IPL 2022, Purple Cap: યુઝવેન્દ્ર ચહલ નંબર-1 પર યથાવત, પંજાબ કિંગ્સ અને રાજસ્થાનનો કોઈ બોલર ટોપ-5માં સામેલ નહીં

રાજસ્થાન રોયલ્સનો સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) છેલ્લા ઘણા દિવસોથી પર્પલ કેપ પર કબજો જમાવી રહ્યો છે. તે ઘણા બોલરોના પડકારનો સામનો કરી રહ્યો છે પરંતુ કોઈ તેને રોકી શક્યું નથી

IPL 2022, Purple Cap: યુઝવેન્દ્ર ચહલ નંબર-1 પર યથાવત, પંજાબ કિંગ્સ અને રાજસ્થાનનો કોઈ બોલર ટોપ-5માં સામેલ નહીં
Yuzvendra Chahal પાસે છે હાલમાં પર્પલ કેપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 8:54 AM

IPL 2022 ના લીગ રાઉન્ડનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. હવે દરેક મેચ ટીમો માટે કરો યા મરો મેચ છે. દરેક મેચ સાથે પોઈન્ટ ટેબલનું ગણિત બદલાઈ રહ્યું છે. પોઈન્ટ ટેબલની સાથે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ (IPL Purple Cap) ની રેસ પણ ઘણી રસપ્રદ બની રહી છે. રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) છેલ્લા ઘણા અઠવાડિયાથી, આ કેપ યુઝવેન્દ્ર ચહલના નામ પર છે. શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ (Lucknow Super Giants vs Punjab Kings) વચ્ચેની મેચ બાદ પણ તેની પાસે આ કેપ છે.

પર્પલ કેપ મેળવવાનું દરેક બોલરનું સપનું હોય છે કારણ કે તે તેના સર્વશ્રેષ્ઠ હોવાનો પુરાવો છે. લીગના અંતે, જે ખેલાડી સૌથી વધુ વિકેટ લે છે, તેના માથા પર પર્પલ કેપ શણગારવામાં આવે છે. આ સિવાય લીગ દરમિયાન દરેક મેચ બાદ લિસ્ટમાં ટોપ પર રહેલો બોલર આ કેપ પહેરીને મેદાન પર ઉતરે છે.

પંજાબ-લખનૌનો કોઈ બોલર ટોપ પર નથી

શુક્રવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ તરફથી રબાડાએ ચાર અને રાહુલ ચહરે બે વિકેટ ઝડપી હતી. જોકે આ બંને બોલર પર્પલ કેપની રેસમાં ઘણા નીચે છે. તે રબાડા હવે 15મા અને રાહુલ ચહર 14મા ક્રમે છે. લખનૌ તરફથી મોહસીન ખાને સૌથી વધુ 3 વિકેટ લીધી, જોકે તે પણ આ યાદીમાં ખૂબ જ નીચે છે. પર્પલ કેપના ટોપ 5 પર આ મેચની કોઈ અસર નથી. બંને ટીમમાંથી કોઈ બોલર ટોપ ફાઈવમાં સામેલ નથી. જો કે, શનિવારે ડબલ હેડર પછી તે બદલાશે.

'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025

ચહલનુ સ્થાન યથાવત

હાલમાં ઓરેન્જ કેપ રાજસ્થાનના યુઝવેન્દ્ર ચહલ પાસે છે જેણે 8 મેચ રમીને 18 વિકેટ ઝડપી છે. ચહલે આ લીગમાં હેટ્રિક પણ લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે સતત નંબર વન પર છે. અન્ય બોલરો સ્થાનો બદલી રહ્યા છે, પરંતુ ચહલની લીડ અકબંધ છે. છેલ્લી સિઝનમાં હર્ષલ પટેલે 15 મેચમાં 32 વિકેટ ઝડપી હતી અને પર્પલ કેપ જીતી હતી. તેણે એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવોના રેકોર્ડની બરાબરી કરી. જોકે, આ વર્ષે તે સારી સ્થિતિમાં દેખાઈ રહ્યો નથી. આરસીબીએ તેને 10.75 કરોડ રૂપિયામાં હરાજીમાં ખરીદ્યો હતો પરંતુ તે તેની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહોતો. તેણે અત્યાર સુધી 8 મેચમાં માત્ર 10 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : Rohit Sharma Birthday: રોહિત શર્મા ગરીબીમાં ઉછર્યો હતો, આ માણસે તેની જીંદગી બદલી નાંખી, હિટમેનના ‘મસીહા’ ની કહાની

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને 4 વર્ષ સુધી તક માટે તરસાવી દીધો, હવે લખનૌમાં મોકો મળતા જ છવાઈ જવા લાગ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">