RCB વિક્ટ્રી પરેડ : લાખોની ભીડને સંભાળવા માટે માત્ર 5000 પોલીસ, બેંગલુરુમાં લાઠીચાર્જ પર ઉઠ્યા સવાલો
બેંગલુરુમાં RCBના IPL ચેમ્પિયન બન્યા બાદ યોજાયેલી વિક્ટ્રી પરેડ દરમિયાન થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. લાખોની ભીડને સંભાળવા માટે 5000 પોલીસકર્મીઓની તૈનાતી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનાએ કર્ણાટક સરકારની તૈયારીઓ અને ભીડ વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

બુધવારે બેંગલુરુમાં RCBની પ્રથમ IPL ટ્રોફી જીત્યા બાદ યોજાયેલી વિક્ટ્રી પરેડ દરમિયાન થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. આ દુ:ખદ ઘટનાએ રાજ્યભરમાં શોકની લહેર ફેલાવી દીધી છે અને કર્ણાટક સરકારની તૈયારીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
5000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શિવકુમારે પોતે સ્વીકાર્યું હતું કે ભીડને સંભાળવા માટે 5000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે શું 5000 પોલીસકર્મીઓ લાખોની ભીડને સંભાળવા માટે પૂરતા હતા? શું કર્ણાટક સરકારને અંદાજ નહોતો કે આટલી મોટી ભીડ હશે?
લોકોના મોતથી આ પ્રશ્ન ઉભો થયા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ચાહકો ફક્ત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં છે. તે ટીમે આટલા વર્ષો રાહ જોયા પછી IPL ટ્રોફી જીતી હતી. તેમને જોવા માટે મોટી ભીડ હોય તે સ્વાભાવિક છે, તો પછી ભીડને સંભાળવા માટે પૂરતા સુરક્ષા પગલા કેમ લેવામાં આવ્યા ન હતા? બેંગલુરુમાં થયેલી ભાગદોડમાં લોકોના મોતથી આ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.
ઉજવણી જોવા માટે લાખોની સંખ્યામાં સમર્થકો
મંગળવારે રાત્રે ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL ટ્રોફી જીતી હતી. RCBએ 18 વર્ષમાં પહેલીવાર ટ્રોફી જીતી હતી. તે જીતની ઉજવણી માટે બુધવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે એક સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. RCBના ચાહકો ઈચ્છતા હતા કે ટ્રોફી જીત્યા પછી વર્લ્ડ કપ દરમિયાન મુંબઈમાં યોજાઈ હતી તેવી એક રેલીનું આયોજન કરવામાં આવે. તેમણે આ સંદર્ભમાં કર્ણાટક ક્રિકેટ એસોસિએશનને પત્ર પણ લખ્યો હતો. જોકે, સેરેમની ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયું હતું.
લાઠીચાર્જ-પોલીસની સંખ્યા પર સવાલ
રસ્તા પર પહેલાથી જ લોકોની કતારો લાગી ગઈ હતી. જેમ જેમ વિશાળ ભીડ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી, ભીડનો અવાજ વધી ગયો. ભારે નાસભાગ શરૂ થઈ ગઈ. ભીડ ગેટ ખોલવા માટે તેને ધક્કો મારતી રહી. પોલીસ મૂક પ્રેક્ષક બનીને ઉભી રહી, જ્યારે ગેટ તૂટવાનો જ હતો ત્યારે જ પોલીસ દોડી આવી. હળવો લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખવામાં આવી.
મૃત્યુઆંક અંગે કોઈ સ્પષ્ટતા નહીં
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પોતે કહ્યું હતું કે 5,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ભીડને કેમ સંભાળી શકતા નથી, ત્યારે તેમણે કહ્યું, “ભીડમાં નાના બાળકો પણ છે. અમે તેમના પર લાઠીનો ઉપયોગ કરી શકતા નથી.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ દુર્ઘટનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે તેમણે કહ્યું, “હું કંઈપણ પુષ્ટિ આપી શકતો નથી.”
આ પણ વાંચો: IPL 2025 પૂર્ણ થતાં જ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ બાળપણની મિત્ર સાથે કરી લીધી સગાઈ