AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma ને ચીજ વસ્તુ ભૂલી જવાની છે આદત ! એકવાર શર્માજી વેડિંગ રીંગ જ ભૂલી આવ્યા

કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ તો વળી એટલે સુધી, કહ્યુ કે તે પાસપોર્ટ પણ ભૂલી જતો હોય છે. જોકે રોહિત શર્મા ભૂલવાની આદતમાં લગ્નની વિંટી (Wedding Ring) જ હોટલમાં ભૂલી ગયો હતો. તે વાતનો ખુલાસો પણ પોતે જ કર્યો હતો.

Rohit Sharma ને ચીજ વસ્તુ ભૂલી જવાની છે આદત ! એકવાર શર્માજી વેડિંગ રીંગ જ ભૂલી આવ્યા
Rohit Sharma-Ritika Sajdeh
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 09, 2021 | 6:22 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના રોહિત શર્મા (Rohit Sharma) આમ તો કોઇ બોલરના બોલને ગ્રાઉન્ડમાં કયા ખૂણે મોકલવાનો છે, એ નક્કી કર્યા પછી નથી ભૂલતો. પરંતુ વ્યક્તિગત જીવનમાં તે ભૂલકણો હોવાની છાપ ઉપસી રહી છે. રોહિત શર્મા પોતાની ચીજ વસ્તુઓને અનેક વાર ભૂલી જતો હોય છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ તો વળી એટલે સુધી, કહ્યુ કે તે પાસપોર્ટ પણ ભૂલી જતો હોય છે. જોકે રોહિત શર્મા ભૂલવાની આદતમાં લગ્નની વિંટી (Wedding Ring) જ હોટલમાં ભૂલી ગયો હતો. તે વાતનો ખુલાસો પોતે જ કર્યો હતો.

મીડિયા રીપોર્ટસ મુજબ, 2017 માં રોહિત શર્મા એ પોતાના જીવન સાથે સંકળાયેલો એક કિસ્સો કહ્યો હતો. તે આમ પણ ઘડીયાળ, આઇપેડ, આઇફોન, સહિતની કિંમતી ચીઝો હોટલમાં ભૂલી જાય છે. પરંતુ એકવાર તો તે લગ્નની વિટીં જ ભૂલી ગયો હતો. તે ઉતાવળ કરવામાં વેડીંગ રીંગ જ ભૂલી ગયો હતો. તેણે કહ્યુ કે, તે નવવિવાહીત હતો અને ફ્લાઇટ પકડવા માટે ઉતાવળ કરી રહ્યો હતો. રિતીકા સજદેહ (Ritika Sajdeh) સાથે રોહિતે 2015 માં લગ્ન કર્યા હતા.

નવા સવા લગ્ન હતા, લગ્નની વિટીં પહેરવાની આદ હતી નહી. એટલે સૂવાના સમયે તે ઉતારી દીધી હતી કે, સવારે પહેરી લઇશ. જોકે ટીમની બસમાં સમયથી પહોંચવાની ઉતાવળમાં રોહિત શર્મા હોટલમાં જ રીંગને ભૂલી ગયો હતો. રોહિત શર્મા પોતાની વેડીંગ રીંગને ભૂલી તો ગયો પરંતુ તેની, આ ભૂલને વિરાટ કોહલીએ પ્રસરાવી દીધી હતી.

મોડા સુધી ઉંઘવાની આદતે ભૂલ કરાવી

શર્માએ કહ્યુ, નવા નવા લગ્ન કર્યા હતા યાર, રીંગ પહેરવાની આદત નહોતી. જેથી નવા સવા લગ્ન હતા એટલે રાત્રે રીંગ નિકાળીને સુઇ જતો હતો. મને મોડા સુધી સુવાની ખરાબ આદત છે, સાથે જ એરપોર્ટ જલ્દી જવાનુ હતું. હું સાથીઓને પણ કહુ છુ કે, એરપોર્ટ કે ટ્રેનીંગ માટે નિકળતા પહેલા એક કોલ કરતા રહો અથવા હોટલમાં મારો રુમ ખટખટાવતા રહો. તે દિવસે એવુ કંઇ થયુ નહી. હું મોડો થઇ ગયો અને નિકળી પડ્યો.

ભજ્જીની મદદ થી રીંગ પરત મેળવી

રોહિત આગળ વાત કરતા કહ્યુ કે, ઉમેશ યાદવની આંગળી પર તેની રીંગ જોઇને તેને અહેસાસ થયો. કે પોતાની વેડીંગ રીંગ હોટલમાં જ ભૂલી આવ્યો છે. તેણે રીંગને પરત મેળવવા માટે હરભજન સિંહની મદદ માંગી હતી. જોકે પુરી ટીમને આ પ્રકરણનો ખ્યાલ આવ્યો અને વિરાટ કોહલી એ વાતને મોટી બનાવી દીધી હતી.

તેણે કહ્યુ કે, ઉમેશ યાદવ મારી પાસેથી પસાર થયો હતો અને તેના હાથમાં વેડિંગ રીંગ જોવા મળી. તો હું બોલી ઉઠ્યો હતો કે, ઓ યાર રીંગ ભૂલી ગયો. મે ભજ્જૂ પા ને સાઇડમાં લીધો હતો. તેને કહ્યુ, તમારો ઓળખાણ વાળો હતો હોટલમાં કોઇ એને બોલો, કદાચ રીંગ મળી જાય. આ વાત ધીરે ધીરે સૌને ખબર પડી ગઇ હતી. પછી તો વિરાટે ખૂબ મોટા સમાચાર બનાવી દીધા હતા.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">