Rain Breaking : વડોદરા જિલ્લામાં વાતાવારણમાં અચાનક પલટો, પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો, જુઓ Video

વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ડભોઇના ચાંદોદ પંથકમાં અચાનક કમોસમી વરસાદનું આગમન થયું હતુ. વરસાદ વરસતા ઠંડકનો માહોલ પ્રસર્યો હતો. જો કે વરસાદ પડ્યા બાદ ગરમી અને અસહ્ય બફારાથી લોકોને આંશિક રાહતનો અનુભવ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 7:37 AM

ભર ઉનાળાની ઋતુમાં વડોદરા જિલ્લામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. ડભોઇના ચાંદોદ પંથકમાં અચાનક કમોસમી વરસાદનું આગમન થયું હતુ. વરસાદ વરસતા ઠંડકનો માહોલ પ્રસર્યો હતો. જો કે વરસાદ પડ્યા બાદ અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહતનો અનુભવ થયો હતો. સાથે જ વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. વરસાદ બાદ ચાંદોદ વિસ્તારમાં પાણી-પાણી થતા ચોમાસા જેવો માહોલ સર્જાયો.

આ પણ વાંચો : Vadodara: સયાજીબાગ પ્રાણી સંગ્રાહાલયમાં અબોલ પશુ-પક્ષીઓને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે તંત્રએ ખાસ સુવિધાઓ ઉભી કરી, જુઓ Photos

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ

તો બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. નવસારી,છોટાઉદેપુર, ડભોઈ, નર્મદા સહિત મોટાભાગના વિસ્તારમાં માવઠું પડ્યુ હતુ. ક્યાંક ઝરમર તો ક્યાંક સારો એવો વરસાદ તૂટી પડ્યો હતો. થોડીકવાર માટે પડેલા કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભર ઉનાળે બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જો કે વરસાદથી ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. હજુ આગામી 24 કલાક વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">