IND vs WI: ટીમ ઈન્ડિયામાં પણ ‘બેઝબોલ’ની ‘એન્ટ્રી’, ભારતીય ટીમ પર 6500 કિલોમીટર દૂર રમતા ઈંગ્લેન્ડનું ભૂત સવાર થયું!

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે એશિઝ રમી રહી છે. આમ છતાં ભારતીય ટીમની રમવાની શૈલીમાં ઈંગ્લેન્ડની છાપ જોવા મળી રહી છે.

IND vs WI: ટીમ ઈન્ડિયામાં પણ 'બેઝબોલ'ની 'એન્ટ્રી', ભારતીય ટીમ પર 6500 કિલોમીટર દૂર રમતા ઈંગ્લેન્ડનું ભૂત સવાર થયું!
Baseball in Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 7:51 PM

ભલે ભારત અને ઈંગ્લેન્ડની ટીમો ટેસ્ટ સિરીઝમાં પરસેવો પાડી રહી હોય, પરંતુ આ બંને ટીમો વચ્ચે લગભગ 6500 કિલોમીટરનું અંતર છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના ડોમિનિકામાં છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માન્ચેસ્ટરમાં છે. આટલા અંતર પછી પણ એવું લાગે છે કે ‘બેઝબોલ‘નું ભૂત ભારતીય ટીમમાં પણ આવી ગયું છે. પ્રથમ ટેસ્ટ મેચને લઈને ભારતીય ટીમના (Team India) નિર્ણયો પણ આવા જ સંકેત આપી રહ્યા છે.

એશિઝમાં ઈંગ્લેન્ડની આક્રમક રમત

બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડ ટીમના કોચ છે. તેમને પ્રેમથી ‘બેજ’ કહેવામાં આવે છે. જ્યારે તેને ટીમના કોચિંગની જવાબદારી સોંપવામાં આવી, તે પછી ઈંગ્લેન્ડની ટીમે ખૂબ જ આક્રમક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ટેસ્ટ ક્રિકેટમાં પણ રનનું તોફાન આવવા લાગ્યું. કેપ્ટનશિપ પણ જો રૂટના બદલે બેન સ્ટોક્સના હાથમાં આવી ગઈ હતી. બેન સ્ટોક્સ પણ આક્રમક રમે છે. આવી સ્થિતિમાં, કેપ્ટન અને કોચની આક્રમક જોડીએ ટેસ્ટ ક્રિકેટની તસવીર બદલવાનું શરૂ કર્યું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આક્રમક ક્રિકેટને ‘બેઝબોલ’ નામ આપવામાં આવ્યું

ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓવર દીઠ પાંચથી વધુ રન બનવા લાગ્યા. આટલું જ નહીં, એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 8 વિકેટે 393 રન પર ‘ડિકલેર’ કર્યો હતો. બાદમાં જ્યારે આ મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે બેન સ્ટોક્સ પર પણ સવાલો ઉભા થયા હતા. પણ તેને એ પ્રશ્નોની પરવા નહોતી. આ આક્રમક ક્રિકેટને ‘બેઝબોલ’ નામ આપવામાં આવ્યું હતું. હવે આવી જ ઝલક ભારતીય ટીમના કેટલાક નિર્ણયોમાં પણ જોવા મળી છે.

ટીમ ઈન્ડિયામાં પણ ‘બેઝબોલ ક્રિકેટ’ની એન્ટ્રી

ભારતીય ટીમમાં આ ‘એન્ટ્રી’નો અંદાજ સીરિઝ માટે પસંદ કરાયેલી ટીમ પરથી જ લગાવવામાં આવ્યો હતો. ચેતેશ્વર પૂજારાને ‘ડ્રોપ’ કરીને ભારતીય ટીમ મેનેજમેન્ટે સંદેશ આપ્યો હતો કે તે હવે રક્ષણાત્મક ક્રિકેટ રમવાના મૂડમાં નથી. જો કે આ માટે પુજારાનું ફોર્મ પણ જવાબદાર હતું. પરંતુ પ્લેઇંગ 11માં જ્યારે કેએસ ભરતના સ્થાને ઇશાન કિશનને રમાડાવવામાં આવ્યો ત્યારે ‘બેઝબોલ’ની ‘એન્ટ્રી’ જોવા મળી હતી.

આ પણ વાંચો : 13 July 2002: દાદાએ લહેરાવી હતી T-શર્ટ, યુવરાજ-કૈફની ભાગીદારી અને લોર્ડસમાં ભારત સામે ઈંગ્લેન્ડ ધ્વસ્ત

બેટિંગ ક્રમમાં મોટા ફેરફાર

શુભમન ગિલને ત્રીજા નંબર પર રમવાની મંજૂરી મળી. ઓપનિંગમાં ‘ડાબું-જમણું’ કોમ્બિનેશન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ જવાબદારી યશસ્વી જયસ્વાલને સોંપવામાં આવી હતી. મિડલ ઓર્ડરમાં રવિન્દ્ર જાડેજા અને ઈશાન કિશન જેવા આક્રમક બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી હતી. શાર્દુલ ઠાકુરની પ્લેઈંગ 11માં હાજરી ભારતીય ટીમની બેટિંગને ઉંડાણ આપે છે. એટલે કે હવે ટીમ ઈન્ડિયા પાસે આઠમા નંબર સુધીના બેટ્સમેન છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">