AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashid Khan Video: રાશિદ ખાને જયપુરમાં ‘દાંડીયા’ ઉડાવ્યા, રાજસ્થાનને તેના જ ઘરમાં પરેશાન કરી દીધુ

Rajasthan Royals vs Gujarat Titans: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને 118 રનમાં જ સમેટાઈ ગયુ હતુ.

Rashid Khan Video: રાશિદ ખાને જયપુરમાં 'દાંડીયા' ઉડાવ્યા, રાજસ્થાનને તેના જ ઘરમાં પરેશાન કરી દીધુ
Rashid Khan 3 wickets video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 10:01 PM
Share

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સંજૂ સેમસને ઘર આંગણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. રાજસ્થાનની ટીમનો ઈરાદો ટોસ જીતીને મોટો સ્કોર ખડકીને તેને બચાવવાનો હતો. પરંતુ રાશિદ ખાનની બોલિંગ સામે રાજસ્થાન માત્ર 118 રનમાં જ સમેટાઈ ગયુ હતુ. આમ ગુજરાતને આસાન લક્ષ્ય મળ્યુ હતુ. IPL 2023 ની આ મેચમાં અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાને બોલ વડે ધમાલ મચાવી હતી અને રાજસ્થાન પરેશાન થઈ ગયુ હતુ.

જયપુરમાં રાજસ્થાનના ચાહકોને લાગી રહ્યુ હતુ કે, જબરદસ્ત રમત જોવા મળી શકે છે. પરંતુ ગુજરાત સામે રાજસ્થાનના બેટર્સ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગયા હતા. જેમાં અફઘાન સ્ટારે 3 શિકાર ઝડપ્યા હતા. રાજસ્થાન માટે શુક્રવારની હાર પોઈન્ટ્સ ટેબલમાં વધારે પાછળ ધકેલી શકે છે.

રાશિદ ખાને અશ્વિનના ઉડાવ્યા દાંડિયા

જબરદસ્ત બોલિંગ કરતા રાશિદ ખાને 4 ઓવરમાં માત્ર 14 રન જ આપ્યા હતા. રાશિદે 24 બોલમાંથી 13 બોલ ડોટ કર્યા હતા. તેણે કરકસર ભરી બોલિંગ કરવા સાથે ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં રવિચંદ્રન અશ્વિન અને રિયાન પરાગ ઉપરાંત શિમરોન હેટમાયરને પોતાનો શિકાર બનાવ્યા હતા. રાશિદની બોલિંગ પ્રભાવિત કરનારી હતી અને જેને લઈ રાજસ્થાનની રમત મુશ્કેલ થઈ ગઈ હતી. રિયાન પરાગને તેણે લેગ બિફોર વિકેટ ઝડપી પરત મોકલ્યો હતો.

રવિચંદ્રન અશ્વિન માત્ર 2 રન નોંધાવીને પરત ફર્યો હતો. રાશિદ ખાને લાઈન લેન્થ બોલિંગ કરીને અશ્વિનને પરેશાન કર્યો હતો. રાશિદ વિકેટ ટુ વિકેટ બોલિંગ કરે છે અને તે તેની ખાસીયત છે. તે બોલને વધારે ટર્ન કરાવતો નથી અને તે બેટરને રુમ બનાવવાનો કોઈ જ મોકો આપતો નથી. રાશિદે અશ્વિનને બોલ્ડ કર્યો હતો. તેની વિકેટના દાંડિયા ઉડાવવા પહેલા રાશિદે અશ્વિનને સતત બે વાર થાપ ખવડાવતા બોલ નાંખ્યા હતા અને આગળના બોલ પર ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

અગાઉ રાજસ્થાને ધુલાઈ કરી હતી

આ પહેલા ગત એપ્રિલ માસની 16 તારીખે રાજસ્થાન અને ગુજરાતનો આમનો સામનો થયો હતો. જે દરમિયાન રાજસ્થાનના બેટર્સે રાશિદ ખાનની ખૂબ ધૂલાઈ કરી હતી. રાજસ્થાને રાશિદ સામે 4 ઓવરમાં 46 રન મેળવ્યા હતા. જોકે આ વખતે રાશિદ ખાને પૂરી કરકસર દર્શાવી હતી. રાશિદની બોલિંગને લઈ પૂરી 18 ઓવર પણ રમવા પહેલા જ રાજસ્થાન સમેટાઈ ગયુ હતુ.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">