ભારતીય મૂળના યુવા ખેલાડીનું ન્યૂઝીલેન્ડમાં કિસ્મત ખૂલ્યુ, ક્રિકેટ કરિયરમાં પ્રથમ સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ મળ્યો

|

Jul 10, 2024 | 3:21 PM

ન્યુઝીલેન્ડ બોર્ડ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં 20 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. જેમાં કેટલાક સિનિયર અને સ્ટાર ખેલાડીઓના નામ જોવા મળી રહ્યા નથી. કોન્ટ્રેક્ટમાં સમાવેશ કરવામાં આવેલા ખેલાડીઓની યાદીમાં કેટલાક યુવા ખેલાડીઓને પ્રથમ વખત તક મળી છે. તો ભારતીય મૂળના ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે.

ભારતીય મૂળના યુવા ખેલાડીનું ન્યૂઝીલેન્ડમાં કિસ્મત ખૂલ્યુ, ક્રિકેટ કરિયરમાં પ્રથમ સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ મળ્યો
સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં સમાવેશ

Follow us on

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ આગામી એક વર્ષ માટેનો જાહેર કર્યો છે. આ વખતે ન્યુઝીલેન્ડ બોર્ડ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં 20 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. જેમાં કેટલાક સિનિયર અને સ્ટાર ખેલાડીઓના નામ જોવા મળી રહ્યા નથી. કોન્ટ્રેક્ટમાં સમાવેશ કરવામાં આવેલા ખેલાડીઓની યાદીમાં કેટલાક યુવા ખેલાડીઓને પ્રથમ વખત તક મળી છે. તો ભારતીય મૂળના ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે.

2024-25 સીઝન માટેના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટની યાદીમાં કેન વિલિયમસન, લોકી ફર્ગ્યુસન અને એડમ મિલ્ને જેવા સિનિયર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જે ખેલાડીઓ ન્યુઝીલેન્ડ ક્રિકેટના સ્ટાર ખેલાડીઓ છે. વિલિયમસને ટીમને પ્રથમ આઈસીસી ટ્રોફી અપાવી હતી. જોકે તે કોન્ટ્રેક્ટનો હિસ્સો નથી થઈ શક્યો.

ભારતીય મૂળના ખેલાડીને ન્યૂઝીલેન્ડનો સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ મળ્યો

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા યુવા ચહેરાઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભારતીય મૂળના રચિન રવિન્દ્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રચિન રવિન્દ્રને માટે આ પ્રથમ વાર કોન્ટ્રેક્ટ મળ્યો છે. ડાબોડી બેટર રચિન રવિન્દ્રનું અંતિમ એક વર્ષનું પ્રદર્શન ખૂબ જ સારુ રહ્યું છે. રચિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર રમત દર્શાવી છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

રવિન્દ્ર 2023 ODI વર્લ્ડ કપનો સ્ટાર ખેલાડી હતો. આ દરમિયાન તેણે 578 રન બનાવ્યા હતા. ત્યારબાદ રચિને દક્ષિણ આફ્રિકા સામે માઉન્ટ મૌંગાનુઈ ખાતે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી, જે પણ બેવડી સદીમાં તેણે ફેરવી દીધી હતી. તે માર્ચમાં સર રિચર્ડ હેડલી મેડલ જીતનાર ન્યૂઝીલેન્ડનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

ટૂંકી કારકિર્દીમાં શાનદાર કામ

ટૂંકમાં તેનો પરિચય આપતા તમને જણાવી દઈએ કે, રચિન રવિન્દ્રના પિતા સોફ્ટવેર એન્જિનિયર છે અને તેઓ 90ના દાયકામાં બેંગ્લુરુથી ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયા હતા. રચિન રવિન્દ્રનો પરિવાર ન્યુઝીલેન્ડમાં સ્થાયી ખયો હતો. આમ રચિનને તેના પ્રદર્શન આધારે ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ તરફથી રમવાની તક મળી હતી.

મૂળ ભારતીય ખેલાડીએ ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ, 25 વનડે અને 23 ટી20 મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 39.92ની એવરેજથી 519 રન બનાવ્યા છે. ODIમાં તેણે 41.00ની એવરેજથી 820 રન બનાવ્યા છે અને T20માં પણ તેણે 231 રન બનાવ્યા છે. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં 4 સદી ફટકારી છે.

આ ખેલાડીઓનું કિસ્મત ખૂલ્યુ

રચિન ઉપરાંત બેન સીઅર્સ, વિલ ઓ’રર્કે અને જેકબ ડફીને પણ પ્રથમ વખત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર ​​એજાઝ પટેલ પણ આ યાદીમાં પરત ફર્યો છે.એજાઝનું પરિવાર મૂળ ગુજરાતના ભરુચનું છે. હેનરી નિકોલ્સે ગત સિઝનમાં ટેસ્ટ ટીમની બહાર હોવા છતાં તેનો કરાર જાળવી રાખ્યો છે.

ન્યુઝીલેન્ડ સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ 2024-25 લિસ્ટ

ફિન એલન, ટોમ બ્લંડેલ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાયલ જેમીસન, ટોમ લેથમ, ડેરીલ મિશેલ, હેનરી નિકોલ્સ, વિલ ઓ’રર્કે, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર. બેન સીઅર્સ, ઈશ સોઢી, ટિમ સાઉથી અને વિલ યંગ.

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:21 pm, Wed, 10 July 24

Next Article