GT vs MI, IPL 2023, Qualifier 2: રોહિત શર્મા હારીને પણ ગિલથી પ્રભાવિત, શુભમનથી ટીમ ઈન્ડિયાને લઈ મોટી આશા બાંધી!
Rohit Sharma on Shubman Gill: રોહિત શર્માએ મેચ બાદ શુભમન ગિલની રમતથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. અમદાવાદમાં ગિલની જબરદસ્ત બેટિંગ અને તેની સદીને પૂરી ક્રેડિટ આપી હતી.
IPL 2023 Final માં પહોંચવાના મુંબઈ ઈન્ડિયન્સના સપનાને શુભમન ગિલે તોડી દીધુ હતુ. મુંબઈના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. અમદાવાદમાં શુક્રવારે શુભમન ગિલે કરેલી બેટિંગ મુંબઈ જ નહીં પરંતુ ક્રિકેટ ચાહકોને માટે યાદગાર રહી જશે. ગિલની બેટિંગ અને સદી ગુજરાતની જીત માટે સૌથી ભૂમિકા ભજવી હતી. ગિલે સિઝનમાં ત્રીજુ આઈપીએલ શતક નોંધાવ્યુ હતુ. તેની આ રમત પર સૌ કોઈ ફિદા છે મુંબઈ ઈન્ડિયન્સનો સુકાની અને પાંચ વાર ચેમ્પિયન રોહિત શર્મા પણ જબરદસ્ત પ્રભાવિત છે. મુંબઈની હાર બાદ પણ રોહિતે ગિલના ખૂબ વખાણ કર્યા અને તેની સાથે મોટી આશાઓ રાખી હતી.
રોહિત શર્મા અને તેની ટીમને છઠ્ઠી વાર આઈપીએલ ચેમ્પિયન બનવાનુ સપનુ હતુ. આ માટે સંઘર્ષની સ્થિતી પાર કરીને પ્લેઓફમાં ટીમ પહોંચી હતી. એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત નોંધાવીને ક્વોલિફાયર-2માં ટીમ પહોંચી હતી. પરંતુ ગુજરાત સામે 62 રનથી હાર થતા ત્રીજા સ્થાને રહીને IPL 2023 માં પોતાની સફર પુરી થઈ હતી.
આ પણ વાંચોઃ CKS vs GT, IPL 2023 Final : ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થશે ટાઈટલની ટક્કર, રવિવારે અમદાવાદમાં ચેમ્પિયન માટે મહાસંગ્રામ
શુભમન ગિલના કર્યા વખાણ
મુંબઈના સુકાની રોહિત શર્માએ ગુજરાત ટાઈટન્સ સામે હાર બાદ શુભમન ગિલની કમાલની બેટિંગના ખૂબ જ વખણ કર્યા હતા. ગિલની શાનદાર બેટિંગને લઈને જ ગુજરાતે મુંબઈ સામે વિશાળ લક્ષ્ય ખડક્યુ હતુ. રોહિતે મેચ બાદ બતાવ્યુ હતુ કે, અમે પણ ઈચ્છતા હતા કે, ગિની જેમ અમારો પણ એક બેટર અંત સુધી બેટિંગ કરે, પરંતુ અમે મોટી પાર્ટનરશિપ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
રોહિત શર્માએ વધુમાં કહ્યું કે, “શુભમન ગિલને સંપૂર્ણ શ્રેય મળવો જોઈએ. તેણે જે રીતે બેટિંગ કરી, તેણે અમારી પાસેથી મેચ છીનવી લીધી. તે એક અદ્ભુત પ્રદર્શન હતું.” ગિલે શાનદાર સદી નોંધાવી હતી. પ્રથમ પચાસ રન પૂર્ણ કર્યા બાદ તેણે ગિયર બદલ્યો હોય એમ આતશી શોટ જમાવતા ઝડપથી બીજા પચાસ રન ઉમેર્યા હતા.
His royal highness, first of his name, destroyer of bowling attacks, lord of the sixes – Prince Shubman Gill 💯#GTvMI #TATAIPL #IPLonJioCinema #IPLPlayoffs pic.twitter.com/HQns2Gq5mv
— JioCinema (@JioCinema) May 26, 2023
વખાણ કરતા રોહિતે આશાઓ રાખતા કહ્યુ હતુ કે, શાનદાર ફોર્મને શુભમન ગિલ આગળ પણ જાળવી રાખે. આમ રોહિતે તેની પાસે ટીમ ઈન્ડિયા માટે આ ફોર્મ જાળવી રાખવાની અપેક્ષા સેવી હોવાનુ મનાય છે. આઈપીએલ બાદ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમનારી છે અને તેમાં પણ આ ફોર્મ મહત્વનુ સાબિત થશે. ગિલે મુંબઈ સામે 10 છગ્ગા વડે 60 બોલમાં 129 રનની ઈનીંગ રમી હતી.