IND vs ENG: ઋષભ પંતે કહ્યુ ‘મગજ ના વાપર્યુ’ એટલે જ જીત નસીબ થઈ, ઈંગ્લેન્ડ સામે જીતની ‘હિરોગીરી’-Video

ઋષભ પંત (Rishabh Pant) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે મળીને 133 રનની ભાગીદારી કરી, જેણે 72 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવવા સાથે મુશ્કેલીમાં મુકાયેલી ભારતીય ટીમને ઉગારી અને ત્રીજી ODI જીતી.

IND vs ENG: ઋષભ પંતે કહ્યુ 'મગજ ના વાપર્યુ' એટલે જ જીત નસીબ થઈ, ઈંગ્લેન્ડ સામે જીતની 'હિરોગીરી'-Video
Rishabh Pant એ હાર્દિક પંડ્યા સાથે મહત્વની ભાગીદારી નોંધાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 11:15 PM

જાન્યુઆરી 2021માં બ્રિસ્બેનના ગાબા મેદાનમાં ઋષભ પંતે (Rishabh Pant) મિડ-ઓફ તરફ બાઉન્ડ્રી ફટકારતાની સાથે જ મુશ્કેલ સમયમાં પોતાની રમતનો પરિચય કરાવી દીધો હતો. ભારતીય ક્રિકેટની એ ઐતિહાસિક જીત સાથે પંતની ઈનીંગ યાદગાર હતી. આ પછી પણ ઋષભ પંત ના બેટમાંથી કેટલીક એવી ઇનિંગ્સ નીકળી, જે સતત પોતાના કૌશલ્યને પુરવાર કરતી રહી. આવી જ એક ઈનિંગ્સ 17 જુલાઈ, રવિવારે માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ (India Vs England) વિરુદ્ધ નિર્ણાયક ODI માં જોવા મળી હતી, જ્યાં ઋષભ પંતે બ્રિસબેન ટેસ્ટની શૈલીમાં શાનદાર ઈનિંગ્સ રમીને ટીમને જીત તરફ દોરી હતી.

માન્ચેસ્ટરની આ જીતમાં, પંતે માત્ર ટીમને સફળતા સુધી પહોંચાડી ન હતી, પરંતુ શાનદાર સદી (અણનમ 125) પણ ફટકારી હતી. જે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી છે. પંતની આ ઇનિંગની ખાસ વિશેષતા તેની સમજદારી ભરી બેટિંગ અને હાર્દિક પંડ્યા સાથે 133 રનની જબરદસ્ત ભાગીદારી રહી હતી, જેણે 72 રનમાં 4 વિકેટની સ્થિતિમાંથી બહાર આવીને ભારતને જીત સુધી પહોંચાડ્યું હતું.

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

એક ફંડા, બહુ મગજ ના ચલાવો

પંતની આ ઇનિંગ અને હાર્દિક સાથેની ભાગીદારીનું દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વિશ્લેષણ કરીને સમજવા અને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પંતે પોતે હાર્દિક સાથેની ભાગીદારી વિશે આવી વાત કહી છે, જે દર્શાવે છે કે બંને કેટલા સ્પષ્ટ મનના હતા. ભારતની જીત બાદ BCCIએ એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં પંત તેના વિશે વાત કરે છે.

જેમાં પંતે કહ્યુ, હાર્દિક સાથે એ જ વાત થઈ હતી કે બળજબરી પૂર્વક કંઈ નહીં કરે. ઈંગ્લેન્ડની ટીમ ઈચ્છતી હતી કે અમે કેટલાક ખોટા શોટ રમીએ. અમે બોલના હિસાબે શોટ રમવાની વાત કરી રહ્યા હતા. મગજને વધારે ન ચલાવો.

કેપ્ટન પણ બંનેથી ખુશ

પંતનું કહેવું છે કે મગજ નહી ચલાવવાનુ અને માત્ર બોલના હિસાબે શોટ રમીએ, આ પણ મગજ ચલાવીને જ તૈયાર કરેલી વ્યૂહરચના છે. સ્વાભાવિક છે કે, ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ તેની વિચારસરણી, સમજણ અને પછી તેમના મેદાનમાં ઉતારવાથી ખુશ હતો. તેણે કહ્યું, શ્રેણી દાવ પર હતી અને હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે જે પ્રકારની ઇનિંગ્સ રમી તે ખરેખર અદ્ભુત હતી. તેની બેટિંગ જોઈને આનંદ થયો.

રોહિતની કેપ્ટનશિપની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે

કેપ્ટન રોહિતના નેતૃત્વ વિશે વાત કરવી પણ જરૂરી છે, જેને ખાસ કરીને કોચ રાહુલ દ્રવિડ અને હાર્દિક પંડ્યા દ્વારા તે વાત પ્રકાશિત કરવામાં આવી હતી. દ્રવિડે કહ્યું, આ જીત માટે સમગ્ર ટીમ અને કેપ્ટન રોહિતને જબરદસ્ત શ્રેય. તેણે (રોહિત) કેટલીક શાનદાર વ્યૂહરચનાઓનો ઉપયોગ કર્યો, જેણે અમને સફળ થવામાં મદદ કરી.

સાથે જ હાર્દિકે કહ્યું કે, આજે તે દિવસ હતો, મેં જે પણ પ્રયાસ કર્યો તે સફળતામાં બદલાઈ ગયો. રોહિત શર્માએ પણ મારો સારો ઉપયોગ કર્યો. રોહિત શર્માની કેપ્ટનશિપ શાનદાર રહી હતી.

જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
g clip-path="url(#clip0_868_265)">