WI vs IND: રોહિત શર્માએ બેટિંગ ક્રમ બદલીને 12 વર્ષ જૂની યાદ તાજી કરાવી, 7 નંબરે મેદાને ઉતરી અણનમ રહ્યો
India Vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સિરીઝનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બાર્બાડોઝમાં શ્રેણીની પ્રથમ વનડે મેચ રમાઈ હતી, ભારતે 5 વિકેટે જીત મેળવી હતી. આમ ભારતીય ટીમે વનડે શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સિરીઝનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બાર્બાડોઝમાં શ્રેણીની પ્રથમ વનડે મેચ રમાઈ હતી, જેમાં ભારતે 5 વિકેટે જીત મેળવી હતી. આમ ભારતીય ટીમે વનડે શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં ઈશાન કિશને ઓપનર તરીકે ઉતરતા શાનદાર અડધી સદી નોંધાવી છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયામાં બાર્બાડોઝમાં રમાયેલી મેચમાં યુવા ખેલાડીઓને વધારે તક આપી હતી. સુકાની રોહિત શર્માએ બેટિંગ કરવા માટે ઉતરવા માટે પોતાનો ક્રમ બદલી નાંખ્યો હતો. તે ઓપનર તરીકે નહીં પરંતુ નિચલા મધ્યમ ક્રમમાં બેટિંગ કરતા જોવા મળ્યો હતો.
સુકાની રોહિત શર્મા બેટિંગ કરવા માટે છેક 7માં ક્રમે ઉતર્યો હતો. રોહિત શર્માના બદલે ઓપનર તરીકે શુભમન ગિલ અને ઈશાન કિશન ઉતરતા સૌને આશ્ચર્ય લાગી રહ્યુ હતુ. શુભમન ગિલે વિકેટ ગુમાવતા જ એમ હતુ કે વિરાટ કોહલી અથવા રોહિત શર્મા ત્રીજા ક્રમે બેટિંગ કરવા માટે ઉતરશે. પરંતુ એમ પણ ના થયુ અને સૂર્યાકુમાર યાદવ બેટિંગ કરવા માટે આવ્યો હતો. ત્યાર બાદ હાર્દિક પંડ્યા અને બાદમાં રવિન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. આમ હાર્દિક, જાડેજા અને શાર્દૂલને ઉપરના ક્રમે બેટિંગ કરવા માટે મોકલ્યા હતા.
12 વર્ષ જૂની યાદ તાજી થઈ
વિરાટ કોહલી બેટિંગ કરવા માટે મેદાને ઉતર્યો જ નહોતો. સામાન્ય રીતે વિરાટ કોહલી ત્રીજા ક્રમે બેટિંગ કરતો હોય છે, આ ક્રમે સૂર્યા બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે ખાસ પ્રદર્શન કર્યુ નહોતુ. રોહિત શર્મા 7માં ક્રમે બેટિંગ કરવા માટે પહોંચ્યો હતો અને તેણે અણનમ 12 રન નોંધાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્મા અણનમ રહી ટીમને વિજય અપાવીને પરત ફર્યા હતા.
આ પહેલા રોહિત શર્મા વર્ષ 2011 માં 7માં ક્રમે બેટિંગ કરી હતી., તે વખતે દક્ષિણ આફ્રિકા સામે રોહિત શર્માએ 9 રન નોંધાવ્યા હતા. જોકે રોહિત શર્મા ઝડપથી વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. હવે 12 વર્ષ બાદ રોહિત શર્મા આ ક્રમે બેટિંગ કરવા માટે ઉતર્યો હતો અને અણનમ રહીને પરત ફર્યો છે. રોહિત શર્માએ 7માં ક્રમે બેટિંગ કરવાને લઈ પોતાની ડેબ્યૂ મેચને યાદ કરી હતી. સવાલના જવાબદમાં તેણે બતાવ્યુ હતુ કે, ડેબ્યૂ મેચમાં રોહિત શર્માએ આ ક્રમે બેટિંગ કરી હતી અને માત્ર 8 રન નોંધાવ્યા હતા.
5 વિકેટ ભારતનો વિજય
વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. 50 ઓવરની મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 23 ઓવરની રમતમાં 114 રનમાં જ સમેટાઈ ગઈ હતી. કુલદીપ યાદવે 4 વિકેટ અને જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે આસાન લક્ષ્ય સામે 5 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.