AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ દ્રવિડના પુત્રને મળી મોટી તક, આ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો

દિગ્ગજ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડનો નાનો પુત્ર અન્વય દ્રવિડ ટૂંક સમયમાં એક મોટી ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. દ્રવિડ એક ટોચના ક્રમનો બેટ્સમેન અને વિકેટકીપર છે. BCCI એ તેને એક મહત્વપૂર્ણ તક આપી છે.

રાહુલ દ્રવિડના પુત્રને મળી મોટી તક, આ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો
Rahul Dravid son AnvayImage Credit source: PTI/X
| Updated on: Nov 04, 2025 | 6:58 PM
Share

દિગ્ગજ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ખેલાડીઓમાંના એક છે. તેમણે કોચ તરીકે ભારતને ICC ટ્રોફીમાં જીત અપાવી છે. તેમના બંને પુત્રો પણ ક્રિકેટ રમે છે. દ્રવિડનો નાનો પુત્ર અન્વય દ્રવિડ છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. તાજેતરમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા તેના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ગયા મહિને તેણે વિનુ માંકડ ટ્રોફીમાં કર્ણાટકનું નેતૃત્વ કર્યું હતું. હવે તેને એક મોટી ટુર્નામેન્ટ માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

દ્રવિડના પુત્રનો ટીમમાં સમાવેશ

રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડની હૈદરાબાદમાં બુધવારથી શરૂ થનારી મેન્સ અંડર-19 વન ડે ચેલેન્જર ટ્રોફી માટે પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ દર વર્ષે યોજાય છે અને યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડે છે. અન્વયને ચાર ટીમોમાંથી ટીમ C માં સામેલ કરવામાં આવ્યો છે. ટોપ ઓર્ડર બેટ્સમેન અને વિકેટકીપરની ભૂમિકા ભજવનાર અન્વય તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ ટુર્નામેન્ટ 5 થી 11 નવેમ્બર, 2025 દરમિયાન હૈદરાબાદમાં રમાશે.

અન્વય દ્રવિડ માટે મોટી તક

ટીમ C નું નેતૃત્વ એરોન જ્યોર્જ કરશે, જ્યારે આર્યન યાદવ વાઈસ કેપ્ટન હશે. ટીમનો પહેલો મુકાબલો શુક્રવારે વેદાંત ત્રિવેદીની આગેવાની હેઠળની ટીમ B સામે થશે. આ મેચમાં અન્વય દ્રવિડ રમતો જોવા મળી શકે છે. દ્રવિડ માટે આ એક મોટી તક હશે, જ્યાં તે પોતાની છાપ છોડવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે રાહુલ દ્રવિડનો મોટો પુત્ર સમિત દ્રવિડ પણ એક બેટ્સમેન છે. સમિતે તાજેતરમાં મહારાજા T20 KSCA ટ્રોફીમાં ટોપ-ઓર્ડર બેટ્સમેન તરીકે કેટલીક મેચ રમી હતી.

અંડર-19 વનડે ચેલેન્જર ટ્રોફી માટે બધી ટીમો

ટીમ A: વિહાન મલ્હોત્રા (કેપ્ટન), અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), વંશ આચાર્ય, બાલાજી રાવ (વિકેટકીપર), લક્ષ્ય રાયચંદાની, વિનીત વી કે, માર્કંડેય પંચાલ, સાત્વિક દેસવાલ, વી યશવીર, હેમચુડેસન જે, આર એસ અંબરીશ, હની પ્રતાપ સિંહ, વાસુ દેવાણી, યુધાજીત ગુહા, ઈશાન સૂદ.

ટીમ B: વેદાંત ત્રિવેદી (કેપ્ટન), હરવંશ સિંહ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), વાફી કચ્છી, સાગર વિર્ક, સયાન પોલ, વેદાંત સિંહ ચૌહાણ, પ્રણવ પંત, એહિત સલારિયા (વિકેટકીપર), બીકે કિશોર, અનમોલજીત સિંહ, નમન પુષ્પક, ડી દીપેશ, મોહમ્મદ મલિક, મહમદ યાસીન સૌદાગર, વૈભવ શર્મા.

ટીમ C: એરોન જ્યોર્જ (કેપ્ટન), આર્યન યાદવ (વાઈસ-કેપ્ટન), અનિકેત ચેટર્જી, મણિકાંત શિવાનંદ, રાહુલ કુમાર, યશ કાસવણકર, અન્વય દ્રવિડ (વિકેટકીપર), યુવરાજ ગોહિલ (વિકેટકીપર), ખિલન એ પટેલ, કનિષ્ક ચૌહાણ, આયુષ શુક્લા, હેનીલ પટેલ, લક્ષ્મણ પ્રીથી, રોહિત કુમાર દાસ, મોહિત ઉલવા.

ટીમ D: ચંદ્રહાસ દશ (કેપ્ટન), મૌલ્યરાજસિંહ ચાવડા (વાઈસ-કેપ્ટન), શાંતનુ સિંહ, અર્ણવ બગ્ગા, અભિનવ કન્નન, કુશાગ્ર ઓઝા, આર્યન સકપાલ (વિકેટકીપર), એ રેપોલ (વિકેટકીપર), વિકલ્પ તિવારી, મોહમ્મદ અનન, અયાન અકરમ, ઉદ્ધવ મોહન, આશુતોષ મહિડા, એમ તોષિત યાદવ, સોલિબ તારિક.

આ પણ વાંચો: ડેબ્યૂ મેચ પહેલા જ ઘાયલ થયો સ્ટાર ભારતીય ખેલાડી, આખી સિઝનમાંથી થયો બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">