મોરના ઈંડા ચિતરવા ના પડે તે આનું નામ, રાહુલ દ્રવિડના દિકરાઓ કેપ્ટન બનતા જ રમી સોલીડ ઈનિંગ, બચાવી ટીમની લાજ
ઉત્તરાખંડ સામે રમતા અન્વયે આક્રમક હાફ સેન્ચુરી ફટકારી હતી. રાઈટ હેન્ડ બેટ્સમેને 133 બોલમાં 59 રન ફટકારી દીધા હતા. આ ઈનિંગમાં તેણે 8 ફોર ફટકારી હતી. હવે જે લોકો ક્રિકેટના ફેન છે તે વિચારતા હશે કે આ કઈ રીતે મોટી ઈનિંગ ગણી શકાય? તો આપને જણાવી દઈએ કે તેની આ ઈનિંગ ખાસ એટલે છે કે..

મોરના ઈંડાને ચિતરવા નથી પડતા અને આવી જ કહેવતને યથાર્થ સાબિત કરી છે રાહુલ દ્રવિડના દિકરાએ કે જેણે કેપ્ટન બનતાની સાથે જ કેપ્ટન ઈનિંગ રમી હતી અને ટીમની લાજને પણ બચાવી હતી. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વયે કરેલા કામની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. આ ઈનિંગ તેણે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં કર્ણાટક તરફથી કરી રહેલી કેપ્ટનશીપ દરમિયાન રમી હતી.
અન્વય દ્રવિડે ફટકારી અડધી સદી
ઉત્તરાખંડ સામે રમતા અન્વયે આક્રમક હાફ સેન્ચુરી ફટકારી હતી. રાઈટ હેન્ડ બેટ્સમેને 133 બોલમાં 59 રન ફટકારી દીધા હતા. આ ઈનિંગમાં તેણે 8 ફોર ફટકારી હતી. હવે જે લોકો ક્રિકેટના ફેન છે તે વિચારતા હશે કે આ કઈ રીતે મોટી ઈનિંગ ગણી શકાય? તો આપને જણાવી દઈએ કે તેની આ ઈનિંગ ખાસ એટલે છે કે ACA સ્ટેડિયમની પીચ કે જેના પર આ મેચ રમાઈ રહી હતી તે બેટિંગ માટે ખૂબ જ મુશ્કેલ હતી અને તેમ છતાં અન્વયે તેની ટીમ માટે ટોપ સ્કોર બનાવ્યો હતો.
Younger Son of Rahul Dravid – Anvay Dravid is leading Karnataka U16 Team in #VijayMerchant Trophy today.
Photo Credits – Six Cricket Community (Instagram)#CricketTwitter https://t.co/XgNSW4Gpv8 pic.twitter.com/Vxl8VhwcyR
— Indian Domestic Cricket Forum – IDCF (@IDCForum) December 1, 2023
Performance of Samit Dravid (Rahul Dravid’s Son) in his First U19 BCCI Tournament Match
27(51) – 3 fours with the bat 1/55 in 8 overs with the ball
Did help Karnataka beat Mumbai by 3 Wickets.
Six Cricket Community (Instagram)#CricketTwitter #VinooMankadTrophy pic.twitter.com/o4c4TQ2OTk
— Indian Domestic Cricket Forum – IDCF (@IDCForum) October 12, 2023
અન્વયે ટીમની કમાન સંભાળી
કર્ણાટકના કેપ્ટન અન્વય દ્રવિડે ઉત્તરાખંડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કર્ણાટકના ઓપનરોએ પણ અડધી સદીની ભાગીદારી કરી હતી પરંતુ તલ્હા શરીફના આઉટ થતાં જ આ ટીમનો મિડલ ઓર્ડર વિખરાઈ ગયો હતો. રેહાન મોહમ્મદ 1 રન બનાવીને આઉટ થયો હતો અને અનિકેત રેડ્ડીએ 36 રનમાં પોતાની વિકેટ ગુમાવી હતી. આ પછી અન્વય દ્રવિડ ક્રિઝ પર આવ્યો અને વિકેટ પર પેગ લગાવ્યો. અન્વયે સાવચેતીપૂર્વક બેટિંગ કરી અને 8 શાનદાર ચોગ્ગા ફટકાર્યા અને તે અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો.
અન્વયે કોઈ રીતે પોતાની ટીમને 220 રન સુધી પહોંચાડી હતી પરંતુ જ્યારે તેની વિકેટ પડી ત્યારે ટીમ 236 રનમાં પડી ગઈ હતી. પરંતુ તેમ છતાં અન્વયે તેની ટીમને જે રીતે સંભાળી તે ખરેખર કાબીલે દાદ હતી. તમને જણાવી દઈએ કે અન્વય દ્રવિડ વિકેટકીપિંગ પણ કરે છે અને તેની ટેકનિક પણ તેના પિતા જેવી છે. આવનારા સમયમાં આ ખેલાડી ચોક્કસપણે તેના પિતાના રસ્તે ખ્યાતિ પ્રાપ્ત કરશે અને કરાવશે તે નક્કી છે.
