IND vs WI: રોહિત શર્મા શુભમન ગિલ વિશે ખુલ્લેઆમ જુઠ્ઠું બોલ્યો! ઓપનિંગમાંથી ખસી જવાની વાસ્તવિકતા શું છે?
શુભમન ગિલના ટેસ્ટમાં ત્રીજા ક્રમે બેટિંગને લઈ હવે નવો વિવાદ ઊભો થયો છે. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેના આ અંગે અલગ-અલગ નિવેદનો બાદ ટીમમાં મતભેદ હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
શુભમન ગિલ (Shubman Gill) ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કેમ છોડી? તેના દરેક ચાહક આ સવાલનો જવાબ જાણવા માંગે છે. જો કે, કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ગિલે ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને હવે તે ઓપનિંગને બદલે 3 નંબર પર બેટિંગ કરશે.
પરંતુ નવાઈની વાત એ છે કે શુભમન ગિલ કંઈક બીજું જ કહી રહ્યો છે. શુભમન ગિલે જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટે તેને પૂછ્યું કે તે ક્યાં બેટિંગ કરવા માંગે છે અને તે પછી તેણે નંબર 3 પોઝિશન વિશે વાત કરી.
રોહિત શુભમનના અલગ-અલગ નિવેદન
ગિલના નિવેદનથી સ્પષ્ટ છે કે તેણે કોઈને પણ ઓપનિંગમાંથી હટાવવા માટે કહ્યું નથી. જો ટીમ મેનેજમેન્ટે તેને પૂછ્યું ન હોત તો શુભમન ગિલ ઓપનિંગમાં જ ઉતર્યો હોત. મતલબ રોહિતનું નિવેદન કે ગિલે ટીમ મેનેજમેન્ટ સાથે ઓપનિંગ અને નંબર 3 પર રમવાથી દૂર રહેવાની વાત કરી હતી તે સ્પષ્ટ રીતે ખોટું છે. હવે સવાલ એ છે કે સાચું કોણ બોલે છે? રોહિત શર્મા કે શુભમન ગિલ.
In a recent interview, Shubman Gill highlighted his preferred batting position.
More info👇#WIvIND https://t.co/529PzIgj7k
— CricTracker (@Cricketracker) July 13, 2023
ઓપનિંગમાં ગિલનું સામાન્ય પ્રદર્શન
શુભમન ગિલ ODI અને T20 ક્રિકેટમાં પોતાની ઓપનિંગ માટે પ્રખ્યાત છે. આ ખેલાડી સફેદ બોલના આ ફોર્મેટમાં તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો ગિલનું બેટ ઓપનિંગમાં કામ કરતું નથી. ગિલે અત્યાર સુધી 30 ટેસ્ટ ઇનિંગ્સમાં 32.89ની એવરેજથી 921 રન બનાવ્યા છે. ટેસ્ટ ઓપનર માટે આ આંકડો સામાન્ય છે. જો કે, ગિલે ઓપનર તરીકે 2 ટેસ્ટ સદી પણ ફટકારી છે.
ગિલને નંબર 3 પર રમવાનો ફાયદો થશે
શુભમન ગિલને 3 નંબર પર રમવાથી ચોક્કસ ફાયદો થશે. સૌથી પહેલા તો આ ખેલાડીએ ઘરેલું ક્રિકેટમાં નંબર 3 અને નંબર 4 પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે. આ સિવાય નંબર 3 શુભમન ગિલની ટેકનિક અને રમતની શૈલી માટે યોગ્ય છે. ગિલ એક આક્રમક બેટ્સમેન છે અને તે ઘણીવાર શોટ રમવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં તેના નવા બોલ સાથે આઉટ થવાની શક્યતાઓ વધુ છે. પરંતુ જ્યારે આ ખેલાડી ત્રીજા નંબર પર ઉતરશે ત્યારે બોલ થોડો જૂનો થઈ ગયો હશે અને તેમાં ઓછી એક્શન હશે. ગિલને આનો ફાયદો મળી શકે છે.
Can Shubman Gill prove to be a worthy successor to Cheteshwar Pujara at No.3 in Tests for India? 🤔
What Rohit Sharma had to say 👉 https://t.co/KPE7D4MIk6 pic.twitter.com/nSVA2nnOk9
— ICC (@ICC) July 12, 2023
આ પણ વાંચો : IND vs WI: ટીમ ઈન્ડિયામાં પણ ‘બેઝબોલ’ની ‘એન્ટ્રી’, ભારતીય ટીમ પર 6500 કિલોમીટર દૂર રમતા ઈંગ્લેન્ડનું ભૂત સવાર થયું!
ઓપનિંગમાં રોહિતને ફાયદો!
ગિલના ઓપનિંગમાંથી બહાર જવાથી રોહિત શર્માને પણ ફાયદો થશે. રોહિત હવે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી રહ્યો છે, જે ડાબોડી બેટ્સમેન છે. ઓપનિંગમાં જમણા અને ડાબા હાથના બેટ્સમેનોનું કોમ્બિનેશન હંમેશા બોલરો માટે સમસ્યા બની જાય છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકા ટેસ્ટના પહેલા દિવસે પણ આ જોવા મળ્યું હતું. યશસ્વી અને રોહિતે મળીને ટીમ ઈન્ડિયાને 80 રન સુધી પહોંચાડી હતી. રમત સમાપ્ત થતાં જ જયસ્વાલ 40 અને રોહિત શર્મા 30 રન બનાવીને અણનમ રહ્યા હતા.