AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: રવિન્દ્ર જાડેજાએ 3 મીટર ની દોટ મુકી ડાઇવ લગાવી ઝડપેલા કેચને નોટ આઉટ આપવા પર ગૌતમ ગંભીર ગુસ્સે ભરાયો, કહ્યુ નિયમ બદલો

Ravindra Jadeja Video: એ એવો કેચ કે જેણે બધાને આશ્વર્યમાં મુકી દીધા. જોનાાર સૌ કોઇ દંગ રહી ગયા હતા. ફિલ્ડ અમ્પાયરે તેને માન્યો. ત્રીજા અમ્પાયરે તેને નકારી દીધો.

T20 World Cup 2021: રવિન્દ્ર જાડેજાએ 3 મીટર ની દોટ મુકી ડાઇવ લગાવી ઝડપેલા કેચને નોટ આઉટ આપવા પર ગૌતમ ગંભીર ગુસ્સે ભરાયો, કહ્યુ નિયમ બદલો
Ravindra Jadeja-Gautam Gambhir
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 10:51 AM
Share

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં બુધવારે સાંજે ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 66 રને હરાવ્યું અને ટૂર્નામેન્ટમાં પોતાની જીતનું ખાતું ખોલ્યું. આ જીત બાદ સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ છે. ભારતની આ જીતમાં ઘણી બાબતો સકારાત્મક જોવા મળી હતી. પરંતુ, આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયા (Team India) ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ પકડેલા કેચને અવગણી શકાય તેમ નથી.

એવો કેચ જેણે બધાને ચોંકાવી દીધા. બધાને નવાઈ લાગી. ફિલ્ડ અમ્પાયરે તેનો સ્વીકાર કર્યો. જ્યારે થર્ડ અમ્પાયરે તેને નકારી કાઢ્યો હતો. ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) તેના પર એટલો ગુસ્સે થયો કે તેણે ICC પાસે નિયમો બદલવાની માંગ પણ કરી.

ગૌતમ ગંભીરે શું કહ્યું તે જણાવતા પહેલા જરા જાડેજાનો કેચ જોઈ લો. જાડેજાએ આ કેચ પકડવા માટે 37 મીટરનું અંતર માપ્યું હતું. એટલે કે આટલુ દોડ્યા બાદ આ કેચ પકડવામાં તે સફળ રહ્યો હતો. મેદાન પર ઊભેલા અમ્પાયરોએ પણ આ કેચ સ્વીકારી લીધો હતો. પરંતુ જ્યારે મામલો થર્ડ અમ્પાયર સુધી પહોંચ્યો તો ચિત્ર પલટાઇ ગયો. જે નિર્ણય સોફ્ટ સિગ્નલમાં આઉટ હતો તે હવે નોટઆઉટ આપવામાં આવ્યો હતો.

37 મીટર દોડ, ડાઇવ અને નકારી દીધો કેચ

જાડેજાએ અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 19મી ઓવરના બીજા બોલ પર આ કેચ ઝડપી લીધો હતો. શામી આ ઓવર ફેંકી રહ્યો હતો. અને આ કેચ કરીમ જન્નતનો હતો. જાડેજાએ આ કેચ પકડવા માટે માત્ર લાંબી દોડ જ ના કરી, પરંતુ તેના પર ડાઈવ પણ લગાવી. તેને પોતાના કેચ પર પૂરો વિશ્વાસ હતો. એટલા માટે જ્યારે થર્ડ અમ્પાયરે આ કેચ ન સ્વીકાર્યો અને તેને નોટઆઉટ આપ્યો ત્યારે જાડેજા અને વિરાટ કોહલી પણ થોડા ચોંકેલા જોવા મળ્યા.

Ravindra Jadeja caught an impossible catch in the match against Afghanistan by running, Gautam Gambhir said the ICC should change the rules, T20 World Cup 2021

Ravindra Jadeja

ICC નિયમોમાં કરે ફેરફાર – ગંભીર

જાડેજાનો આ કેચ નોટઆઉટ આપવાના થર્ડ અમ્પાયરના નિર્ણયથી પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર પણ નારાજ દેખાયા હતા. મેચ બાદ એક સ્પોર્ટ્સ શોમાં તે આના પર ભડકતો જોવા મળ્યો હતો.

ગંભીરે કહ્યું, પ્રથમ નજરે તે કેચ આઉટ છે. પરંતુ જો તમે આવા કોઈપણ કેચને નજીકથી જોશો, તો એવું જણાશે કે બોલ જમીનને સ્પર્શી રહ્યો છે. પરંતુ, મારા મતે, તે એક કેચ આઉટ હતો. આવા કેચમાં ફિલ્ડરને શંકાનો લાભ મળવો જોઈએ. ICCએ આનાથી સંબંધિત નિયમોની તપાસ કરવી જોઈએ અને તેમાં ફેરફાર કરવા જોઈએ.

આ પણ વાંચોઃ Syed Mushtaq Ali Trophy: હાર્દિક પંડ્યા વિકલ્પ તરીકે સૌરાષ્ટ્રના ચિરાગ જાની સહિત વિજય શંકર અને વેંકટેશ ઐય્યર ટીમ ઇન્ડિયાની પસંદગી માટે નજરમાં રહેશે

આ પણ વાંચોઃ T20 World Cup: રોહિત શર્માએ કર્યો ખુલાસો, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની બંને મેચ કેમ હારી ગયા

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">