IND vs NZ: રોહિત શર્માએ વિરાટ કોહલીને આ મામલે આપ્યો ઝટકો, હિટમેને નોંધાવ્યો વિક્રમ

|

Nov 21, 2021 | 9:35 PM

વિરાટ કોહલી (Virat Kohli) એ આ પહેલા જ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટી20 રનનો પોતાના રેકોર્ડ ગુમાવ્યો છે. એક બાદ એક રેકોર્ડ ગુમાવતા કોહલીનો એક રેકોર્ડ રોહિત શર્મા (Rohit Sharma) એ પણ હવે છીનવી લીધો છે.

IND vs NZ: રોહિત શર્માએ વિરાટ કોહલીને આ મામલે આપ્યો ઝટકો, હિટમેને નોંધાવ્યો વિક્રમ
Rohit Sharma

Follow us on

ભારતીય ટીમ (Team India) બેટીંગના મામલામાં લયમાં જોવા મળી રહી છે. ખાસ કરીને રોહિત શર્મા (Rohit Sharma) ની રમત ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં જબરદસ્ત રહી છે. તેણે ત્રણેય મેચમાં 40 પ્લસ સ્કોરની રમત રમી દર્શાવી છે. જ્યારે બે અર્ધશતક ફટકાર્યા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહેલી ટી20 મેચમાં અર્ધશતક જમાવ્યુ હતુ. આ સાથે જ તેમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત 50 પ્લસ સ્કોર ઇનીંગ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ યાદીમાં હવે તેણે વિરાટ કોહલી (Virat Kohli) ને પાછળ છોડી દીધો છે.

વિરાટ કોહલીએ આ પહેલા જ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવવાનો રેકોર્ડ ગુમાવી દીધો છે. ત્યાર બાદ હવે કોહલીને રોહિત શર્માએ 50 થી વધુ રનની ઇનીંગ રમવાના મામલામાં પાછળ છોડી દીધો છે. રોહિત શર્મા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત પચાસ કે તેથી વધુ રન નોંધાવનારો બેટ્સમેન નોંધાઇ ચૂક્યો છે. તેણે આ સિદ્ધી 119મી ટી20 મેચ રમવા દરમ્યાન મેળવી છે.

રોહિત શર્માએ તેના કરિયરમાં આ 26મુ અર્ધશતક નોંધાવ્યુ છે. જોકે તે 4 વખત શતકીય ઇનીંગ રમી ચૂક્યો છે. આમ તે 30મી વાર પચાસ કે તેથી વધુ રન નોંધાવ્યા છે. કોહલી અત્યાર સુધીમાં 30 ટી20 આંતરાષ્ટ્રીય અર્ધશતક નોંધાવી ચૂક્યો છે. જોકે તે એક પણ વાર શતકીય ઇનીંગ રમી શક્યો નથી. તેણે તેનો સૌથી મોટો સ્કોર 94 રનની અણનમ ઇનીંગનો નોંધાવ્યો છે. કોહલીએ 95 ટી20 મેચ રમી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

રાંચીમાં કરી હતી બરાબરી

આ પહેલા કોહલી અને રોહિત બરાબરી પર હતા. બંનેના નામે સંયુક્ત રુપે રેકોર્ડ રાંચીની મેચ દરમ્યાન નોંધાયો હતો. રાંચીમાં રમાયેલી બીજી ટી20 મેચ દરમ્યાન રોહિત શર્માએ 55 રનની ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેણે કોહલીની બરાબરી કરી લીધી હતી. આ યાદીમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ત્રીજા સ્થાને છે. તે 26 વખત 50 તે તેથી વધુ રનની ઇનીંગ રમી ચૂક્યો છે.

 

 

છગ્ગામાં રોહિત નો કમાલ

રોહિત શર્માએ ઇડન ગાર્ડનમાં ત્રણ છગ્ગા નોંધાવતા જ તે 150 છગ્ગા આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં નોંધાવી ચૂક્યો છે. રોહિત શર્મા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 450 છગ્ગાના આંકડાને પણ સિરીઝ દરમ્યાન પાર કરી ચૂક્યો છે. આજે તેણે 3 છગ્ગા નોંધાવીને 150 છગ્ગા ટી20 ક્રિકેટમાં નોંધાવવાનો મુકામ પણ હાંસલ કરીને ઉપલબ્ધી મેળવી છે.

 

 

આ પણ વાંચોઃ BAN Vs PAK: પાકિસ્તાનના બોલર શાહિન આફ્રિદીને ચઢેલા ઘમંડને ICC એ ઉતાર્યો, મેદાન પર તેના આ કૃત્યને લઇ સજા ફટકારાઇ

 

આ પણ વાંચોઃ  IND VS NZ: રોહિત શર્માએ કેપ્ટનશિપ સંભાળ્યાબાદ ટોસમાં નસીબે યારી આપતા વિરાટ કોહલી થવા લાગ્યો ટ્રોલ

Next Article