Team India: ટીમ ઇન્ડિયા ને લઇ સામે આવી મોટી જાણકારી, રવિન્દ્ર જાડેજાનો થશે સમાવેશ, વિરાટ કોહલી બહાર થશે!

ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સંપૂર્ણ રીતે ફિટ છે, શ્રીલંકા સામેની શ્રેણીમાં તેની વાપસી નિશ્ચિત હોવાનું કહેવાય છે.

Team India: ટીમ ઇન્ડિયા ને લઇ સામે આવી મોટી જાણકારી, રવિન્દ્ર જાડેજાનો થશે સમાવેશ, વિરાટ કોહલી બહાર થશે!
Ravindra Jadeja ઇજાને લઇને બહાર હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 4:08 PM

ટીમ ઈન્ડિયા ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)  ના ચાહકો માટે સારા સમાચાર છે. રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તે શ્રીલંકા સામેની આગામી શ્રેણી (Sri Lanka tour of India 2022) માં રમતા જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાડેજા શ્રીલંકા (India Vs Sri Lanka) સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ ઉપરાંત 3 મેચની T20 સિરીઝમાં પણ રમશે. જાડેજા છેલ્લે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ કાનપુર ટેસ્ટમાં રમ્યો હતો. ઇજાગ્રસ્ત જાડેજા બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો જ્યાં તે તેની ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. હવે જાડેજા ફિટ છે અને તે લખનઉ પહોંચી ગયો છે જ્યાં શ્રીલંકા સામે ટી20 સીરીઝની પ્રથમ મેચ રમાવાની છે.

રિપોર્ટ અનુસાર આ સીરિઝમાં જાડેજાની સાથે જસપ્રીત બુમરાહ પણ વાપસી કરશે. વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ODI અને T20 સીરીઝ માટે બંને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી ન હતી. BCCI એ જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ, જાડેજા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હતી.

વિરાટ કોહલી બ્રેક લેશે

રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી શ્રીલંકા T20 સિરીઝમાં નહીં રમે. વિરાટ કોહલી શ્રેણી માટે આરામ લઈ શકે છે. જોકે, તે ટેસ્ટ શ્રેણીમાં રમવા માટે તૈયાર છે. વિરાટ કોહલી મોહાલીમાં તેની 100 મી ટેસ્ટ મેચ રમશે. જો વિરાટ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે તો તેની 100 મી ટેસ્ટ બેંગ્લોરમાં રમાઈ શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન બનવાનુ નિશ્વિત

સમાચાર અનુસાર, શ્રીલંકા સામેની શ્રેણી પહેલા જ ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા આગામી ટેસ્ટ કેપ્ટન હશે. વિરાટ કોહલીએ પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. શ્રીલંકા સીરીઝ માટે ટીમની પસંદગી પહેલા ટેસ્ટ કેપ્ટનની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ ટીમની સાથે નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે.

ભારત-શ્રીલંકા શ્રેણીનું સમયપત્રક

જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીથી T20 સીરિઝ શરૂ થશે. પ્રથમ મેચ લખનૌમાં રમાશે. બીજી મેચ 26 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે. 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં જ ત્રીજી ટી-20 રમાશે. પ્રથમ ટેસ્ટ 4 માર્ચે અને બીજી ટેસ્ટ 12 માર્ચે રમાશે. પ્રથમ ટેસ્ટ મોહાલીમાં અને બીજી મેચ બેંગ્લોરમાં રમાશે.

આ પણ વાંચોઃ IPL 2022: દિલ્હી કેપિટલ્સે ખરીદેલા આ યુવા ખેલાડીને બનવુ છે ‘રવિન્દ્ર જાડેજા’

આ પણ વાંચોઃ WWE નો આ સુપર સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સહિત અત્યાર સુધીમાં 4 ભારતીય ક્રિકટરોની તસ્વીરો શેર કરી ચુક્યો છે

Latest News Updates

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">