AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : આખરે IPL પર પ્રતિબંધ મુકાયો! ચાહકો હવે લાઈવ મેચ જોઈ શકશે નહીં, જાણો કેમ લેવામાં આવ્યો આટલો મોટો નિર્ણય

એક્શનનું રિએક્શન તો આવવાનું જ હોય છે. મીડિયા રિપોર્ટ મુજબ એક મોટો નિર્ણયની અસર હવે જોવા મળવાની છે. જે નિર્ણય 24 એપ્રિલના રોજ લેવામાં આવ્યો હતો અને 3 મેના રોજ તેનું રિએક્શન પણ સામે આવ્યું છે.

IPL 2025 : આખરે IPL પર પ્રતિબંધ મુકાયો! ચાહકો હવે લાઈવ મેચ જોઈ શકશે નહીં, જાણો કેમ લેવામાં આવ્યો આટલો મોટો નિર્ણય
| Updated on: May 04, 2025 | 12:06 PM
Share

આઈપીએલમાં પ્રતિંબંધ મુકવામાં આવ્યો છે. આ સમાચાર વાંચી ભારતીય ક્રિકેટ ચાહકોએ નિરાશ થવાની કે દુખી થવાની જરુર નથી. મીડિયા રિપોર્ટ મુજબ આઈપીએલ મેચનું લાઈવ પ્રસારણ સરહદ પાર બંધ કરવામાં આવ્યું છે. પાડોશી દેશના લોકો હવે આઈપીએલની મજા માણી શકશે નહી. અમારા કહેવાનો મતલબ એ છે કે, તેના માટે પાકિસ્તાનમાં આઈપીએલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ આને લઈ આશંકા ત્યારથી કરવામાં આવતી હતી. જ્યારે ભારતમાં પાકિસ્તાન સુપર લીગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સીધા શબ્દોમાં કહીએ તો પાકિસ્તાન દ્વારા આઈપીએલને પર પ્રતિબંધ એ PSL અંગે ભારતની કાર્યવાહીનું પરિણામ છે, બીજું કંઈ નહીં.

પહેલગામ હુમલા પછી, સ્પોર્ટ્સનું પ્રસારણ મુશ્કેલીમાં મુકાયું છે!

ભારત-પાકિસ્તાનના સંબંધો તો પહેલાથી જ ખરાબ હતા. 22 એપ્રિલના રોજ પહેલાગમમાં થયેલા આતંકી હુમલાએ આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છએ.આ ઘટના બાદ ભારતમાં પાકિસ્તાની ખેલાડીઓના સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કરવાથી લઈ PSLના પ્રસારણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઈન્ડિયન બ્રોડકાસ્ટર્સ ફૈનકોડ, સોની સ્પોર્ટ્સ નેટવર્કે PSLના પ્રસારણ રોકી દીધું છે. બાબાર આઝમ જેવા સ્ટાર ખેલાડીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે.

ભારતે PSL બંધ કર્યું,

ભારત દ્વારા લેવામાં આવેલા એક્શનનું રિએક્શન હવે પાકિસ્તાની તરફથી પણ જોવા મળ્યું છે. જેના હેઠળ તેમણે આઈપીએલ પર પ્રતિબંધ મુક્યો છે. પાકિસ્તાનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે,આઈપીએલના આધિકારિક પાર્ટનર ટૈમમૈડે 3 મેના રોજ આઈપીએલના પ્રસારણ રોકવાની જાહેરાત કરી હતી. ટૈપમૈડની આ જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયું કે, પાકિસ્તાની ચાહકો હવે આઈપીએલની મેચનું લાઈવ એક્શન જોઈ શકશે નહી.

ભારતમાં PSLના આધિકારિક પાર્ટનર ફૈનકોડે પહેલગામના હુમલાના 2 દિવસ બાદ એટલે કે, 24 એપ્રિલના મેચનું પ્રસારણ રોકી દીધું હતુ. પાકિસ્તાને તેના એક અઠવાડિયા બાદ આ પગલું ભર્યું છે.તેના IPL પર પ્રતિબંધ મુકાયાના સમાચાર છે. જોકે, આ પ્રતિબંધ ક્યારે સમાપ્ત થશે તે હજુ સ્પષ્ટ નથી.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો
અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
g clip-path="url(#clip0_868_265)">