IND vs SA: શાર્દૂલ ઠાકુરે નો બોલ પર ગુમાવી દીધી વિકેટ! કાગિસો રબાડાની ઓવરસ્ટેપિંગ તસ્વીર થઇ વાયરલ, થર્ડ અંપાયર થયા ટ્રોલ
કાગીસો રબાડા (Kagiso Rabada) એ બીજા દાવમાં 4 વિકેટ ઝડપી હતી, જોકે તેણે અત્યાર સુધીની 4 દિવસની રમતમાં કુલ 17 બોલ નાંખ્યા હતા.
ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે સેન્ચ્યુરિયનમાં ટેસ્ટ (Centurion Test) મેચ રમાઇ રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ માટે સેન્ચ્ય્યુરિયન ગઢ માનવામાં આવે છે. પરંતુ ગઢમાં હવે ટીમ ઇન્ડિયા (Team India) આફ્રિકાના કાંગરા ખેરવવા તૈયાર છે. ભારત ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ મેચ જીતવાનો મોકો બનાવી ચુક્યુ છે. ચાર દિવસની રમતના અંતે ભારતીય ટીમ હવે 6 વિકેટના અંતર થી જીત થી દૂર છે. આ દરમિયાન શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) ના આઉટ થવાને લઇને હવે વિવાદ શરુ થવા લાગ્યો છે.
ભારતીય ટીમે ચોથા દિવસની રમતની શરુઆત ખરાબ કરી હતી. ભારતે નાઇટ વોચ મેનના રુપમાં મોકલેલા બેટ્સમેન શાર્દૂલ ઠાકુરની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. ઠાકુર 10 રનના વ્યક્તિગત સ્કોર પર રમી રહ્યો હતો એ દરમિયાન તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. કાગીસો રબાડા (Kagiso Rabada) ના બોલ પર તે આઉટ થયો હતો. જોકે તેના આઉટ થવાને લઇને વિવાદ શરુ થઇ ચુક્યો છે. બીજા દાવ દરમિયાન 6 નો બોલ ફેંકી ચુકેલા રબાડાનો વિકેટ લેનારો એ બોલ પણ નો બોલ હોવાનો વિવાદ સર્જાયો છે. જેમાં રબાડાનો પગ ક્રિઝની બહાર જોવા મળી રહ્યાનો દાવો થઇ રહ્યો છે.
રબાડાએ સેન્ચ્યુરિયન ટેસ્ટના પ્રથમ દાવ દરમિયાન પણ 11 નો બોલ ફેંક્યા હતા. જે દરમિયાન પણ તેના કેટલાક નો બોલ તો જાહેર જ નહી થયાના પણ વિવાદ સર્જાયા હતા. હવે બીજા દાવમાં જ્યારે વિકેટ ગુમાવી ત્યારે રબાડાએ નો બોલ કર્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. ચાહકો સોશિયલ મીડિયા પર થર્ડ અંમ્પાયર ને ખૂબજ ટ્રોલ કરવા લાગ્યા છે.
Great umpiring. The Shardul Thakur wicket. #INDvsSA #INDvSA #TeamIndia @BCCI pic.twitter.com/GVuBHTXwG2
— Mayuresh Chavan (@MayurChavan8491) December 29, 2021
#SAvIND Looks like no balls are no longer being called in the 2nd innings. Rabada has constantly overstepped as seen in replays but not being called. Neither by the on field umpire nor by the 3rd Umpire. Hopefully there was no change in the laws of the game overnight. 🏏🏏
— KK 🇮🇳 (@krishnakumarh5) December 29, 2021
Where is 3rd umpire sleeping ? Thakur outs on no ball . #INDvsSA
— Soni Raj Singh #FarmersLivesMatter (@SRKkiSoni) December 29, 2021
મેચની સ્થિતી
ભારતીય ટીમનો બીજો દાવ ચોથા દીવસે 174 રન પર જ સમેટાઇ ગયો હતો. આમ ભારતે દક્ષિણ આફ્રિકા સામે જીત માટે 305 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જેને આમ તો હાંસલ કરવુ ખૂબ મુશ્કેલ છે. આમ છતાં આફ્રિકાએ કેપ્ટન એલ્ગરની રમત વડે ટાર્ગેટનો પિછો કરવા પ્રયાસ કર્યો હતો. જોકે ચોથા દિવસની રમતના અંત સુધીમાં આફ્રિકાએ 94 રનના સ્કોર પર જ 4 વિકેટ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે 2 અને સિરાજ તેમજ શામીએ એક એક વિકેટ ઝડપી હતી.