AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja અને સંજય માંજરેકર વચ્ચેનો વિવાદ અટકતો નથી, ચેટ વાયરલ થતા ફરી સર્જાયો વિવાદ

હાલમાં એક ચેટ લીક થઇ છે, જેમાં તેઓ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને મજાક દ્રારા નિશાન બનાવી રહ્યા છે. જે લીક ચેટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

Ravindra Jadeja અને સંજય માંજરેકર વચ્ચેનો વિવાદ અટકતો નથી, ચેટ વાયરલ થતા ફરી સર્જાયો વિવાદ
Ravindra Jadeja-Sanjay Manjrekar
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 10, 2021 | 11:21 AM
Share

પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર સંજય માંજરેકર (Sanjay Manjrekar) પોતાના અવનવા નિવેદનો દ્રારા ચર્ચામાં રહે છે. તે ખાસ કરીને ભારતીય ખેલાડીઓને પોતાના નિશાન પર લેતા રહે છે. વિશ્લેષક ગણાવીને તેના નાતે તે દિગ્ગજ ખેલાડીઓને લઇને નિવેદનો કરે છે. જે બાદમાં દેશ અને વિદેશમાં ચર્ચાનો એક મુદ્દો બની જાય છે. હાલમાં જ એક ચેટ લીક થઇ છે, જેમાં તેઓ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને મજાક દ્રારા નિશાન બનાવી રહ્યા છે. જે લીક ચેટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

એક સોશિયલ મીડિયા યુઝરે માંજરેકરની ચેટને શેર કરી દીધી છે. સૂર્યનારાયરણ નામના એક યુઝરે ટ્વીટ કરતા લખ્યુ હતુ, હું આ વ્યક્તિગત ચેટ ને સાર્વજનીક રુપે જારી કરવા માંગતો નહોતો. ભલે તે બકવાસ થી ભરેલુ હોય. જોકે એમ ના કરી શક્યો. કારણ કે લોકો ને આ માણસ (માંજરેકર) ના પક્ષને પણ જાણવાની જરુર છે.

યુઝર સૂર્યનારાયણ એ લખ્યુ હતુ કે, માંજરેકર પોતાની બકવાસ વાતોને લઇને ચર્ચામાં રહેવા માંગે છે. તે આર અશ્વિન (AShwin) નો 10 ટકા પણ નથી. જેના બાદ માંજરેકરે પર્સનલ મેસેજ વડે જવાબ આપ્યો હતો. સંજય માંજરેકરે અશ્વિનને પોતાની ઓલ ટાઇમ ગ્રેટ પ્લેયરની લીસ્ટ માંથી બહાર રાખ્યો હતો. જેને લઇને પણ વિવાદ સર્જાયો હતો.

સોશિયલ મીડિયા એક યુઝરે માંજરેકરને રવિન્દ્ર જાડેજાએ 2019માં જે રીતે ઝાટક્યો હતો તે વાતને યાદ કરાવી હતી. જે મેસેજ બાદ માંજરેકર ભડક્યો હતો. તેણે લખ્યુ કે, તમે મારાથી એવી આશા રાખો છો કે, તમારી માફક હું પણ ખેલાડીઓની પૂજા કરુ. હું ફેન નથી એનાલીસ્ટ છુ અને રવિન્દ્ર જાડેજાને અંગ્રેજી નથી આવડતી તો તેને એ વાતનો મતલબ જ નહોતો ખબર. જે મે તેને કહ્યો હતો અને કોઇ એ વર્બલ ડાયરિયા શબ્દનો મતલબ પણ તેને નહી બતાવ્યો હોય. માંજરેકરે તે વખતે જાડેજાને બિટ્સ એન્ડ પીસ ક્રિકેટર કહ્યો હતો.

જાડેજા-માંજરેકર વિવાદ

વર્ષ 2019માં માંજરેકરે જાડેજાને વન ડે ફોર્મેટ માટે અયોગ્ય ખેલાડી તરીકે ગણાવ્યો હતો. એટલે કે યોગ્ય ખેલાડી તરીકે યોગ્ય માપદંડ તે પૂરા નહી કરતો હોવાનો ગણાવ્યો હતો. જાડેજાને ટેસ્ટ ફોર્મેટ બોલર ગણાવ્યો હતો. માંજરે કરે તે વખતે કહ્યુ હતુ કે, હું બિટ્સ એન્ડ પીસ ખેલાડીઓનો ખૂબ મોટો પ્રશંસક નથી. જે 50 ઓવર ની ક્રિકેટમાં જાડેજા છે. ટેસ્ટ મેચમાં તે ફક્ત એક બોલર છે. જોકે 50 ઓવરની ક્રિકેટમાં, મારી પાસે એક બેટ્સમેન અને એક સ્પિનર હોવો જોઇએ.

વળતા જવાબમાં જાડેજાએ માંજરેકરને પણ સંભળાવી દીધુ હતુ. જાડેજાએ ટ્વીટ કરીને કહ્યુ, તો પણ મેં તમારા દ્રારા રમાયેલી મેચોની સંખ્યા કરતા બે ગણી રમત રમી છે, અને હું હજુ પણ રમી રહ્યો છુ. તે લોકોનુ સન્માન કરતા શિખો, જેઓએ મેળવ્યુ છે. મે તમારા વર્બલ ડાયરિયાના બાબતે ઘણું સાંભળ્યુ છે.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">