એશિયા કપની જાહેરાત થતા જ ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર, બે સ્ટાર ખેલાડીઓ કરશે વાપસી

જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર બંને ઈજાના કારણે ક્રિકેટથી દૂર છે પરંતુ આ બંને વિશે એક સારા સમાચાર આવ્યા છે જે ટીમ ઈન્ડિયાને રાહત આપશે.

એશિયા કપની જાહેરાત થતા જ ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર, બે સ્ટાર ખેલાડીઓ કરશે વાપસી
Bumrah and Shreyas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 8:40 PM

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ગુરુવારે આ વર્ષે યોજાનાર એશિયા કપની તારીખોની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સાથે ભારત માટે પણ સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમ હાલ ઈજાઓથી પરેશાન છે. જસપ્રીત બુમરાહ ટીમના મુખ્ય બોલરોમાંથી એક છે પરંતુ તે ઈજાના કારણે લાંબા સમયથી બહાર છે. તેના સિવાય ટીમનો યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત છે અને મેદાનથી દૂર છે. હવે આ બંને વિશે એવા સમાચાર આવ્યા છે કે ચાહકો ખુશ થઈ જશે.

બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી. ગયા વર્ષે તેને આ ઈજા થઈ હતી જેના કારણે તે T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યો નહોતો. તે IPL પણ રમી શક્યો ન હતો. તો બીજી તરફ અય્યરને પણ પીઠમાં ઈજા થઈ છે અને તે પણ આ ઈજાને કારણે IPL રમી શક્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

એશિયા કપમાં વાપસી થઈ શકે છે

વેબસાઈટ ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, બુમરાહ અને અય્યરે હાલમાં જ સર્જરી કરાવી છે અને આ બંને ખેલાડીઓ એશિયા કપમાં વાપસી કરી શકે છે. NCAનો મેડિકલ સ્ટાફ આ બંને પર નજર રાખી રહ્યો છે અને મેડિકલ સ્ટાફ ખૂબ જ સકારાત્મક છે કે બંને એશિયા કપમાં પુનરાગમન કરી શકે છે. બુમરાહે ન્યૂઝીલેન્ડમાં તેની સર્જરી કરાવી હતી. તેણે માર્ચમાં આ સર્જરી કરાવી હતી. તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી ક્રિકેટ રમી નથી.

બુમરાહ હાલમાં ફિઝિયોથેરાપી સેશનમાં ભાગ લઈ રહ્યો છે. તાજેતરમાં તેણે હળવી બોલિંગ કરવાનું શરૂ કર્યું છે. જ્યારે અય્યરને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટમાં ઈજા થઈ હતી. લંડનમાં તેની સર્જરી થઈ હતી અને તે પણ હાલમાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ વખત થશે ટક્કર? જાણો કેવી રીતે

વનડે વર્લ્ડ કપ પર પણ નજર

જો બુમરાહ અને અય્યર એશિયા કપમાં વાપસી કરશે તો ટીમ ઈન્ડિયા માટે આ એક સારા સમાચાર હશે કારણ કે એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયાએ વનડે વર્લ્ડ કપ રમવાનો છે. આ વર્લ્ડ કપમાં બુમરાહ અને અય્યરની ભૂમિકા મહત્વની રહેશે અને જો આ બંને એશિયા કપ રમશે તો ઈજા બાદ બંનેને લયમાં આવવાની તક મળશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">