AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja: આઈપીએલ 2023 દરમિયાન રવીન્દ્ર જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, પત્ની રિવાબા પણ રહ્યા હાજર

IPL 2023: IPLમાં આગામી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ 20 મેના રોજ રમવાની છે અને આ મેચ દિલ્હી માં જ રમાવાની છે. આ મેચ પહેલા રવીન્દ્ર જાડેજા પોતાની પત્ની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે પહોંચ્યા હતા.

Ravindra Jadeja: આઈપીએલ 2023 દરમિયાન રવીન્દ્ર જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, પત્ની રિવાબા પણ રહ્યા હાજર
Ravindra Jadeja & wife Rivaba Jadeja met PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 10:54 PM
Share

રવીન્દ્ર જાડેજા હાલમાં આઇપીએલ 2023માં રમી રહ્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સનો આ સ્ટાર ખેલાડી આઇપીએલની આ સીઝનમાં કોઇ ખાસ પ્રભાવ પાડી શક્યો નથી. જાડેજાનું બેટ આઇપીએલની 16મી સીઝનમાં શાંત રહ્યુ છે. નોંધપાત્ર છે કે જાડેજા પોતાની બોલિંગથી ટીમને મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચવાની નજીક છે. આ ટીમ પોતાની આગામી મેચ 20 મે ના રોજ દિલ્હી કેપિટલ્સ સાથે દિલ્હીમાં જ રમશે. આ મેચ અગાઉ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જાડેજાએ પત્ની રિવાબા સાથે વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. જાડેજાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ મુલાકાતનો ફોટો શેર કર્યો હતો અને લખ્યુ હતું કે આ મુલાકાત ખાસ રહી હતી.

પત્ની છે ધારાસભ્ય

જાડેજાની પત્ની ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય છે અને આ પાર્ટી તરફથી તે 2022માં જામનગર નોર્થથી વિધાનસભાની ચૂંટણી જીતી હતી. હાલમાં તે ધારાસભ્ય છે. તેણે 53,570 ના અંતરથી ચૂંટણી જીતી હતી. ચૂંટણી દરમિયાન જાડેજાએ પોતાની પત્ની માટે પ્રચાર પણ કર્યો હતો.

આવુ રહ્યુ પ્રદર્શન

આ મુલાકાત બાદ જાડેજા એક વાર ફરી ક્રિકેટ પર ફોકસ કરશે અને પોતાની ટીમને દિલ્હી સામે જીત અપાવવાનો પ્રયત્ન કરશે. જાડેજાએ આ સિઝનમાં 13 મેચ રમી છે અને ફક્ત 133 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેનો બેસ્ટ સ્કોર 25 રન રહ્યો છે. અને બોલિંગની વાત કરીએ તો જાડેજાએ આ સીઝનમાં 13 મેચમાં 16 વિકેટ પોતાના નામે કરી છે.

ચેન્નાઈની નજર પ્લેઓફ પર

દિલ્હી કેપિટલ્સ સામે સીએસકેને જીતની જરૂર છે. આ મેચમાં જીત ચેન્નઇને પ્લેઓફમાં પહોંચાડી દેશે. આ સીઝનમાં ચેન્નઇની ટીમે અત્યાર સુધી 13 મેચ રમી છે જેમાંથી 7 મેચમાં તેને જીત મળી છે તો પાંચ મેચમાં હારનો સામનો કરવો પડયો છે. દિલ્હી સામે જીત ચેન્નઇને સીધા પ્લેઓફમાં સ્થાન આપશે પણ જો ચેન્નઇ મેચ હારી જાઇ છે તો પણ આ ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે. જો સીએસકે મેચ હારી જશે તો ટીમે બીજી ટીમ પર નિર્ભર રહેવું પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">