Rishabh Pant Injury : રિષભ પંતને વર્લ્ડ કપમાં રમાડવા BCCI લગાવી રહ્યું છે પૂરી તાકાત, લક્ષ્મણની છે ખાસ નજર

રિષભ પંતનો ગયા વર્ષે 30 ડિસેમ્બરે કાર અકસ્માત થયો હતો અને ત્યારથી તે ક્રિકેટથી દૂર છે. આ કારણે તે IPL અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમી શક્યો નહોતો. હાલ તે NCAમાં છે અને જલદી સાજો થવા માટે પ્રયાસ કરી રહ્યો છે.

Rishabh Pant Injury : રિષભ પંતને વર્લ્ડ કપમાં રમાડવા BCCI લગાવી રહ્યું છે પૂરી તાકાત, લક્ષ્મણની છે ખાસ નજર
Rishabh Pant in NCA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 9:52 PM

રિષભ પંત ગયા વર્ષે 30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઘાયલ થતાં ભારતીય ક્રિકેટને આઘાત લાગ્યો હતો. આ અકસ્માતમાં પંતને એટલી ગંભીર ઈજા થઈ હતી કે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. આ કારણે પંત IPL 2023માં રમી શક્યો નહોતો. આ સિવાય તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ રમી શક્યો ન હતો. તેની રિકવરીને લઈ હાલ સારા સમાચાર સામે આવ્યા છે.

પંત હાલમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. તે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તેની ઝડપી રિકવરી જોઈને BCCI ઓફિશિયલ્સ અને ડોકટર પણ શોકમાં છે. પંતને Ligaments ઇન્જરી થઈ હતી, જેના માટે તેની સર્જરી પણ કરવામાં આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ODI વર્લ્ડ કપ પર નજર

વેબસાઈટ ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, BCCI પંતને ઝડપથી રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તે આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે તૈયાર થઈ શકે. પંતના સ્વસ્થ થવામાં ઘણો સમય લાગશે. તેના વિશે એવા અહેવાલ હતા કે તે 2023માં કોઈ ક્રિકેટ રમી શકશે નહીં. પંતે હાલમાં જ ચાલવાનું શરૂ કર્યું છે. પંત ફિઝિયો એસ રજનીકાંત સાથે કામ કરી રહ્યો છે અને આ સમયે તેનું ધ્યાન પંતના શરીરને ઠીક કરવા પર છે.

રજનીકાંત એ જ ફિઝિયો છે જેણે અગાઉ હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને મુરલી વિજય સાથે તેમની ઇજાઓ પર કામ કર્યું છે. પંતની રિકવરીમાં એક્વા થેરાપી, લાઇટ સ્વિમિંગ, ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ એશિયા કપની જાહેરાત થતા જ ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર, બે સ્ટાર ખેલાડીઓ કરશે વાપસી

NCAમાં લક્ષ્મણની દેખરેખ હેઠળ પંત

પંત દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેનો અકસ્માત થયો હતો. આ પછી તેણે મુંબઈમાં સર્જરી કરાવી અને પછી NCA ગયો.નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ VVS લક્ષ્મણની દેખરેખ હેઠળ પંતની સંપૂર્ણ સંભાળ રાખવામાં આવી રહી છે અને તે શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">