Ashes 2023: ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, સ્ટુઅર્ટ બ્રોડની વિદાય
એશિઝ 2023ની પાંચમી ટેસ્ટ મેચ સમાપ્ત થતાની સાથે સીરિઝ પણ સમાપ્ત થઈ હતી. અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવી ટેસ્ટ શ્રેણી ડ્રો કરી હતી. સાથે જ સ્ટાર બોલર સ્ટુઅર્ટ બ્રોડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ઈંગ્લેન્ડ (England) ક્રિકેટ ટીમે ઓવલ મેદાન પર રમાયેલી એશિઝ શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 49 રને હરાવ્યું હતું. આ સાથે જ પાંચ મેચની શ્રેણી 2-2થી બરાબર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન ટીમ જોકે અગાઉની એશિઝ શ્રેણી (Ashes 2023) જીતી હોવાથી એશિઝ ટ્રોફી જાળવી રાખવામાં સફળ રહી છે. પોતાની અંતિમ ટેસ્ટમાં સ્ટુઅર્ટ બ્રોડે (Stuart Broad) છેલ્લી બે વિકેટ લઈ ઈંગ્લેન્ડને યાદગાર જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયાને જીતવા 384 રનનો લક્ષ્યાંક
આ મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 384 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ મુલાકાતી ટીમ સોમવારે પાંચમા અને છેલ્લા દિવસે તેની બીજી ઈનિંગમાં 334 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈંગ્લેન્ડે સ્ટુઅર્ટ બ્રોડને વિજયી વિદાય આપી છે. બ્રૉડે કહ્યું હતું કે આ તેના આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી મેચ છે.
🏴 ENGLAND WIN! 🏴
A truly incredible Ashes series comes to an end…
Well played, @CricketAus 🤝 #EnglandCricket | #Ashes pic.twitter.com/W5oL5NrYao
— England Cricket (@englandcricket) July 31, 2023
બે ટેસ્ટમાં હાર બાદ ઇંગ્લેન્ડનું શાનદાર કમબેક
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી. ત્યારબાદ લીડ્ઝમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી.ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. પાંચમી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે આ મેચ જીતીને ઘરઆંગણે પોતાની વિશ્વસનીયતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ઇંગ્લિશ ખેલાડીઓ સફળ રહ્યા હતા.
અંતિમ દિવસે વોર્નર-ખ્વાજા જલ્દી આઉટ થયા
ઓસ્ટ્રેલિયાએ પાંચમા દિવસની શરૂઆત આઠ વિકેટના નુકસાને 135 રનથી કરી હતી. ડેવિડ વોર્નરે 58 રનથી આગળ અને ઉસ્માન ખ્વાજાએ 69 રન સુધી પોતાની ઇનિંગ્સને લંબાવી હતી. ટીમના ખાતામાં માત્ર પાંચ રન ઉમેરાયા હતા કે વોર્નર આઉટ થયો. તેણે 106 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 60 રનની ઇનિંગ રમી હતી. ખ્વાજા પણ 141ના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. ક્રિસ વોક્સે આ બંને બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. માર્નસ લાબુશેન ફરી એકવાર નિષ્ફળ ગયો અને 13 રન બનાવીને માર્ક વુડનો શિકાર બન્યો હતો.
A fairytale ending for a legend of the game.
Broady, thank you ❤️ #EnglandCricket | #Ashes pic.twitter.com/RUC5vdKj7p
— England Cricket (@englandcricket) July 31, 2023
સ્મિથ-હેડે બાજી સંભાળી હતી
ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસે ભાગીદારીમાં ટીમની કમાન સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે એક મોટી ભૂલ કરી અને સ્મિથને જીવનદાન આપ્યું. મોઈન અલીના બોલ પર સ્મિથનો કેચ લેગ સ્લિપ પર ઉભેલા સ્ટોક્સના હાથમાં ગયો, જેણે કેચ તો પકડ્યો પણ તરત જ બોલ છોડી દીધો. આ કેચ પૂરો થઈ શક્યો ન હોવાથી સ્મિથને આઉટ આપવામાં આવ્યો ન હતો.
અલી-વોકસની દમદાર બોલિંગ
અલીએ હેડને અડધી સદી ફટકારવા દીધી ન હતી. તે 70 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ વોક્સે સ્મિથને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. સ્મિથની વિકેટ 274ના કુલ સ્કોર પર પડી હતી. સ્મિથે 94 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.
🏴 Matches: 1️⃣6️⃣7️⃣ ☝️ Wickets: 6️⃣0️⃣2️⃣ 🏏 Runs: 3️⃣6️⃣5️⃣4️⃣
🏆 4x Ashes wins 🌍 1x T20 World Cup
🎖️ MBE for services to cricket
Thank you, Broady ❤️
— England Cricket (@englandcricket) July 29, 2023
આ પણ વાંચો : હજારો લોકોની સામે સ્મૃતિ મંધાનાને તેની ગર્લફ્રેન્ડ કહી, પછી કહ્યું I Love You, જુઓ Video
પોતાની અંતિમ ટેસ્ટમાં બ્રોડે ઈંગ્લેન્ડને આપવી જીત
અહીંથી ઓસ્ટ્રેલિયન ટીમ લડી હતી પરંતુ જીતી શકી નહોતી. 274ના કુલ સ્કોર પર મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ તરીકે આઉટ થયો હતો. મિચેલ સ્ટાર્ક પણ એક રન બાદ પેવેલિયન પરત ફર્યો હતો. માર્શે છ રન બનાવ્યા ત્યારે સ્ટાર્ક ખાતું પણ ખોલી શક્યો નહોતો. 294ના કુલ સ્કોર પર કેપ્ટન પેટ કમિન્સ અલીનો શિકાર બન્યો હતો. આ પછી ઈંગ્લેન્ડને બે વિકેટની જરૂર હતી અને પોતાની છેલ્લી મેચ રમી રહેલા બ્રોડે પહેલા ટોડ મર્ફી અને પછી એલેક્સ કેરીને પેવેલિયન મોકલીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સનો અંત આણ્યો હતો.