MI vs RCB WPL 2023: મુંબઈની ટીમે મચાવ્યો તરખાટ, બેંગ્લોરની ટીમ 155 રન બનાવી ઓલઆઉટ

|

Mar 06, 2023 | 9:32 PM

MI vs RCB Score : બેંગ્લોરની ટીમે ધમાકેદાર શરુઆત કરી હતી. પણ એક બાદ એક વિકેટ પડતા બેંગ્લોરની ટીમ 20 ઓવર પહેલા જ ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈની ટીમને 156 રનનો ટાર્ગેટ મળ્યો છે.

MI vs RCB WPL 2023:  મુંબઈની ટીમે મચાવ્યો તરખાટ, બેંગ્લોરની ટીમ 155 રન બનાવી ઓલઆઉટ
MI vs RCB Score

Follow us on

વુમન્સ પ્રીમીયર લીગની ચોથી મેચ હાલમાં બેંગ્લોર અને મુંબઈ વચ્ચે ચાલી રહી છે. બેંગ્લોરની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ બેંગ્લોરની ટીમને ધમાકેદાર શરુઆત અપાવી હતી. મુંબઈના બોલરોના તરખાટ બાદ બેંગ્લોરના એક બાદ એક ખેલાડી આઉટ થયા હતા. 20 ઓવર પહેલા જ બેંગ્લોરની ટીમ 155 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈની ટીમને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ મળ્યો છે.

બેંગ્લોરની ટીમ તરફથી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 23 રન, સોફી ડેવાઈન એ 16 રન , એલિસ પેરી એ 13 રન , દિશા કાસાટે 0 રન , રિચા ઘોષે 28 રન , હીથર નાઈટે 0 રન , કનિકા આહુજા એ 22 રન , મેગન શુટે 20 રન , શ્રેયંકા પાટિલ 23 રન , પ્રીતિ બોસ 1 રન , રેણુકા ઠાકુર સિંહે 2 રન બનાવ્યા હતા.મુંબઈ તરફથી સૌથી વધારે વિકેટ હેલી મેથ્યુઝે લીધી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

સાયકા ઈશાકે ટુર્નામેન્ટમાં લીધી સૌથી વધારે વિકેટ

મુંબઈની બોલર સાયકા ઈશાકે ટુર્નામેન્ટમાં લીધી સૌથી વધારે વિકેટ લીધી છે. તેણે ગુજરાત સામેની મેચમાં 4 વિકે લીધી હતી. આજે બેંગ્લોર સામેની મેચમાં તેણે 2 વિકેટ લીધી હતી. કુલ 6 વિકેટ સાથે તે પર્પલ કેપની હકદાર બની હતી.

 

પોઈન્ટ ટેબલમાં મુંબઈ નંબર 1

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

 


મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન : હરમનપ્રીત કૌર(કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, ઈસી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઈંગ ઈલેવન – સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઈન, એલિસ પેરી, દિશા કાસાટ, રિચા ઘોષ , હીથર નાઈટ, કનિકા આહુજા, મેગન શુટ, શ્રેયંકા પાટિલ, પ્રીતિ બોસ, રેણુકા ઠાકુર સિંહ

Published On - 9:15 pm, Mon, 6 March 23

Next Article