાં સ્ટંપ ખુલ્લો મુકી દેતા ટ્રેન્ટ બોલ્ટે બોલ્ડ કરી દીધો હતો. બેટને સ્પર્શીને બોલ સ્ટંપમાં વાગતા બદોની એક જ રનમાં પોતાની વિકેટ ગુમાવી હતી.

  • 19 Apr 2023 08:24 PM (IST)

    RR vs LSG Live Score: કેએલ રાહુલ OUT

    જેસન હોલ્ડરે આખરે લખનૌની ઓપનીંગ જોડીને તોડી દીધી છે. કેએલ રાહુલે સીધો લોંગ ઓન પર ફટકારવાના પ્રયાસમાં ફીલ્ડરના હાથમાં કેચ આપ્યો હતો. રાહુલે 39 રન નોંધાવ્યા હતા.

  • 19 Apr 2023 08:13 PM (IST)

    RR vs LSG Live Score: ચહલે 2 છગ્ગાનો માર સહ્યો

    ચહલ 9મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ માયર્સે ફુલર બોલને લોંગ ઓફ પરથી છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના આગળના બોલ પર ચોગ્ગો સ્વીપ કરીને મેળવ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર કેએલ રાહુલે સ્લોગ સ્વીપ કરીને છગ્ગો ફટકાર્યો હતો.

  • 19 Apr 2023 08:10 PM (IST)

    RR vs LSG Live Score: માયર્સે છગ્ગો ફટકાર્યો

    જેસન હોલ્ડર 8મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલે માયર્સે રુમ બનાવીને બોલર હોલ્ડરના માથા પરથી લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આ બોલ ઓફ કટર કર્યો હતો. અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 19 Apr 2023 08:01 PM (IST)

    RR vs LSG Live Score: કેએલ રાહુલની બાઉન્ડરી

    રવિચંદ્રન અશ્વિન પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના પાંચમાં બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો હતો. સ્લોગ સ્વીપ કરીને ડીપ બેકવર્ડ સ્કેવર લેગ તરફ બાઉન્ડરી મેળવી હતી.

    પાવર પ્લેના અંતે લખનૌનો સ્કોરઃ 37/0

  • 19 Apr 2023 07:59 PM (IST)

    RR vs LSG Live Score: રાહુલ નસીબદાર

    પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવેલ અશ્વિનના બીજા બોલ પર રન લેવાના પ્રયાસમાં સમયસર આવેલા થ્રોને રન આઉટ માટેે બોલને વિકેટ સાથે અથડાવે એ પહેલા જ અશ્વિનના હાથની કોણી બેલ્સને અડકી જતા રાહુલનો બચાવ થયો હતો. આ પહેલા પણ તે કેચ આપતા ડ્રોપ થવાથી રાહત રહી હતી.

  • 19 Apr 2023 07:56 PM (IST)

    હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ

    હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ આજે વલસાડ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ હતુ. જો કે બપોર બાદ વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળામાં વલસાડના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વલસાડ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.

  • 19 Apr 2023 07:55 PM (IST)

    RR vs LSG Live Score: માયર્સની સિક્સર

    પાંચમી ઓવર લઈને ટ્રેન્ટ બોલ્ટ આવ્યો હતો. અગાઉ ત્રીજી અને ચોથી ઓવરમાં લખનૌના ઓપનરો ખાસ રન નિકાળી શક્યા નહોતા. પરંતુ હવે પાંચમી ઓવરમાં બેટ ખોલ્યુ છે. માયર્સે રુમ બનાવીને છગ્ગો જમાવ્યો હતો. જ્યારે રાહુલે પણ પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં લખનૌએ 13 રન ગુમાવ્યા

  • 19 Apr 2023 07:37 PM (IST)

    RR vs LSG Live Score: માયર્સની બાઉન્ડરી

    બીજી ઓવર લઈને સંદીપ સિંહ આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર મેયર્સે ચોગ્ગો ફટકાર્યો હતો. થર્ડ મેન દોડીને કેચ માટે આગળ દોડી આવ્યો હતો, પરંતુ સફળ થયો નહોતો. આગળ સંદીપે નો-બોલ કર્યો હતો.

  • 19 Apr 2023 07:31 PM (IST)

    RR vs LSG Live Score: મેચ શરુ, લખનૌએ બેટિંગની કરી શરુઆત

    કેએલ રાહુલ અને મેયર્સ બંને ઓપનરો મેદાનમાં આવ્યા છે. રાહુલ સામે ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ બોલ લઈને આવ્યો હતો. પ્રથમ ઓવર રાજસ્થાન તરફથી બોલ્ટ લઈને આવ્યો છે. આ ઓવર મેડન રહી હતી.

  • 19 Apr 2023 07:24 PM (IST)

    RR vs LSG Live Score: લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ 11

    લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, યુદ્ધવીર સિંહ ચરક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન અને નવીન-ઉલ-હક

  • 19 Apr 2023 07:23 PM (IST)

    RR vs LSG Live Score: રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ 11

    રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા

  • 19 Apr 2023 07:07 PM (IST)

    RR vs LSG Live Score: રાજસ્થાન રોયલ્સે જીત્યો ટોસ

    રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. રાજસ્થાનની ટીમે પોતાના હોમગ્રાઉન્ડમાં રનચેઝ કરવાની યોજના બનાવી છે. ટોસ જીતીને પહેલા બોલિંગ કરશે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતાર્યુ છે. ટોસ હારીને કેએલ રાહુલની ટીમ પ્રથમ બેટિંગ કરતા મોટો સ્કોર ખડકવાનો પ્રયાસ કરશે.

Published On - Apr 19,2023 6:57 PM

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">