Ranji Trophy 2022: મુંબઈ મુશ્કેલીમાં! શુભમ શર્મા અને યશ દુબેની સદીની મદદથી મધ્ય પ્રદેશ ઐતિહાસિક જીત તરફ

|

Jun 24, 2022 | 9:08 PM

મધ્યપ્રદેશ (Madhya Pradesh) ને પ્રથમ દાવમાં નિર્ણાયક લીડ લેવા માટે માત્ર સાત રનની જરૂર છે અને જો ટીમની બેટિંગ ચોથી દાવમાં ખરાબ રીતે લથડશે નહીં તો ટાઇટલ તેના ખોળામાં રહેશે.

Ranji Trophy 2022: મુંબઈ મુશ્કેલીમાં!  શુભમ શર્મા અને યશ દુબેની સદીની મદદથી મધ્ય પ્રદેશ ઐતિહાસિક જીત તરફ
યશ અને શુભમે શાનદાર ઈનીંગ રમી

Follow us on

યુવા બેટ્સમેન યશ દુબે (Ranji Trophy) અને શુભમ શર્મા (Shubham Sharma) ની સદીઓ અને બંને વચ્ચે બીજી વિકેટ માટે 222 રનની ભાગીદારીથી મધ્યપ્રદેશને શુક્રવારે મુંબઈ સામે રણજી ટ્રોફી (Ranji Trophy) ની ફાઈનલના ત્રીજા દિવસની રમતને અંતે મજબૂત સ્થિતી બનાવી હતી. આ સાથે જ પ્રથમ ટાઇટલ તરફ મજબૂત પગલુ ભર્યુ છે. પ્રથમ દાવમાં મુંબઈનો સ્કોર 374 મોટો લાગતો હતો, પરંતુ દુબેએ 236 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 113 અને શુભમે 215 બોલમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 116 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમતના અંતે મધ્યપ્રદેશે ત્રણ વિકેટે 368 રન બનાવ્યા છે અને પ્રથમ દાવના આધારે તે મુંબઈથી માત્ર છ રન પાછળ છે.

મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં મજબૂત શરૂઆત કરી હતી

મધ્યપ્રદેશને પ્રથમ દાવની નિર્ણાયક લીડ લેવા માટે માત્ર સાત રનની જરૂર છે અને જો ટીમની બેટિંગ ચોથી ઇનિંગ્સમાં ખરાબ રીતે લથડશે નહીં, તો ટાઇટલ તેમના ખોળામાં રહેશે. મધ્યપ્રદેશની ટીમ છેલ્લે 1998-99માં રણજી ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારબાદ તેને કર્ણાટક સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એક વિકેટે 123 રનથી દિવસની શરૂઆત કર્યા બાદ મધ્યપ્રદેશના બેટ્સમેનોએ ત્રીજા દિવસે ધીરજપૂર્વક રમતા 245 રન બનાવ્યા હતા, પરંતુ આ દરમિયાન મુંબઈના બોલરો વિકેટ માટે તરસતા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સ્ટમ્પના સમયે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શાનદાર પ્રદર્શન કરનાર રજત પાટીદાર 106 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 67 રન અને કેપ્ટન આદિત્ય શ્રીવાસ્તવે 33 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. ટીમનો પ્રયાસ હવે તેની લીડ એટલી વધારવાનો રહેશે કે જ્યાંથી મુંબઈને પરત ફરવાની તક ન મળી શકે.

શૉ અમ્પાયરથી નારાજ થઈ ગયો

ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બોલરોને મદદરૂપ થવાના સંકેત દેખાડી રહી ન હતી. દિવસના સૂર્યપ્રકાશના કારણે બેટ્સમેનોનું કામ આસાન થઈ ગયું હતું. સૌથી મોટી નિરાશા મુંબઈના ડાબા હાથના સ્પિનર ​​શમ્સ મુલાની (40 ઓવરમાં એક વિકેટે 117)ને થઈ, જેણે ઘણી ઢીલી બોલિંગ કરી. આ સત્રમાં દુબેએ 613 જ્યારે શુભમે 578 રન બનાવ્યા છે. બોલ બાઉન્ડ્રી સાથે અથડાતા બંનેએ એક-એક રન લેવાનું ચાલુ રાખ્યું. 222 રનની ભાગીદારીમાં બંનેએ 76 વખત એક-એક રન લીધા હતા. અરમાન જાફરે શોટ પોઈન્ટ પર શુભમનો કેચ છોડ્યો, પરંતુ મોહિત અવસ્થી (20 ઓવરમાં 53 રનમાં વિકેટ) સિવાય કોઈ પ્રભાવિત કરી શક્યો નહીં. મુંબઈના ખેલાડીઓએ પણ નિરાશામાં ઘણી વખત આઉટ થવાની અપીલ કરી હતી. એક પ્રસંગે કેપ્ટન શૉએ અમ્પાયર વીરેન્દ્ર શર્માને કહેવાનું શરૂ કર્યું કે બેટને અડ્યા બાદ બોલ ગયો છે, તમે તે સાંભળ્યું નથી.

દુબેએ સિદ્ધુ મુસેવાલાના અંદાજમાં ઉજવણી કરી

જો કે, રિપ્લે દર્શાવે છે કે બોલ બેટની દૂરની બાજુથી બહાર આવ્યો હતો. દુબેએ પણ તેની સદીની ઉજવણી સિદ્ધુ મુસેવાલાની જેમ તેની જાંઘ પર હાથ લગાવ્યા બાદ આકાશ તરફ આંગળી ઉંચી કરીને કરી હતી. જેમ સરફરાઝે મુંબઈ માટે કરી હતી. જોકે એવું લાગી રહ્યું હતું કે તેની ઉજવણી મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપવાને બદલે સરફરાઝને જવાબ આપી રહી હતી. શુભમ અવસ્થીનો શિકાર બન્યો જ્યારે મુલાનીએ દુબેને વોક કરાવ્યો. આ પછી પાટીદાર અને શ્રીવાસ્તવે ચોથી વિકેટ માટે અતૂટ 72 રનની ભાગીદારી કરીને મુંબઈના પુનરાગમનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

Published On - 9:08 pm, Fri, 24 June 22

Next Article