IND VS NZ: રોહિત શર્માએ કેપ્ટનશિપ સંભાળ્યાબાદ ટોસમાં નસીબે યારી આપતા વિરાટ કોહલી થવા લાગ્યો ટ્રોલ

રોહિત શર્મા ભારત અને ન્યુઝીલેન્ડ ટી20 સીરીઝ (IND VS NZ, 3rd T20I)ની ત્રણેય મેચમાં ટોસનો બોસ બન્યો, વિરાટ કોહલી (Virat Kohli) ને ટોણા સાંભળવા પડ્યા

IND VS NZ: રોહિત શર્માએ કેપ્ટનશિપ સંભાળ્યાબાદ ટોસમાં નસીબે યારી આપતા વિરાટ કોહલી થવા લાગ્યો ટ્રોલ
Rohit Sharma-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 9:03 PM

ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝની છેલ્લી મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) એ હેટ્રિક લીધી હતી. નવાઈ પામશો નહીં, આ કોઈ વિકેટ નથી પણ ટોસ જીતવાની હેટ્રિક છે. રોહિત શર્માએ જયપુર, રાંચી T20માં ટોસ જીત્યા બાદ કોલકાતા (IND VS NZ, 3rd T20I)માં સિક્કાનો દાવ પણ જીતી લીધો હતો. સતત ત્રણ ટોસ જીત્યા બાદ અચાનક જ રોહિત શર્મા સોશિયલ મીડિયા પર છવાઈ ગયો અને આ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) સતત ટ્રોલ થવા લાગ્યો. T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી પ્રથમ ત્રણ મેચમાં ટોસ હારી ગયો હતો. જેનો ફટકો ટીમ ઈન્ડિયાને ભોગવવો પડ્યો હતો.

ભારતીય ટીમ (Team India) પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની મેચ હારીને સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ટોસ હારવાને કારણે ભારતે પ્રથમ બેટિંગ કરવી પડી અને ટીમ મોટો સ્કોર કરી શકી નહીં, પરિણામે ભારતીય ટીમ હારી ગઈ. જ્યારથી રોહિત શર્માને T20 ટીમના પૂર્ણ સમયના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાના હાથમાં સિક્કાનો સટ્ટો લાગી રહ્યો છે. આથી તમામ ફેન્સ વિરાટ કોહલીને ટોણો મારી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોહિત શર્માએ પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો

પ્રથમ બે T20 મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનાર રોહિત શર્માએ ત્રીજી મેચમાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ કહ્યું કે તેમની ટીમ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાને અજમાવવા માંગે છે. કોલકાતા T20માં ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. ઓપનર કેએલ રાહુલ અને સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને ઈશાન કિશન અને યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ન્યુઝીલેન્ડે હંગામી કેપ્ટન ટિમ સાઉથીને આરામ આપ્યો અને પ્લેઈંગ ઈલેવનમાં લોકી ફર્ગ્યુસનને સ્થાન આપ્યું. મિશેલ સેન્ટનરને કીવી ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી હતી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને હર્ષલ પટેલ.

ટીમ ન્યુઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ અને એડમ મિલ્ને.

આ પણ વાંચોઃ BAN Vs PAK: પાકિસ્તાનના બોલર શાહિન આફ્રિદીને ચઢેલા ઘમંડને ICC એ ઉતાર્યો, મેદાન પર તેના આ કૃત્યને લઇ સજા ફટકારાઇ

આ પણ વાંચોઃ  Team India: હાર્દિક પંડ્યાને લઇને રાહુલ દ્રવિડે કહી આ વાત, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઇન્ડીયામાં જોડાવવા માટે રાખી આ શરત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">