Team India:રાહુલ દ્રવિડે બાયો-બબલ ના ખેલાડીઓ પરની અસરનો નિકાળ્યો રસ્તો, BCCI પણ ખેલાડીઓના થાકની ફરીયાદ દૂર કરવા ઉઠાવશે કદમ

|

Nov 10, 2021 | 12:55 PM

T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ટીમ ઈન્ડિયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને કોચ રવિ શાસ્ત્રીએ ખરાબ પ્રદર્શન પાછળનું એક કારણ બાયો બબલના કારણે થકાવટને ગણાવ્યું હતું.

Team India:રાહુલ દ્રવિડે બાયો-બબલ ના ખેલાડીઓ પરની અસરનો નિકાળ્યો રસ્તો, BCCI પણ ખેલાડીઓના થાકની ફરીયાદ દૂર કરવા ઉઠાવશે કદમ
Rahul Dravid

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ICC વર્લ્ડ કપ-2021 (T20 World Cup) માં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી અને સુપર-12 રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ પછી ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ સતત બાયો બબલમાં રહેવાથી થનારી થાક વિશે વાત કરી અને તેને ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ ગણાવ્યું.

સ્ટાર ખેલાડીઓને ધ્યાનમાં રાખીને હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મોટું પગલું ભરી શકે છે. મીડિયા અહેવાલ મુજબ, BCCI હવે ટીમની પસંદગી કરતા પહેલા ખેલાડીનું પરીક્ષણ કરશે અને તેના વર્કલોડ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહેવાલ મુજબ ટીમના નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) બોર્ડના સચિવ જય શાહ (Jay Shah) ની સાથે આ પ્રક્રિયાનો ભાગ હશે.

આ મહિનાની શરૂઆતમાં જ્યારે તે ક્રિકેટ એડવાઇઝરી કમિટી સમક્ષ હાજર થયો ત્યારે રવિએ ખેલાડીઓના થાકનો મુદ્દો ઉઠાવ્યો હતો. અત્યાર સુધી પસંદગીકારો ખેલાડીના આરામ અંગે નિર્ણય લેતા હતા પરંતુ હવે થાક એ ટીમના ટી-20 વર્લ્ડ કપમાંથી વહેલા બહાર થવાનું મહત્વનું કારણ છે. આવી સ્થિતિમાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI નથી ઈચ્છતું કે બાયો બબલ ખેલાડીઓ પર અસર કરે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ ખેલાડીઓને આરામ અપાયો

બીસીસીઆઈની સિનીયર પસંદગી સમિતિએ મંગળવારે રાત્રે ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ભારતની ટી20 ટીમની જાહેરાત કરી હતી, જેમાં ઘણા મોટા નામોને આરામ આપવામાં આવ્યો છે. જેમાં વિરાટ કોહલી સહિત જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાના નામ સામેલ છે.

બીસીસીઆઈના એક અધિકારીએ મીડિયા અહેવાલમાં જણાવ્યું, બીસીસીઆઈ નક્કી કરશે કે કયા ખેલાડીને આરામ આપવો અને આ નિર્ણય ખેલાડીએ કેટલી ક્રિકેટ રમી છે તેના આધારે લેવામાં આવશે. આપણે થાકની સમસ્યાથી વાકેફ છીએ. જે ખેલાડીને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને આવનાર ખેલાડી સારો દેખાવ કરે તો પણ તે ખેલાડીનું સ્થાન જોખમમાં નહીં આવે. તેને તેનું સ્થાન પાછું મળશે.

આ પ્રક્રિયા હેઠળ, ટીમના ટ્રેનર ખેલાડીનો ફિટનેસ રિપોર્ટ દ્રવિડને આપશે, જે ટીમની પસંદગી પહેલા તેને જોઈને જય શાહ સાથે ચર્ચા કરશે.

 

આ ત્રણેયને નહીં મળે બ્રેક!

જો કે, આ બાબતમાં બ્રોડકાસ્ટરને ધ્યાનમાં રાખવામાં આવશે અને તેથી બીજા ક્રમની ટીમને કોઈપણ શ્રેણી માટે પસંદ કરવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, T20માં ભારતના ટોચના ત્રણ ખેલાડીઓ – વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલને ભાગ્યે જ બ્રેક આપવામાં આવ્યો છે. ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓ લાંબા સમયથી બાયો બબલમાં છે. ટીમ જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી અને ત્યાં સપ્ટેમ્બર સુધી બાયો બબલમાં રહી હતી. આ પછી IPL-2021ના બીજા તબક્કામાં પણ આવું જ થયું અને પછી ખેલાડીઓએ T20 વર્લ્ડ કપમાં ભાગ લેવો પડ્યો.

 

આ પણ વાંચોઃ ENG vs NZ, 1st Semi-Final: ઇંગ્લેન્ડ નબળુ કે ન્યુઝીલેન્ડ દેખાડશે દમ, જાણો કેવી હશે બંને ની પ્લેયીંગ 11?

આ પણ વાંચોઃ  Virtat Kohli: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે દાવો કર્યો, વિરાટ કોહલી જલ્દી થી T20 ફોર્મેટમાંથી નિવૃત્તી જાહેર કરશે, ટીમમાં જૂથબંધ હોવાનુ ગણાવ્યુ કારણ

Published On - 12:46 pm, Wed, 10 November 21

Next Article