Ranji Trophy: ઝારખંડે તોડ્યો 73 વર્ષ જુનો રેકોર્ડ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1000 રનની લીડ મેળવનાર પહેલી ટીમ બની

રણજી ટ્રોફી પ્રી ક્વાર્ટર-ફાઇનલ: પ્લેટ ગ્રૂપમાં ટોચના સ્થાને રહેલા નાગાલેન્ડે તેમના મોટાભાગના પાંચ દિવસ ફિલ્ડિંગમાં વિતાવ્યા હતા. તેણે મેચમાં 294 ઓવર નાખી હતી.

Ranji Trophy: ઝારખંડે તોડ્યો 73 વર્ષ જુનો રેકોર્ડ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1000 રનની લીડ મેળવનાર પહેલી ટીમ બની
Jharkhand Ranji Team (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 2:48 PM

બુધવાર, 17 માર્ચ, 2022ના રોજ ઝારખંડે રણજી ટ્રોફીમાં (Ranji Trohpy) ઈતિહાસ રચ્યો હતો. તેઓ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 1000 કે તેથી વધુ રનની લીડ લેનારી પ્રથમ ટીમ બની. આ પહેલા રણજી ટ્રોફીમાં સૌથી વધુ રનની લીડ લેવાનો રેકોર્ડ મુંબઈના નામે હતો. મુંબઈએ 1948-49 રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામે બીજી ઈનિંગમાં 958 રનની લીડ મેળવી હતી. આ મામલે તમિલનાડુ હવે ત્રીજા નંબરે સરકી ગયું છે. તેણે 1987-88 રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામે બીજી ઈનિંગમાં 881 રનની લીડ મેળવી હતી.

ઝારખંડે રણજી ટ્રોફી 2021-22ની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં નાગાલેન્ડ સામે 1,008 રનની એકંદર લીડ મેળવીને તેમનું સ્થાન નિશ્ચિત કર્યું. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઝારખંડના બેટ્સમેનોએ ત્રણ સદી અને એક બેવડી સદી ફટકારી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પહેલી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર કુમાર કુશાગ્ર નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 104 બોલમાં 89 રન બનાવીને આઉટ થયા બાદ બંને ટીમોએ મેચ ડ્રો કરવાનો નિર્ણય લીધો હતો. તે ઝારખંડની બીજી ઈનિંગની 91મી ઓવર હતી. ટીમે બીજા દાવમાં છ વિકેટે 417 રન બનાવીને કુલ 1,008 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં આ સર્વશ્રેષ્ઠ છે.

કુમાર કુશાગ્રે બંને ઈનિંગ્સમાં કુલ 355 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ દાવમાં 59 રન બનાવનાર અનુકુલ રાયે 164 બોલમાં 17 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 159 રન બનાવ્યા હતા. પ્લેટ ગ્રૂપમાં ટોચના સ્થાને રહેલા નાગાલેન્ડે મોટાભાગના પાંચ દિવસ ફિલ્ડિંગમાં સમય પસાર કર્યો હતો.

નાગાલેન્ડે મેચમાં 294 ઓવર નાખી હતી. ઝારખંડ પહેલા, ચુનંદા જૂથમાં ટોચની 7 ટીમો, બંગાળ, મુંબઈ, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ પહેલેથી જ ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 પછી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાવાની છે.

સૌરભ તિવારીની આગેવાની હેઠળની ઝારખંડની ટીમે મેચમાં કુલ 1,297 રન બનાવ્યા હતા. મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝારખંડની ટીમે પ્રથમ દાવમાં 591 રનની જંગી લીડના આધારે ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.

આ પણ વાંચો : હોળી પર MS ધોનીના ફાર્મહાઉસે આપી આ ખાસ ઓફર, 43 એકરમાં ફેલાયેલું છે તેનું ફાર્મહાઉસ

આ પણ વાંચો : ENG vs WI: જો રૂટની શાનદાર સદીની મદદથી ઇંગ્લેન્ડની મજબુત સ્થિતિ, વિન્ડીઝની મુશ્કેલી વધી

g clip-path="url(#clip0_868_265)">