T20 વર્લ્ડ ચેમ્પિયન બનવાની જ રાહ જોઈ રહ્યો હતો કેપ્ટન રોહિત શર્મા ! હવે કરી દીધી આ મોટી જાહેરાત, જુઓ Video

|

Jun 30, 2024 | 6:25 AM

વિરાટ કોહલીની નિવૃત્તિના આઘાતમાંથી ચાહકો હજુ બહાર ન આવ્યા હતા, ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ભારતને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા પછી, આ બંને દિગ્ગજોએ તેમની T20 કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું.

T20 વર્લ્ડ ચેમ્પિયન બનવાની જ રાહ જોઈ રહ્યો હતો કેપ્ટન રોહિત શર્મા ! હવે કરી દીધી આ મોટી જાહેરાત, જુઓ Video

Follow us on

29 જૂન 2024ની રાત ભારતીય ક્રિકેટમાં કાયમ માટે અમર બની ગઈ. પહેલા, ભારતે 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ જીત્યો અને એક કલાકની અંદર, પહેલા વિરાટ કોહલી અને પછી રોહિત શર્માએ પણ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે આ બંને દિગ્ગજ ક્યારેય ભારતીય ટીમ માટે ભૂરી જર્સીમાં ટી-20 મેચ રમતા જોવા મળશે નહીં. જ્યારે વિરાટ કોહલીએ મેદાન પર જ નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારે રોહિત શર્માએ મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સામે તેની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

વિજય મેળવ્યા બાદ રોહિત શર્માએ સત્તાવાર કરી જાહેરાત

રોહિતેનિવૃત્તિ અંગે મન બનાવી લીધું હતું. તે માત્ર ભારત ચેમ્પિયન બને તેની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તે પહેલા વિરાટે બોમ્બ ફોડી નાખ્યો. ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકા સામે સાત રને રોમાંચક વિજય મેળવ્યા બાદ રોહિત શર્માએ સત્તાવાર એક ઇંટરવ્યૂમાં જણાવ્યું કે તે આગલી રાતે ઊંઘી શક્યો ન હતો. તે આખી રાત પોતાનો નિર્ણય બદલતો રહ્યો.

આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ

ત્રણ વર્ષથી કરી સખત મહેનત

ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ભાવુક થઈ ગયા અને કહ્યું કે તેમની ટીમે માત્ર ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેના માટે સખત મહેનત પણ કરી રહી છે. તેણે કહ્યું, ‘હું સમજાવી શકતો નથી કે હું અત્યારે કેવું અનુભવું છું. શબ્દોમાં સમજાવી શકતા નથી. કાલે રાત્રે હું ઊંઘી શક્યો નહીં. હું કોઈપણ કિંમતે જીતવા માંગતો હતો. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં આપણે કેટલી મહેનત કરી છે તે કહેવું મુશ્કેલ છે. આ માત્ર આજની વાત નથી, તેની પાછળ ત્રણ-ચાર વર્ષની મહેનત છે.

હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું – રોહિત

ગયા વર્ષે વન ડે વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારને તે ભૂલી શક્યો નથી. તેણે કહ્યું, ‘અમે ઘણી દબાણથી ભરેલી મેચોમાં જીતી શક્યા નથી. ખેલાડીઓ જાણે છે કે દબાણમાં શું કરવું જોઈએ અને આજે તેનું ઉત્તમ ઉદાહરણ હતું. અમે સાથે ઉભા રહ્યા. વિરાટના ફોર્મ પર કોઈને શંકા નહોતી. મોટા પ્રસંગોએ મોટા ખેલાડીઓ આ રીતે રમે છે. છેવટ સુધી અડગ રહેવું જરૂરી હતું. આ એવી વિકેટ નહોતી જે ફ્રી રહી રમી હોય. હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે છેલ્લી ઓવર ખૂબ જ સારી રીતે ફેંકી હતી. મને ટીમ પર ગર્વ છે. આ સાથે ચાહકોનો પણ આભાર. ન્યુયોર્કથી બાર્બાડોસ અને ભારતમાં પણ.

Next Article