AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravichandran Ashwin : રવિચંદ્રન અશ્વિન બની ગયો આ ટીમનો માલિક, લીગમાં નવી ફ્રેન્ચાઈઝી ખરીદી

રવિચંદ્રન અશ્વિને ગ્લોબલ ચેલ લીગમાં એક ફ્રેન્ચાઈઝીની સહ માલિક બની ગઈ છે. તેની ટીમ બીજી સીઝનમાં રમતી જોવા મળશે.લીગની બીજી સિઝન 3 થી 12 ઓક્ટોબર દરમિયાન લંડનમાં રમાશે. તમામ મેચ લંડન ફ્રેન્ડસ હાઉસમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં 6 ટીમ ભાગ લેશે.

Ravichandran Ashwin : રવિચંદ્રન અશ્વિન બની ગયો આ ટીમનો માલિક, લીગમાં નવી ફ્રેન્ચાઈઝી ખરીદી
Follow Us:
| Updated on: Jul 09, 2024 | 12:29 PM

રવિચંદ્રન અશ્વિનની ગણતરી દુનિયાના સ્ટાર સ્પિનર્સમાં થાય છે. તેમણે પોતાના દમ પર ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. ક્રિકેટ સિવાય હવે અન્ય રમતમાં પણ અલગ અલગ લીગની શરુઆત થઈ ચૂકી છે. શતરંજની રમતને લોકપ્રિય બનાવવા માટે ગ્લોબલ ચેસ લીગની શરુઆત થઈ ચૂકી છે.

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ આ લીગમાં ભાગ લઈ રહેલી એક ટીમ પર પૈસાનો વરસાદ કર્યો છે અશ્વિન અમેરિકન ગૈમ્બિટ્સ ટીમનો સહ માલિક બની ગયો છે. જે આ લીગના બીજા તબક્કામાં ભાગ લેનારી નવી ટીમ છે. અમેરિકન ગૈમ્બિટ્સે ચિગારી ગ્લફ ટાઈટન્સને રિપ્લેસ કરી છે.

Stomach Infection થાય તો શું ખાવું ?
TMKOC : તારક મહેતાના નવા 'અંજલી ભાભી' રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ
સમોસા અને જલેબી કોણે ન ખાવા જોઈએ?
દેવોં કે દેવ...મહાદેવ મોહિત રૈનાના પરિવાર વિશે જાણો
Gopal Italia Salary : ગોપાલ ઈટાલિયાને હવે ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે ?
Plant In Pot : લીંબુની છાલ ફેકીં દો છો ? છોડમાં આ રીતે કરો ઉપયોગ જંતુઓ રહેશે દૂર

આ ટૂર્નામેન્ટમાં 6 ટીમ ભાગ લેશે

પીટીઆઈ દ્વારા જાહેર કરાયેલ મીડિયા રિલીઝમાં અશ્વિને કહ્યું કે, અમેરિકન ગેમ્બિટ્સ ટીમ ભાગ લેશે, જે બીજી સિઝનમાં ભાગ લેનારી સૌથી નવી ટીમ છે. GCLએ ટેક મહિન્દ્રા અને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સંયુક્ત માલિકીની લીગ છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ પ્રાચુર પીપી, વેંકટ કે નારાયણ અને અશ્વિનની માલિકીની અમેરિકન ગેમ્બિટ્સ ટુર્નામેન્ટમાં ચિનગારી ગલ્ફ ટાઇટન્સનું સ્થાન લેશે. લીગની બીજી સિઝન 3 થી 12 ઓક્ટોબર દરમિયાન લંડનમાં રમાશે. તમામ મેચ લંડન ફ્રેન્ડસ હાઉસમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં 6 ટીમ ભાગ લેશે.

ટેસ્ટ સીરિઝમાં અશ્વિનનો રેકોર્ડ શાનદાર

ક્રિકેટની વાત કરીએ તો અશ્વિન હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગ 2024માં ભાગ લઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં તે ડિંડીગુલ ડ્રેગંગસ ટીમની કમાન સંભાળી રહ્યો છે. ઈવેન્ટમાં તેની ટીમ પોતાના અભિયાનની શરુઆત ત્રિચી ગ્રૈન્ડ ચોલસ વિરુદ્ધ કરી અને 16 રનથી જીત મેળવી હતી.અશ્વિને પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2023માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. આ ટેસ્ટ સીરિઝમાં અશ્વિનનો રેકોર્ડ શાનદાર રહ્યો હતો, તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

અશ્વિને 10 ઈનિગ્સમાં 26 વિકેટ લીધી હતી. અશ્વિન સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી 2 ટેસ્ટ મેચની સીરિઝ દ્વારા ફરી ભારતીય ટીમમાં વાપસી કરશે. જેની શરુઆત 19 સપ્ટેમ્બરથી શરુ થનારી મેચથી થશે.

g clip-path="url(#clip0_868_265)">