IND vs SL: શ્રીલંકા સામે બેટીંગ અને બોલીંગ વડે કર્યો ગજબ ! 60 વર્ષ બાદ કોઇ ભારતીય ખેલાડીએ આમ કર્યુ
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ મોહાલી ટેસ્ટ (Mohali Test) માં પોતાની રમત જ દેખાડી નથી પરંતુ જાદુ ચલાવ્યો છે.
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ શ્રીલંકાને ડાબા હાથે મેશ કર્યો હતો. પહેલા બેટથી ફટકાર્યા અને પછી બોલ વડે ધમાલ મચાવી પણ શ્રીલંકન ટીમને ક્યાંય છોડ્યો નહીં. પરિસ્થીતી હવે છે કે છેલ્લા 60 વર્ષમાં તે પ્રથમ એવો ભારતીય ક્રિકેટર બની ગયો છે, જેણે શ્રીલંકા (India Vs Sri Lanka) સામે શાનદાર જબરદસ્ત કમાલની સ્ક્રિપ્ટ લખી છે. મોહાલી ટેસ્ટ (Mohali Test) ના પ્રથમ દાવમાં જાડેજાના શાનદાર પરાક્રમના કારણે શ્રીલંકાને ફોલોઓન રમવાની ફરજ પડી છે. એટલે કે ભારત મોટી જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શું છે રવિન્દ્ર જાડેજા નો કમાલ હવે એ પણ જાણી લો.
સ્ચાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોહાલી ટેસ્ટમાં પોતાની રમત દેખાડી નથી પરંતુ જાદુ ચલાવ્યો છે. તેણે પ્રથમ બેટથી શ્રીલંકા સામે મોટી ઇનિંગ્સ રમી અને પછી બોલથી તેની સામે તબાહી મચાવી. આ દરમિયાન જાડેજાએ એક રેકોર્ડ પણ બનાવ્યો હતો.
જાડેજાએ બિશન સિંહ બેદીની બરાબરી કરી
રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે મોહાલી ટેસ્ટના પ્રથમ દાવમાં પ્રથમ બેટિંગ કરીને અણનમ 175 રન બનાવ્યા હતા. ત્યારબાદ બોલ સાથે 41 રનમાં 5 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાની આ બીજી સદી હતી. જ્યારે 10મી વખત બોલીંડ વડે તેણે 5 શિકાર કર્યા હતા. ડાબા હાથના બોલરે ઘરેલુ જમીન પર 8મી વખત 5 વિકેટ લઈને અદભૂત કામ કર્યું. આ મામલામાં તેણે બિશન સિંહ બેદીના ભારતીય રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ભારતીય ક્રિકેટમાં 60 વર્ષ બાદ આવું બન્યું છે
ભારતીય ક્રિકેટના 60 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટની એક જ ઈનિંગમાં 150થી વધુ રન બનાવ્યા છે અને 5 કે તેથી વધુ વિકેટ પણ લીધી છે. જાડેજા આમ કરનાર ત્રીજો ભારતીય છે. ભારતીય ક્રિકેટમાં પ્રથમ વખત વિનુ માંકડે વર્ષ 1952માં લોર્ડ્સમાં રમાયેલી ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. તે પછી વર્ષ 1962માં પોલી ઉમરીગર આ સિદ્ધિનું પુનરાવર્તન કરનાર બીજો ખેલાડી બન્યો હતો. હવે 60 વર્ષ બાદ જાડેજા ત્રીજા ખેલાડી તરીકે આ યાદીમાં જોડાયો છે.