RR vs CSK: નવી જર્સીમાં જૂની ટીમ સામે સંજુ-જાડેજાનો થશે ભાવનાત્મક મુકાબલો, મેદાન પર થશે લાગણીઓનો જંગ

આજનો IPL મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેનો માત્ર એક સામાન્ય મેચ નથી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ સંજુ સેમસન માટે તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ રવિન્દ્ર જાડેજા માટે ભાવનાત્મક રહેશે. કારણ કે આ બને ખેલાડીઓ આજે પોતાની જૂની ટીમો વિરુદ્ધ મેચ રમશે. આ ઉપરાંત મેદાન પર રમત સાથે લાગણીનો પણ આ મુકાબલો જોવા મળશે.

RR vs CSK: નવી જર્સીમાં જૂની ટીમ સામે સંજુ-જાડેજાનો થશે ભાવનાત્મક મુકાબલો, મેદાન પર થશે લાગણીઓનો જંગ
| Edited By: | Updated on: Mar 30, 2026 | 1:26 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગનો ત્રીજો મુકાબલો સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ સંજુ સેમસન માટે ખૂબ જ ભાવનાત્મક રહેશે. કારણ કે, સંજુ એક દાયકાથી વધુ સમયથી રાજસ્થાન રોયલ્સ સાથે સંકળાયેલા છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી તેની ભૂતપૂર્વ ટીમ રાજસ્થાન રોયલ્સ સામે રમશે. રવિન્દ્ર જાડેજા પણ તેની ભૂતપૂર્વ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. જે મેચમાં એક અનોખો ભાવનાત્મક પરિમાણ લાવી શકે છે.

સંજુ સેમસનનો નવો અવતાર ચેન્નાઈમાં

સેમસન એક દાયકાથી વધુ સમયથી રાજસ્થાન રોયલ્સનો સભ્ય છે . તે ટીમનો મુખ્ય બેટ્સમેન, કેપ્ટન અને અગ્રણી રન-સ્કોરર હતો, જેણે ટીમને 2022 ની ફાઇનલમાં પહોંચાડી હતી. જેમ એમએસ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનો ચહેરો રહ્યો છે. તેમ સેમસન રાજસ્થાન રોયલ્સનો ચહેરો રહ્યો છે. પરંતુ હવે કેરળનો આ બેટ્સમેન પીળી જર્સીમાં જોવા મળશે.

જાડેજાનો રાજસ્થાન સાથેનો નવો પ્રારંભ

રવિન્દ્ર જાડેજા પણ ચેન્નાઈ સાથેના પોતાના ગાઢ સંબંધ માટે ઓળખાય છે. ચેન્નાઈના ફેન્સ માટે જાડેજા હંમેશા હીરો રહ્યા છે. હવે રાજસ્થાનની જર્સીમાં પોતાની જૂની ટીમ વિરુદ્ધ મેદાન પર ઉતરશે. આ ઉપરાંત સેમસન પણ ઉત્તમ ફોર્મમાં છે. તેણે ભારતની T20 વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે જીતવા માટે જરૂરી મેચોમાં સતત ત્રણ અડધી સદી પણ ફટકારી છે.

જાડેજા અને સંજુ વચ્ચે ટક્કર

આ મેચ માટે રાજસ્થાનના સંભવિત પ્લેઈંગ 11 માં યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, એડમ મિલ્ને તેમજ ઈમ્પેક્ટ પ્લેયર અમન રાવ પેરાલા.

ચેન્નાઈ સુપર કિંગ્સ સંભવિત પ્લેઈંગ 11 માં સંજુ સેમસન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રુઈસ, શિવમ દુબે, પ્રશાંત વીર, જેમી ઓવરટોન, અંશુલ કંબોજ, રાહુલ ચહર, નૂર અહેમદ, ખલીલ અહેમદ તેમજ ઈમ્પેક્ટ પ્લેયર કાર્તિક શર્મા.

Breaking News: 550 છગ્ગા ફટકારીને રોહિત શર્માએ તોડ્યો મોટો રેકોર્ડ, IPL 2026ની પહેલી જ મેચમાં રચ્યો ઇતિહાસ,વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

 

Published On - 1:26 pm, Mon, 30 March 26

Follow Us