IPL 2022: મહેન્દ્રસિંહ ધોની જોવા મળ્યો નવા અવતારમાં, જોઇને ચાહકો પણ દંગ રહી ગયા, જુઓ Video
આઈપીએલ પહેલા એમએસ ધોની (MS Dhoni) એ ગયા વર્ષે પણ પોતાનો લુક બદલ્યો હતો અને આ વખતે પણ તેણે કંઈક આવું જ કર્યું છે.
આઇપીએલ 2022 (IPL 2022) ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મેગા ઓક્શનમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમ તૈયાર કરી છે. BCCI એ શુક્રવારે લીગની આગામી સિઝનની તારીખો પણ જાહેર કરી દીધી છે. લીગ 26 માર્ચથી શરૂ થશે. ફાઇનલ મેચ 29 મેના રોજ રમાશે. દર્શકો IPLની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને મહેન્દ્ર સિંહ ધોની (Ms Dhoni) ના ચાહકો. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને હવે તે માત્ર IPL રમે છે. IPLની આગામી સિઝન પહેલા ધોનીએ નવો અવતાર લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની જર્સી પહેરતા પહેલા ધોનીએ નવો ડ્રેસ પહેર્યો છે.
IPL પહેલા ધોની લગભગ દરેક વખતે નવા અવતારમાં જોવા મળે છે. છેલ્લી વખતે તેનો મોકા વાળો લુક વાયરલ થયો હતો. આ વખતે પણ ધોનીએ અલગ જ રૂપ ધારણ કર્યું છે. આઈપીએલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે બે શોર્ટ વીડિયો જાહેર કર્યા છે જેમાં ધોનીનું આ નવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે.
ધોની ડ્રાઈવર બન્યો
સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ધોની ડ્રાઈવર બન્યો છે. માત્ર પાંચ સેકન્ડ સુધીના વીડિયોમાં ધોની ડ્રાઈવરના ડ્રેસ, મૂછો અને વાંકડિયા વાળમાં વાહનની બ્રેક લગાવતો જોવા મળે છે.
Stay Tuned#DhonisNewLook #ComingSoon pic.twitter.com/S17D8L7JPD
— Star Sports (@StarSportsIndia) February 26, 2022
બીજા વીડિયોમાં ધોની બસની સીડી પર બેઠો છે. આ બંનેમાં તેણે ડ્રાઈવરનો ખાકી યુનિફોર્મ પહેર્યો છે. આ IPLની આગામી સિઝનના પ્રોમો માટે છે, જેમાં ધોની ડ્રાઇવર તરીકે આવી રહ્યો છે. આ બંને તેના ટીઝર છે. સંપૂર્ણ પ્રોમો થોડા દિવસોમાં બહાર આવશે.
Cue the 🥁🥁🥁, ’cause he is 🔙 in a new avatar!
How did you react to #DhonisNewLook? Let us know with an emoji! pic.twitter.com/Kv6qMr6iz5
— Star Sports (@StarSportsIndia) February 26, 2022
IPL નવા ફોર્મેટમાં રમાશે
બીસીસીઆઈએ લીગના શિડ્યુલની જાહેરાત કરી દીધી છે. આ વખતે લીગમાં 10 ટીમો રમશે જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ તેના જૂથની ટીમો સામે બે મેચ રમશે, જ્યારે અન્ય જૂથમાં, સમાન હરોળ ધરાવતી ટીમ પણ બે મેચ રમશે પરંતુ બાકીની ટીમો સામે માત્ર એક જ મેચ રમશે.
લીગમાં કુલ 70 મેચો રમાશે. આ મેચો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ, ડીવાય પાટિલ સ્ટેડિયમ અને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.વાનખેડે અને પાટીલ સ્ટેડિયમમાં 20-20 મેચો રમાશે. બાકીના બે સ્ટેડિયમમાં 15-15 મેચોનું આયોજન કરવામાં આવશે.