AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમમાં સ્થાન ન મળતા પાકિસ્તાની ખેલાડીએ ટ્વિટર પર કાઢ્યો ગુસ્સો, PCB કરશે કાર્યવાહી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં એશિયા કપ-2023 માટે તેની ટીમની જાહેરાત કરી છે, પરંતુ તેનો એક ખેલાડી ટીમની પસંદગીથી ખુશ નથી અને તેણે ટ્વિટર પર પસંદગીકારો પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે અને હવે પીસીબી (PCB) તેની સામે કડક વલણ અપનાવી શકે છે.

ટીમમાં સ્થાન ન મળતા પાકિસ્તાની ખેલાડીએ ટ્વિટર પર કાઢ્યો ગુસ્સો, PCB કરશે કાર્યવાહી
Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 2:07 PM
Share

પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને તે પછી કોઈ હંગામો ન થાય, એવું હાલના સમયમાં જોવા મળતું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) થોડા દિવસો પહેલા પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક (PCB)ને નવા મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કર્યા હતા. ઈન્ઝમામે 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ (Asia Cup 2023) માટે ટીમની જાહેરાત કરી દીધી છે અને ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ મચી ગઈ છે.

દહાનીને ટીમમાં સ્થાન ન મળ્યું

શહનાબાઝ દહાનીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ખેલાડીને આ વાત પસંદ ન આવી અને તેણે સિલેક્ટર્સ અને પત્રકારો પર સવાલો ઉઠાવ્યા. આ બધું પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતીફના ટ્વિટથી શરૂ થયું. આ ટ્વીટ જોઈને દહાની નારાજ થઈ ગયો અને તેણે ટ્વીટર પર પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને હવે પીસીબી (PCB) તેના પર કડક કાર્યવાહી કરશે.

ઈન્ઝમામની આગેવાનીમાં ટીમની પસંદગી થઈ

ઈન્ઝમામની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિએ શાન મસૂદ અને ઈહસાનુલ્લાહને ટીમમાંથી બહાર કર્યા છે. આ સાથે જ ઈમાદ વસીમને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. ફહીમ અશરફ બે વર્ષ બાદ પાકિસ્તાની ટીમમાં પરત ફર્યો છે. તે છેલ્લે 2021માં ટીમમાં રમ્યો હતો.

પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે કર્યું ટ્વિટ

આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે પાકિસ્તાનના ફાસ્ટ બોલરોના લિસ્ટ-Aના આંકડાઓ જણાવ્યા હતા. તેમાં શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ જેવા બોલરોના નામ છે પરંતુ દહાનીનું નામ તેમાં નહોતું. આના પર દહાની ગુસ્સે થઈ ગયો હતો.

દહાનીના ટ્વિટ બાદ મચ્યો હંગામો

લતીફના ટ્વીટ પર ટિપ્પણી કરતા દહાનીએ તેના આંકડા પોસ્ટ કર્યા અને લખ્યું કે શું તમને એવું લાગે છે કે દહાની પાકિસ્તાનનો ફાસ્ટ બોલર નથી. આના પર લતીફે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. પરંતુ પછી દહાનીએ બીજું ટ્વિટ કર્યું અને લખ્યું કે કોઈપણ પત્રકાર અને ક્રિકેટ વિશ્લેષકમાં પસંદગીકારને આંકડા બતાવવાની અને પ્રશ્નો પૂછવાની હિંમત નથી.

આ પણ વાંચોઃ કુલદીપ યાદવ ટીમમાંથી બહાર થતા રડી પડ્યા હતા તેના કોચ, હાલ વેસ્ટ ઈન્ડિઝમાં મચાવી છે ધમાલ

PCB કરશે કાર્યવાહી !

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને દહાનીનું આ વલણ પસંદ પડ્યું નથી. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે તેણે દહાનીના ટ્વીટ પર સખત વાંધો ઉઠાવ્યો છે અને તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એવા અહેવાલો છે કે PCBની કાનૂની ટીમ આ અંગે નિર્ણય લેશે કે તેની સામે શું કાર્યવાહી કરવી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">