Rishabh Pant હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ થયો ભાવુક, કહ્યું- પહેલીવાર આવું લાગ્યું
ઋષભ પંતનો (Rishabh Pant) 30 ડિસેમ્બરે રૂડકી જતી વખતે એક્સીડેન્ટ થયો હતો, જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને ત્યારબાદ તેને પહેલા દેહરાદૂનની અને પછી મુંબઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થવા જઈ રહી છે. ચાર ટેસ્ટ મેચોની આ સિરીઝમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળશે. જો કોઈ જોવા નહીં મળે તો તે છે ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત, જેણે ભારતને છેલ્લી સિરીઝમાં ઐતિહાસિક જીત અપાવી હતી. 30 ડિસેમ્બરના રોજ રોડ એક્સિડેન્ટમાં ખરાબ રીતે ઘાયલ થવાને કારણે પંત હોસ્પિટલમાં દાખલ છે અને તે આ સિરીઝમાં રમી શકશે નહીં. પરંતુ સીરીઝની શરૂઆત પહેલા જ પંતે પોતાની સ્થિતિ વિશે અપડેટ આપી છે, જેનાથી ભારતીય ફેન્સ ખૂબ જ ખુશ થશે.
મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ પંતે મંગળવાર, 7 ફેબ્રુઆરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેના પરથી ખબર પડે છે કે તે એક્સીડેન્ટ બાદ પહેલી વખત હોસ્પિટલના રૂમમાંથી બહાર આવ્યો છે. પંતે આ તસવીર સાથે લખ્યું કે, ક્યારેય ખબર ન હતી કે બહાર બેસીને તાજી હવામાં શ્વાસ લેવો આટલું સારું લાગશે.
ફેન્સનો માન્યો આભાર
પંત તરફથી હાલમાં જ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. થોડા દિવસો પહેલા પંતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા જણાવ્યું હતું કે તેની સર્જરી સફળ રહી છે અને તેને સારું લાગી રહ્યું છે. પંતે ફેન્સની પ્રાર્થના માટે આભાર માન્યો હતો. તેમજ એક્સીડેન્ટ સમયે મદદ માટે આવેલા લોકોનો પણ આભાર માન્યો હતો.
I am humbled and grateful for all the support and good wishes. I am glad to let you know that my surgery was a success. The road to recovery has begun and I am ready for the challenges ahead. Thank you to the @BCCI , @JayShah & government authorities for their incredible support.
— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023
ઋષભ પંતને મેદાન પર પાછા ફરવામાં ઘણો સમય લાગશે કારણ કે તેના બંને ઘૂંટણમાં લિગામેન્ટ ટીયર હતા, જેના માટે સર્જરીની જરૂર હતી. આ સિવાય તેના પગ, માથા અને કાંડામાં પણ ઈજા થઈ હતી. તેને લિગામેન્ટની ઈજામાંથી સાજા થવામાં સૌથી વધુ સમય લાગશે, જેના કારણે તે આઈપીએલ 2023 રમી શકશે નહીં, જ્યારે તે પછી પણ તેના પરત ફરવા વિશે કોઈ સ્પષ્ટતા નથી.
I may not have been able to thank everyone individually, but I must acknowledge these two heroes who helped me during my accident and ensured I got to the hospital safely. Rajat Kumar & Nishu Kumar, Thank you. I’ll be forever grateful and indebted 🙏♥️ pic.twitter.com/iUcg2tazIS
— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023
રૂડકી જતી વખતે થયો એક્સીડેન્ટ
ટીમ ઈન્ડિયાના ધાકડ વિકેટકીપર બેટ્સમેનને ગયા વર્ષે 30 ડિસેમ્બરે દિલ્હીથી રૂડકી જતી વખતે ભયાનક એક્સીડેન્ટ થયો હતો. પંત પોતે પોતાની મર્સિડીઝ એસયુવી ચલાવીને રૂડકી જઈ રહ્યો હતો, પરંતુ રૂડકી પહેલા લગભગ 5.30 વાગ્યે દેહરાદૂન હાઈવે પર તેમની કાર ખરાબ રીતે પલટી ગઈ અને તરત જ આગ લાગી ગઈ. પંતે કોઈક રીતે પોતાની જાતને બહાર કાઢી, ત્યારબાદ કેટલાક સ્થાનિક લોકો અને હરિયાણા રોડવેઝ બસના ડ્રાઈવર અને કંડક્ટરે પણ તેની મદદ કરી.
આ પણ વાંચો : WPL Auction: 409 ખેલાડીઓ પર લાગશે બોલી, આ તારીખે મુંબઈમાં યોજાશે પ્રથમ હરાજી, વાંચો તમામ ખેલાડીઓના નામ
મુંબઈમાં ચાલી રહી છે સારવાર
પંતને શરૂઆતમાં રૂડકીની જ એક હોસ્પિટલમાં લઈ જઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેને દેહરાદૂનની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. અહીં થોડા દિવસોની સારવાર પછી BCCIની મેડિકલ ટીમની સલાહ પર તેમને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના ઘૂંટણની સર્જરી કરવામાં આવી. ત્યારથી પંત હોસ્પિટલમાં છે અને ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.