આ ખેલાડીઓને લઈને BCCI આવી એક્શનમાં, આઈપીએલ પહેલા રણજી ટ્રોફી રમો

|

Feb 13, 2024 | 4:47 PM

જ્યારે ચેતેશ્વર પુજારા અને રહાણે રણજી ટ્રોફી રમી શકે છે તે જે યુવા ખેલાડી છે તે કેમ રમતા નથી? આ સવાલ ઉઠાવતા આકાશ ચોપરાએ આઈપીએલ સામે તેના કરારને લઈ ઈશારો કર્યો છે, પરંતુ હવે બીસીસીઆઈ પણ એક્શનમાં આવી છે.

આ ખેલાડીઓને લઈને BCCI આવી એક્શનમાં, આઈપીએલ પહેલા રણજી ટ્રોફી રમો

Follow us on

ટીમ ઈન્ડિયાથી બહાર જે ખેલાડી ફિટ હોવા છતાં આરામથી બેઠા છે. તેને લઈને બીસીસીઆઈ એક્શનમાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે એવા ખેલાડીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનું હવે પાલન કરવાનું રહેશે. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા તે ખેલાડીઓ માટે છે જેઓ રણજી ટ્રોફીથી દૂર રહીને IPL 2024ની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે.બીસીસીઆઈ ઈચ્છે છે કે, તમામ ખેલાડીઓ રણજી ટ્રોફીના આગામી રાઉન્ડમાં પોતાની સ્ટેટ ટીમો માટે મેચ રમે.

રણજી ટ્રોફીનો આગામી રાઉન્ડ 16 ફેબ્રુઆરીથી શરૂ

રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ સોમવારના રોજ તમામ ખેલાડીઓને ઈમેલ મોકલી માર્ગદર્શિકા વિશે જાણકારી આપી છે.આ કારણે જે ખેલાડીઓ એનસીએમાં છે તેઓને હાલ માટે બહાર રાખવામાં આવ્યા છે. બાકીના તમામ ખેલાડીઓએ 16મી ફેબ્રુઆરી પહેલા પોતપોતાની રાજ્યની ટીમમાં જોડાવાનું રહેશે. રણજી ટ્રોફીનો આગામી રાઉન્ડ 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે.

પંડ્યા બ્રધર્સની સાથે આઈપીએલની પ્રેક્ટિસ કરી

ક્રિકબઝના રિપોર્ટ મુજબ બીસીસીઆઈના આ દિશા-નિર્દેશોની સૌથી વધુ અસર ઈશાન કિશન પર હશે. જે રણજી ટ્રોફથી અંતર બનાવ્યું છે. હાલમાં ઈશાન કિશનનો ફોટો સામે આવ્યો હતો. જેમાં તે વડોદરામાં પંડ્યા બ્રધર્સની સાથે આઈપીએલની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. હવે ઈશાન કિશને આ પ્રેક્ટિસમાં બ્રેક લગાવી જમશેદપુરની ટ્રેન પકડવી પડશે. જ્યાં આગામી રાઉન્ડમાં તેની સ્ટેટ ટીમ ઝારખંડનો મુકાબલો રાજસ્થાન સામે છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

માત્ર ઈશાન કિશન જ નહિ પરંતુ અન્ય એવા કેટલાક ખેલાડીઓ છે જે રણજી ટ્રોફીથી અંતર રાખી રહ્યા છે.હવે આ ખેલાડીઓએ બોર્ડના નિર્દેશનું પાલન કરી રણજી ટ્રોફી રમવા માટે મેદાનમાં ઉતરવું જ પડશે.

16 ફેબ્રુઆરીના રોજ રમાશે રણજી ટ્રોફીની આગામી રાઉન્ડ

બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને ક્રિકબઝે લખ્યું છે કે કોઈ પણ ખેલાડી પોતાની જાતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલ સુધી મર્યાદિત રાખી શકે નહીં. તેણે પોતાની રાજ્યની ટીમ માટે ઘરેલુ ક્રિકેટ પણ રમવું પડશે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાને ટક્કર મારવા આવી રહ્યો છે તેના જ ગામનો ક્રિકેટર, રણજી ટ્રોફીમાં 1-2 નહિ પરંતુ 10 વિકેટ લીધી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article