New zealand: ન્યુઝીલેન્ડનો અનુભવી બેટ્સમેન રોઝ ટેલર લેશે સંન્યાસ, આ સિરીઝ બાદ તે ક્રિકેટને કહેશે અલવિદા
રોસ ટેલરે (Ross Taylor) ન્યૂઝીલેન્ડ (New zealand) માટે 110 ટેસ્ટ અને 233 વનડે રમી છે.
ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team) ના અનુભવી બેટ્સમેન રોસ ટેલરે (Ross Taylor) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. ટેલરે કહ્યું છે કે તે ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામેની છ વનડે મેચ બાદ રમતમાંથી નિવૃત્તિ લેશે. ટેલરે પોતાના દેશ માટે 110 ટેસ્ટ મેચ રમી છે અને 12750 રન બનાવ્યા છે.
આ સાથે જ તેણે પોતાના દેશ માટે રમાયેલી 233 વનડેમાં 10,288 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 10 સદી અને 35 અડધી સદી ફટકારી છે જ્યારે વનડેમાં તેણે 21 સદી અને 51 અડધી સદી ફટકારી છે.
ટેલર પોતાના દેશ માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેમની પાછળ વર્તમાન કેપ્ટન કેન વિલિયમસન છે. ટેસ્ટ સિવાય તે વનડેમાં પણ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 181 છે જ્યારે ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 290 છે. તેણે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે આ સ્કોર બનાવ્યો હતો. તેના નામે ટેસ્ટમાં ત્રણ બેવડી સદી છે.
Today I’m announcing my retirement from international cricket at the conclusion of the home summer, two more tests against Bangladesh, and six odi’s against Australia & the Netherlands. Thank you for 17 years of incredible support. It’s been an honour to represent my country #234 pic.twitter.com/OTy1rsxkYp
— Ross Taylor (@RossLTaylor) December 29, 2021
વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યું
ટેલરે માર્ચ 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ODI ડેબ્યૂ કર્યુ હતુ. એક વર્ષ પછી, તેણે દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી. ન્યુઝીલેન્ડની ટીમ સાથે તેને ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. 2015માં ઓસ્ટ્રેલિયાએ જ્યારે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું ત્યારે તે પણ ટીમનો ભાગ હતો.
આ પછી, જ્યારે ટીમે 2019 માં ફરીથી વર્લ્ડ કપની ફાઈનલ રમી ત્યારે પણ તે ટીમમાં હતો. જોકે ટેલરના હિસ્સામાં આઈસીસીનો ખિતાબ આવ્યો હતો. ન્યૂઝીલેન્ડે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને હરાવ્યું અને ટેલરે ટ્રોફી પોતાના હાથમાં લીધી.