R Ashwin on Team India: ધોનીના સંન્યાસ બાદ બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા, WTC Final પહેલા અશ્વિનનુ મોટુ નિવેદન

Indian Cricket Team: હાલમાં IPL 2023 માં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7મી જૂનથી ઓસ્ટ્રેલિયા સામે રમશે.

R Ashwin on Team India: ધોનીના સંન્યાસ બાદ બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા, WTC Final પહેલા અશ્વિનનુ મોટુ નિવેદન
Ashwin says Indian Team has changed after Dhoni retirement
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 9:36 PM

IPL 2023 નો રોમાંચ જબરદસ્ત વર્તાઈ રહ્યો છે. સિઝન સમાપ્ત થવા સાથે જ ભારતીય ટેસ્ટ ટીમ ઈંગ્લેન્ડમાં હશે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. આ પહેલા જ દિગ્ગજ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને મોટુ નિવેદન આપ્યુ છે. ધોનીની ગણના વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનમાં થાય છે. ધોનીએ ટીમ ઈન્ડિયાને વનડે અને ટી20 વિશ્વકપમાં જીત અપાવી છે, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી અને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા નંબર-1 પર પહોંચી હતી. પરંતુ ધોનીની કેપ્ટનશિપ હેઠળ લાંબો સમય રમનારા અશ્વિને બતાવ્યુ છે કે, માહીના સંન્યાસ બાદ ટીમ ઈન્ડિયા બદલાઈ ગઈ છે.

ટીમ ઈન્ડિયા હાલમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા વિદેશની ધરતી પર પણ સારુ પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પણ તેની જ ધરતી પર 2 વાર જીત મેળવી ચુક્યુ છે. ઓસ્ટ્રેલિયા સામે ભારત આગામી 7મી જૂનથી ઓવલના મેદાનમાં ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

અશ્વિને કહ્યુ-બદલાઈ ગઈ ટીમ

ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમે એ પહેલા જ BCCI એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર અશ્વિને ટેસ્ટમાં ભારતીય ટીમની સફળતાઓ પર વાત કરી હતી. ટીમમાં વર્ષ 2014-15 બાદથી બદલાવ આવ્યો હોવાની વાત કરી હતી.તે ણે કહ્યું કે તે પછી ધોનીએ ટેસ્ટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. અશ્વિને આ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધીની સફર વિશે કહ્યું કે ટીમ પાસે 20 ટેસ્ટ મેચનો અનુભવ છે. અને ટીમે જે કર્યું છે તે સિનિયર ખેલાડીઓ વિના શક્ય નહોતું. તેણે કહ્યું કે આ ટીમે સારું પ્રદર્શન કર્યું અને તેના કારણે ટીમ સતત બીજી વખત WTC ફાઈનલ રમી રહી છે.

રોહિતે પણ કરી વાત

ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે ટીમે ઘણા પડકારોનો સામનો કર્યા બાદ આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. રોહિતે કહ્યું કે ટીમ શાનદાર અને મુશ્કેલ ક્રિકેટ રમી. તેણે કહ્યું કે ઘણી વખત તેને પડકારો મળ્યા પરંતુ ટીમ તેમાંથી બહાર આવી. રોહિતે કહ્યું કે તે ટીમની સફળતાથી ખુશ છે પરંતુ કામ હજુ થયું નથી.

આ પણ વાંચોઃ MS Dhoni Controversy: ધોનીને કયા નિયમને લઈ અંપયાર સાથે વાંધો પડ્યો? ચર્ચામાં માહી ચાલ ખેલી ગયો! કયા નિયમે કરાવી દીધી રકઝક જાણો-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">