AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 Purple Cap: પંજાબ કિંગ્સના ઝડપી બોલર શામી એ રાશિદ ખાનને હટાવી ટોપ-5 માં મેળવ્યુ સ્થાન, હર્ષલ પટેલનુ સ્થાન અડગ

IPL 2021 ની પર્પલ કેપ (Purple Cap) ની રેસમાં RCB નો હર્ષલ પટેલ (Harshal Patel) લાંબા સમયથી નંબર-1 પર છે અને સતત પોતાની સ્થિતી મજબૂત કરી રહ્યો છે. તેના પછીના બોલરો વચ્ચે ટોપ-5 માં રહેવા તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે.

IPL 2021 Purple Cap: પંજાબ કિંગ્સના ઝડપી બોલર શામી એ રાશિદ ખાનને હટાવી ટોપ-5 માં મેળવ્યુ સ્થાન, હર્ષલ પટેલનુ સ્થાન અડગ
Mohammad Shami
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 9:36 AM
Share

IPL 2021 ના ​​લીગ રાઉન્ડમાં અત્યાર સુધીમાં 37 મેચ રમાઈ છે. લીગની ના બીજા તબક્કામાં શનિવારનો દિવસ ડબલ હેડર હતો જેમાં પહેલા રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઇ હતી. બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ મેચમાં દિલ્હી (Delhi Capitals) અને બીજી મેચમાં પંજાબે (Punjab Kings) જીત હાંસલ કરી હતી.

UAE માં ફરી એક વખત લીગ શરૂ થયા બાદ રોમાંચ વધી રહ્યો છે. પ્લેઓફ માટેની લડાઈ વધુ ટક્કર ભરી બની રહી છે. તેવી જ રીતે, પર્પલ કેપ માટે પણ રેસ જામી છે. આ કેપની રેસમાં ઘણા ખેલાડીઓ પોતાની તાકાત લગાવી રહ્યા છે.

પર્પલ કેપ શ્રેષ્ઠ બોલિંગ કરનારા બોલરોના માથાને સજે છે. દરેક બોલર પોતાની ટીમ માટે વધુ વિકેટ લેવાનો પ્રયત્ન કરે છે અને આ કેપ તેના નામે કરે છે. આ ખાસ પુરસ્કાર IPL ની પ્રથમ સિઝનથી બોલરોને આપવામાં આવે છે. પરંતુ તેને હાંસલ કરવા માટે બોલરોએ પોતાની પૂરી તાકાત લગાવવી પડે છે. પરસેવો પણ મેદાન પર રેડવો પડે છે. ત્યાર પછી આ જાંબલી ટોપી બોલરના માથા પર સજાવવામાં આવે છે.

ગત સિઝનમાં આ બોલરે મારી હતી બાજી

જે આઇપીએલની સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય તે બોલર આ કેપ મેળવવાનો હકદાર રહે છે. ટૂર્નામેન્ટ દરમ્યાન તેના હકદાર પ્રદર્શનના આધારે બદલાતા દરેક મેચ બાદ બદલાતા પણ રહેતા હોય છે. ગયા વર્ષે આ કેપ દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડાના માથા પર સજાવવામાં આવી હતી. જેણે 17 મેચમાં 30 વિકેટ લીધી હતી.

35 મેચ બાદ, પર્પલ કેપ માટે દાવેદારોની આ સ્થિતિ છે

સિઝનના પહેલા હાફના અંતે RCB ના હર્ષલ પટેલ (Harshal Patel) સાત મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપ રેસમાં મોખરે રહ્યો છે. બીજા તબક્કામાં પણ તે રેસમાં પ્રથમ નંબર પર બરકરાર છે. હર્ષલ પટેલે બીજા તબક્કામાં 19 વિકેટ સાથે પ્રથમ સ્થાન માટે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી. શનિવારે ડબલ હેડર મેચોના પરિણામ બાદ ટોપ ફાઇવ લીસ્ટમાં ફેરફાર થયો છે. મોહમંદ શામીએ ટોપ-5 ની યાદીમાં એન્ટ્રી મારી છે. તેણે રાશિદ ખાનને આ લીસ્ટથી બહાર કરી દીધો છે.

આ છે પર્પલ કેપના ટોચના 5 બોલર

1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 9 મેચ 19 વિકેટ 2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 10 મેચ 14 વિકેટ 3. ક્રિસ મોરિસ (રાજસ્થાન રોયલ્સ) – 8 મેચ 14 વિકેટ 4. મોહંમદ શામી (પંજાબ કિંગ્સ) – 10 મેચ 13 વિકેટ 5. અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ) – 8 મેચ 12 વિકેટ

આ પણ વાંચોઃ IPL 2021: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ આ ખરાબ રેકોર્ડ પોતાના નામે કર્યો, 2011 બાદ પ્રથમ વાર થયુ આમ

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: સંજૂ સેમસન ઓરેન્જ કેપની રેસમાં ઇન, ગાયકવાડ આઉટ, ધવન ‘શિખર’ પર બરકરાર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">