IND vs SL: ભારતના સ્કોર થી 400 રન દૂર રહેલ શ્રીલંકા ફોલોઓન, બીજા દાવની રમત શરુ, જાડેજાનો કમાલ ઝડપી 5 વિકેટ
શ્રીલંકન ટીમને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ પોતાના વ્યક્તિગત સ્કોર પર પણ પહોંચવા ના દીધી અને અંતિમ બંને વિકેટ ઝડપી લઇ દાવ સમેટી લીધો હતો. શ્રીલંકાનો પ્રથમ દાવ 174 રન પર જ સમેટાઇ ગયો હતો
મોહાલી ટેસ્ટ (Mohali Test) માં ભારત સામે શ્રીલંકા (India vs Sri Lanka) ની ટીમ મુશ્કેલીમાં રહી છે. પ્રથમ દાવમાં 8 વિકેટે 574 રન પર ભારતનો દાવ ડિકલેર કર્યા બાદ બીજા દિવસની રમતના અંત સુધી 108 રનમાં તેની 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા દિવસની શરુઆત શ્રીલંકા માટે સારી રહી હતી. પરંતુ ભારતીય બોલરોએ શ્રીલંકાની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ગઇકાલે બેટ બાદ આજે સવારે બોલીંગ આક્રમણમાં આવતા જ એક બાદ એક વિકેટ ઝડપીને શ્રીલંકાનો દાવ ઝડપથી સમેટી લીધો હતો. જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાનો પ્રથમ દાવ 174 રન પર જ સમેટાઇ ગયો હતો. જે ભારતના સ્કોર કરતા 400 રન દૂર રહ્યો હતો. ભારતે શ્રીલંકાને ફોલોઓન આપ્યુ છે.
શ્રીલંકાએ ચાર વિકેટે 108 રનથી ત્રીજા દિવસની રમત શરૂ કરી હતી. પરંતુ તેના બાકીના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ઘૂંટણિયે પડ્યા હતા. પથુમ નિસાંકા અને ચરિત અસલંકાએ પાંચમી વિકેટ માટે 58 રન જોડ્યા હતા. બંનેએ સ્કોર 161 રન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ અસલંકા જસપ્રિત બુમરાહનો શિકાર બનતા શ્રીલંકાની ઈનિંગ્સ પડી ભાંગી હતી. અસલંકાએ 64 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા. ત્યારબાદ બાકીની પાંચ વિકેટ માત્ર 13 રનમાં પડી ગઈ હતી.
Innings Break!
An excellent bowling display by #TeamIndia as Sri Lanka are all out for 174 👏👏#TeamIndia have enforced the follow-on.
Follow the match ▶️ https://t.co/XaUgOQVg3O#INDvSL | @Paytm pic.twitter.com/KI59ZThSg8
— BCCI (@BCCI) March 6, 2022
શ્રીલંકાના પૂંછડિયા બેટ્સમેનો ખાતું પણ ખોલાવી શક્યા ન હતા
સુરંગા લકમલ (0), લસિથ એમ્બુલ્ડેનિયા (0), વિશ્વા ફર્નાન્ડો (0) અને લાહિરુ કુમારા (0) ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. પથુમ નિસંકા એકલા સંઘર્ષ કરી રહ્યા હતા. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં 133 બોલનો સામનો કર્યો અને 11 ચોગ્ગા ફટકાર્યા. ત્રીજા દિવસની રમતમાં જાડેજાને ચાર અને બુમરાહ અને શમીને એક-એક વિકેટ મળી હતી. રવીન્દ્ર જાડેજાએ 10મી વખત ટેસ્ટ મેચની એક ઇનિંગમાં પાંચ વિકેટ લઈને અજાયબી કરી હતી.
રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી
A 5⃣-wicket haul for @imjadeja as #TeamIndia wrap Sri Lanka innings for 174 🔥🔥
Follow the match ▶️ https://t.co/XaUgOQVg3O#INDvSL | @Paytm pic.twitter.com/iJoGxRr6cY
— BCCI (@BCCI) March 6, 2022
ભારતે પ્રથમ દાવમાં 574 રન બનાવ્યા હતા. તેના તરફથી રવિન્દ્ર જાડેજાએ અણનમ 175 રન બનાવ્યા હતા. તે જ સમયે, ઋષભ પંત, આર અશ્વિન અને હનુમા વિહારીએ અડધી સદી ફટકારી હતી. બીજા દિવસની રમતમાં ચાના સમય સુધી ભારતે બેટિંગ કરી હતી.