R Ashwin Records: રવિચંદ્રન અશ્વિનનો વેસ્ટ ઈન્ડિઝ સામે કમાલનુ પ્રદર્શન, શેન વોર્નનો તોડ્યો રેકોર્ડ, કુંબલેની બરાબરી કરી
IND VS WI: અશ્વિને ડોમિનિકામાં કમાલનુ પ્રદર્શન કર્યુ છે. ભારતીય ટીમને ઈક ઈનીંગ અને 141 રનથી જીત અપાવવામાં મોટી ભૂમિકા અશ્વિને નિભાવી છે. અશ્વિને ડોમિનિકા ટેસ્ટમાં બંને ઈનીંગમાં 5 વિકેટ હોલ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝને ઘૂંટણીયે લાવી દીધુ હતુ.
રવિચંદ્રન અશ્વિને ડોમિનિકામાં કમાલનુ પ્રદર્શન કર્યુ છે. ભારતીય ટીમને ઈક ઈનીંગ અને 141 રનથી જીત અપાવવામાં મોટી ભૂમિકા અશ્વિને નિભાવી છે. અશ્વિને ડોમિનિકા ટેસ્ટમાં બંને ઈનીંગમાં 5 વિકેટ હોલ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝને ઘૂંટણીયે લાવી દીધુ હતુ. ભારતીય ટીમે પ્રથમ ઈનીંગમાં 5 વિકેટના નુક્શાને 421 રન નોંધાવીને દાવ ડિક્લેર કરી દીધો હતો. ભારત પાસે વિશાળ લીડ હતી અને વેસ્ટ ઈન્ડિઝ માટે હાર નિશ્ચિત બની ગઈ હતી. અશ્ચિને કમાલની બોલિંગ વડે વેસ્ટ ઈન્ડિઝને ધરાશાયી બીજી ઈનીંગમાં પણ કરી દીધુ હતુ. ભારતીય દિગ્ગજ ઓફ સ્પિનર અશ્વિને આ સાથે જ શેન વોર્નનો એક વિશ્વ વિક્રમ તોડી દીધો હતો.
દિગ્ગજ ઓફ સ્પિનરે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનીંગ દરમિયાન 5 વિકેટ ઝડપી હતી. કેરેબિયન ટીમ માત્ર 150 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જ્યારે બીજી ઈનીંગમાં 7 વિકેટ ઝડપીને 130 રનમાં જ યજમાન ટીમને સમેટવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આમ ભારતીય ટીમનો પ્રવાસની શરુઆતે જ શાનદાર વિજય થયો હતો. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટને ત્રણ દિવસમાં જ સમાપ્ત કરી લીધી હતી.
અશ્વિને તોડ્યો રેકોર્ડ
બંને ઈનીંગમાં મળીને અશ્વિને 12 વિકેટ ઝડપી છે. અશ્વિને કમાલની બોલિંગ કરતા અનેક વિક્રમ રચી દીધા છે. શેન વોર્નનો વિશ્વ વિક્રમ પણ અશ્વિને તોડી દીધો છે.
- હરીફ ટીમની અંતિમ વિકેટ ઝડપવામાં 23મી વાર અશ્વિન સફળ રહ્યો છે. સૌથી વધારે વખત અંતિમ વિકેટ ઝડપવામાં હવે રેકોર્ડ હવે અશ્વિનના નામે છે. જે આ પહેલા શેન વોર્નના નામે હતો.
- હરભજન સિંહને પણ છોડી દીધો પાછળ. વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધારે ફાઈવ વિકેટ હોલ ઝડપવામાં અશ્વિનનુ નામ લખાઈ ચુક્યુ છે. અશ્વિને આ કામ છઠ્ઠી વાર કર્યુ છે.
- ભારતો પ્રથમ એવો બોલર અશ્વિન બન્યો છે કે, જે વેસ્ટ ઈન્ડિઝ સામે એક જ ટેસ્ટ મેચમાં બંને ઈનીંગમાં 5 કે તેથી વધારે વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હોય.
- વિદેશી ધરતી પર સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન અશ્વિને ડોમિનિકામાં કર્યુ છે. 131 રન આપીને 12 વિકેટ ઝડપવાનુ વિદેશી ધરતી પર આ તેનુ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. આવી જ રીતે એક ઈનીંગમાં વિદેશી ધરતી પર 71 રન ગુમાવીને 7 વિકેટ ઝડપવાનો આંકડો સર્વશ્રેષ્ઠ બની ગયો છે.
- ટેસ્ટ મેચમાં 10 કે થી વધુ વિકેટ ઝડપવામાં રવિચંદ્રન અશ્વિને હવે અનિલ કુંબલેની બરાબરી કરી લીધી છે. અશ્વિને 8મી વાર આવો કમાલ કર્યો છે કે, એક જ ટેસ્ટમાં 10 કે તેથી વધુ વિકેટ ઝડપી છે. આમ હવે જો તે સિરીઝની અંતિમ મેચમાં પણ આવુ જ પ્રદર્શન કરશે તો, આ મામલામાં નંબર 1 બોલર બનશે.