Ranji Trophy : રણજી ટ્રોફીની નોકઆઉટ મેચો 2 દિવસના વિલંબ બાદ શરૂ થશે, BCCI એ કાર્યક્રમમાં કર્યો ફેરફાર

|

Apr 30, 2022 | 6:43 PM

Ranji Trophy : રણજી ટ્રોફીનો લીગ સ્ટેજ IPL 2022 ની શરૂઆત પહેલા રમાયો હતો. હવે IPL પૂરી થયા બાદ નોકઆઉટ તબક્કો જૂનમાં રમાશે. નોકઆઉટ પહેલા 4 જૂનથી રમવાની હતી, જેને BCCI દ્વારા 2 દિવસ આગળ વધારવામાં આવી છે.

Ranji Trophy : રણજી ટ્રોફીની નોકઆઉટ મેચો 2 દિવસના વિલંબ બાદ શરૂ થશે, BCCI એ કાર્યક્રમમાં કર્યો ફેરફાર
Ranji Trophy (File Photo)

Follow us on

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પોતાની સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીને લઇને ફરીથી નવી જાહેરાત કરી છે. બોર્ડની નવી જાહેરાત બાદ રણજી ટ્રોફી (Ranji Trophy 2022) ની નોકઆઉટ મેચોની શરૂઆત હવે નક્કી કરેલ તારીખ કરતા 2 દિવસ બાદ શરૂ થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ તેના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ હવે નવા કાર્યક્રમ પ્રમાણે 6 જૂનથી શરૂ થશે. અને સેમી ફાઈનલ મેચ 14 જૂનથી રમાશે. જ્યારે રણજી ટ્રોફીની ટાઈટલ મેચ 22 જૂનથી રમાશે. બેંગલુરુ રણજી ટ્રોફી (Ranji Trophy Knockout) ની નોકઆઉટ મેચોની યજમાની કરશે. અગાઉ, ક્વાર્ટર ફાઈનલ 4 જૂને, સેમી ફાઈનલ 12 જૂને અને ફાઈનલ 20 જૂને રમાવાની હતી.

રણજી ટ્રોફી (Ranji Trophy) ની લીગ કક્ષાનો તબક્કો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની શરૂઆત પહેલા રમાયો હતો. આઈપીએલ બાદ આ પ્રથમ વખત રણજી ટ્રોફીની નોકઆઉટ મેચો રમાશે. ખરેખર, રણજી ટ્રોફીની આ સિઝન કોરોના મહામારીને કારણે મોડી શરૂ થઈ હતી. બંગાળ, ઝારખંડ, મુંબઈ, ઉત્તરાખંડ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશ આ ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટના નોકઆઉટ માટે ક્વોલિફાય થયા છે. જોકે મહત્વનું છે કે ટુર્નામેન્ટના નોકઆઉટમાં 2 દિવસ વિલંબ થવા પાછળનું કારણ બોર્ડે હજુ સુધી જાહેર કર્યું નથી. મહત્વનું છે કે કોરોના કાળના કારણે વર્ષ 2020 માં રણજી ટ્રોફી ટુર્નામેન્ટનું આયોજન થયું ન હતું.

રણજી ટ્રોફી 2022 ની નોકઆઉટ મેચોનો કાર્યક્રમઃ

(ક્વાર્ટર ફાઇનલ 6 થી 10 જુન)

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ક્વાર્ટર ફાઇનલ 1ઃ બંગાળ vs ઝારખંડ
ક્વાર્ટર ફાઇનલ 2ઃ મુંબઈ vs ઉત્તરાખંડ
ક્વાર્ટર ફાઇનલ 3ઃ કર્નાટક vs ઉત્તર પ્રદેશ
ક્વાર્ટર ફાઇનલ 4ઃ પંજાબ vs મધ્ચ પ્રદેશ

તમને જણાવી દઇએ કે રણજી ટ્રોફી (Ranji Trophy) ની પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં, પ્રથમ ક્વાર્ટર ફાઇનલ અને ચોથા ક્વાર્ટર ફાઇનલની વિજેતા ટીમો વચ્ચે રમાશે. તો બીજી તરફ ટુર્નામેન્ટની બીજી સેમિ ફાઈનલમાં, ક્વાર્ટર ફાઈનલ 2 અને ક્વાર્ટર ફાઈનલ 3 ની વિજેતા ટીમ સામ સામે ટકરાશે.

આ પણ વાંચો : Ranji Trophy: ઝારખંડે તોડ્યો 73 વર્ષ જુનો રેકોર્ડ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1000 રનની લીડ મેળવનાર પહેલી ટીમ બની

આ પણ વાંચો : IPL 2022, Purple Cap: યુઝવેન્દ્ર ચહલ નંબર-1 પર યથાવત, પંજાબ કિંગ્સ અને રાજસ્થાનનો કોઈ બોલર ટોપ-5માં સામેલ નહીં

Next Article