RCB vs MI, IPL 2021 Match Prediction: આજે આઇપીએલમા જબરદસ્ત જંગ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીમ વચ્ચે જામશે ટક્કર

IPL 2021 માં આજે થનારી ટક્કર આ બંને ટીમોની બીજી ટક્કર હશે. અગાઉની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડીયન્સને 2 વિકેટે હરાવ્યું હતું.

RCB vs MI, IPL 2021 Match Prediction: આજે આઇપીએલમા જબરદસ્ત જંગ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીમ વચ્ચે જામશે ટક્કર
Virat Kohli-Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 9:52 AM

આજે IPL 2021 ની પીચ પર, ભારતના વર્તમાન T20 કેપ્ટનની ટક્કર ભાવી T20 કેપ્ટનની ટીમ સાથે થવા જઈ રહી છે. દુબઈમાં દાવ પર લાગશે જીત અને આજે વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) આમને સામને હશે. આઈપીએલ 2021 નો પહેલો હાફ આ બંને કેપ્ટનોની ટીમો માટે જેટલો સારો હતો. એટલી બીજા હાફની શરૂઆત પણ તેમના માટે નિરાશાજનક રહી છે.

વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore ) અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડીયન્સે (Mumbai Indians) અત્યાર સુધી બીજા હાફમાં 2-2 મેચ રમી છે. પરંતુ જીત તેમના ખાતામાં નોંધાઇ નથી. હવે આજે આ બંને ટીમો બીજા હાફમાં પ્રથમવાર ટક્કર લઇ રહી છે. જીત માટે બંને ટીમોની ટક્કર જોવા જેવી રહેશે.

આઈપીએલ 2021 માં આજે થનારી ટક્કર આ બંને ટીમોની બીજી ટક્કર હશે. અગાઉની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડીયન્સને 2 વિકેટે હરાવ્યું હતું. જોકે છેલ્લી 5 મેચનો આંકડો મુંબઈ ઈન્ડીયન્સની સાથે છે. જેમાં મુંબઈ ઈન્ડીયન્સ 3-2 થી આગળ છે. આ દરમ્યાન, RCB એ સુપર ઓવરમાં એક મેચ જીતી જ્યારે તે ટાઈ રહી હતી. કુલ મળીને આ બંને ટીમો IPL ની પિચ પર 30 વખત ટકરાઈ છે. તેમાંથી રોહિતની મુંબઈ ઈન્ડીયન્સ 19 વખત જ્યારે વિરાટ કહોલીની RCB 11 વખત જીતી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેપ્ટન જ બંને ટીમોની અસલી તાકાત છે

મુંબઈ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તાકાતની વાત કરીએ તો બંનેની તાકાત તેમના કેપ્ટન છે. આ બંને IPL માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. BCCI ની આ લીગમાં 6000 રનનો આંકડો પાર કરનાર વિરાટ કોહલી એકમાત્ર બેટ્સમેન છે. આ સાથે જ રોહિત શર્મા પણ રેસની યાદીમાં ત્રીજા નંબરે છે. તેણે 5513 રન બનાવ્યા છે. આ સિવાય બંને ટીમના કેપ્ટન ઓપનિંગ કરે છે. એટલે કે ટીમને સારી શરૂઆત આપવાની જવાબદારી પણ તેમના જ ખભા પર રહેશે.

ટીમની તાકાત એક સમાન

જોવામાં આવે તો બંને ટીમો વચ્ચે ઘણી સામ્યતા છે, જે દર્શાવે છે કે બંનેની તાકાત સમાન છે. બંને ટીમોનું ઓપનિંગ કોમ્બિનેશન ડાબે-જમણે છે. વિરાટને ટેકો આપવા માટે આરસીબી પાસે પડિક્કલ છે, તો રોહિત સાથે મુંબઈ ઈન્ડીયન્સમાં ડાબોડી ડિકોક ઓપનીંગ કરે છે. આ સિવાય, જો RCB પાસે મિડલ ઓર્ડરમાં મેક્સવેલ અને ડી વિલિયર્સ જેવા યોદ્ધાઓ હશે, તો મુંબઈ કેમ્પમાં કિયરોન પોલાર્ડ હશે. જોકે, સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનનું ખરાબ ફોર્મ રોહિત શર્મા માટે ચોક્કસપણે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચોઃ IPL 2021: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ આ ખરાબ રેકોર્ડ પોતાના નામે કર્યો, 2011 બાદ પ્રથમ વાર થયુ આમ

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: પંજાબ કિંગ્સના ઝડપી બોલર શામી એ રાશિદ ખાનને હટાવી ટોપ-5 માં મેળવ્યુ સ્થાન, હર્ષલ પટેલનુ સ્થાન અડગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">