પાકિસ્તાન vs ઈંગ્લેન્ડ, T20 Final Highlights: T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ બીજીવાર બન્યુ વર્લ્ડ ચેમ્પિયન, ફાઈનલમાં પાકિસ્તાનની કારમી હાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 6:10 PM

PAK Vs ENG T20 Gujarati World cup 2022 final match : T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ બન્યુ વર્લ્ડ ચેમ્પિયન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 30 વર્ષ જૂનો બદલો લીધો. T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટે શાનદાર જીત મેળવી છે.

પાકિસ્તાન vs ઈંગ્લેન્ડ, T20 Final Highlights: T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ બીજીવાર બન્યુ વર્લ્ડ ચેમ્પિયન, ફાઈનલમાં પાકિસ્તાનની કારમી હાર
પાકિસ્તાન vs ઈંગ્લેન્ડImage Credit source: TV9 GFX

આજની મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ટોસ હારીને બેંટિગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની બેટિંગ ફ્લોપ રહી હતી. 138 રનનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટે જીત મેળવીને વર્લ્ડકપ જીત્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Nov 2022 06:07 PM (IST)

    ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડકપ ટ્રોફી ઉઠાવી કરી જીતની ઉજવણી

     

  • 13 Nov 2022 05:35 PM (IST)

    ઈંગ્લેન્ડનો ક્રિકેટર સેમ કુરન બન્યો પ્લેયર ઓફ ધ ટુનામેન્ટ

    ઈંગ્લેન્ડનો ક્રિકેટર સેમ કુરન ટી20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનને કારણે પ્લેયર ઓફ ધ ટુનામેન્ટ બન્યો.

  • 13 Nov 2022 05:32 PM (IST)

    ફાઈનલ મેચમાં સેમ કુરન બન્યો મેન ઓફ ધ મેચ

    4 ઓવરમાં સેમ કુરને 12 આપી લીધી હતી 3 વિકેટ

  • 13 Nov 2022 05:23 PM (IST)

    સ્ટોક્સે પાકિસ્તાન સામે લીધો 30 વર્ષ જૂનો બદલો

    30 વર્ષ પહેલા મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 1992ના વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો. આજે T20 વર્લ્ડકપમાં વર્લ્ડ ચેમ્પિયન બની ઈંગ્લેન્ડની ટીમે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 30 વર્ષ જૂનો બદલો લીધો છે.

  • 13 Nov 2022 05:14 PM (IST)

    ઈંગ્લેન્ડ બન્યુ વર્લ્ડ ચેમ્પિયન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 30 વર્ષ જૂનો બદલો લીધો

     

  • 13 Nov 2022 05:07 PM (IST)

    PAK vs ENG : T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની શાનદાર જીત, પાકિસ્તાનની ફાઈનલમાં કારમી હાર

    ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટથી જીતી ફાઈનલ મેચ

  • 13 Nov 2022 05:06 PM (IST)

    PAK vs ENG : સ્ટોક્સે ફટકાર્યો ચોગ્ગો

    ઈંગ્લેન્ડને જીતવા માટે 1 રનની જરુર

  • 13 Nov 2022 05:04 PM (IST)

    PAK vs ENG : વસીમે લીધી મોઈનની વિકેટ

    મોઈને 13 બોલમાં બનાવ્યા 19 રન

  • 13 Nov 2022 05:01 PM (IST)

    PAK vs ENG: 18 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર 131 /4

    ઈંગ્લેન્ડને જીતવા માટે 12 બોલમાં 7 રનની જરુર, ઈંગ્લેન્ડના ક્રિકેટર મોઈન અને સ્ટોક્સ ક્રિઝ પર, માત્ર 2 ઓવરની મેચ બાકી.

  • 13 Nov 2022 04:56 PM (IST)

    PAK vs ENG: મોઈન એ ફટકાર્યો ચોગ્ગો

  • 13 Nov 2022 04:54 PM (IST)

    PAK vs ENG: મોઈન ફરી ફટકાર્યો ચોગ્ગો

  • 13 Nov 2022 04:53 PM (IST)

    PAK vs ENG: મોઈન ફટકાર્યો ચોગ્ગો

  • 13 Nov 2022 04:53 PM (IST)

    PAK vs ENG: સ્ટોક્સે છગ્ગો ફટકાર્યો

    16મી ઓવરની 5મી બોલ પર ચોગ્ગો અને છેલ્લી બોલ પર છગ્ગો

  • 13 Nov 2022 04:51 PM (IST)

    PAK vs ENG: સ્ટોક્સે ચોક્કો ફટકાર્યો

  • 13 Nov 2022 04:48 PM (IST)

    PAK vs ENG: 15 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર 97 /4

    ઈંગ્લેન્ડને જીતવા માટે 30 બોલમાં 41 રનની જરુર, ઈંગ્લેન્ડના ક્રિકેટર મોઈન અને સ્ટોક્સ ક્રિઝ પર.

  • 13 Nov 2022 04:47 PM (IST)

    PAK vs ENG: સ્ટોક્સે ચોક્કો ફટકાર્યો

  • 13 Nov 2022 04:42 PM (IST)

    PAK vs ENG: ઈંગ્લેન્ડનો સ્કોર 89 /4

    ઈંગ્લેન્ડને જીતવા માટે 36 બોલમાં 49 રનની જરુર

  • 13 Nov 2022 04:36 PM (IST)

    PAK vs ENG: હેરી બ્રૂક્સ આઉટ

    પાકિસ્તાને મેચમાં જોરદાર વાપસી કરી છે, છેલ્લી બે ઓવરમાં માત્ર 5 રન આપ્યા બાદ પાકિસ્તાનને હવે એક વિકેટ પણ મળી ગઈ છે. હેરી બ્રૂક્સ 20 રન બનાવીને આઉટ થયો છે અને ઈંગ્લેન્ડની ચોથી વિકેટ પડી છે. ઈંગ્લેન્ડને જીતવા માટે 45 બોલમાં 54 રનની જરૂર છે. હવે બેન સ્ટોક્સ અને મોઈન અલી ક્રિઝ પર છે.

  • 13 Nov 2022 04:33 PM (IST)

    PAK vs ENG: ઈંગ્લેન્ડનો સ્કોર 100ની નજીક

    ઈંગ્લેન્ડે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 82 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સ અને હેરી સમાન 18-18 રને રમી રહ્યા છે. બંનેએ 37 રનની ભાગીદારી કરી છે. પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલર હરિસ રઉફે બે અને શાહીન આફ્રિદીએ એક વિકેટ ઝડપી છે.

  • 13 Nov 2022 04:28 PM (IST)

    PAK vs ENG:ઇંગ્લેન્ડે 11 ઓવરમાં 3 વિકેટે 79 રન બનાવ્યા

    ઇંગ્લેન્ડે 11 ઓવરમાં 3 વિકેટે 79 રન બનાવ્યા હતા. જીતવા માટે 54 બોલમાં 59 રનની જરૂર છે. બેન સ્ટોક્સ અને હેરી બ્રુક ક્રીઝ પર છે. ઈંગ્લેન્ડના ખાતામાં 11મી ઓવરમાં માત્ર 2 રન આવ્યા હતા.

  • 13 Nov 2022 04:23 PM (IST)

    PAK vs ENG: ઈંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 60 બોલમાં 61 રનની જરુર

    ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને હેરી બ્રુકની જોડી ધીમે ધીમે ઈંગ્લેન્ડના દાવને આગળ લઈ રહી છે. ઈંગ્લેન્ડે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા છે. જોસ બટલરની ટીમને મેચ અને ટાઇટલ જીતવા માટે હજુ 60 બોલમાં 61 રનની જરૂર છે, જ્યારે સાત વિકેટ હજુ બાકી છે. પાકિસ્તાનના બોલરો વિકેટની શોધમાં છે.

  • 13 Nov 2022 04:20 PM (IST)

    PAK vs ENG:બેન સ્ટોક્સે ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 04:17 PM (IST)

    PAK vs ENG:.ઈંગ્લેન્ડને જીતવા માટે 66 બોલમાં 69 રનની જરુર

    ઈંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 61 રનને પાર કરી ગયો છે. બેન સ્ટોક્સ અને હેરી બ્રુક ક્રિઝ પર છે. આ બંને ખેલાડીઓએ મોટી ભાગીદારી કરવી પડશે. ઇંગ્લેન્ડે શરૂઆતની ઓવરોમાં ઝડપથી રન બનાવ્યા હતા, પરંતુ ત્રણ વિકેટ પડી ગયા બાદ આ જોડીએ સાવધાનીથી રમવું પડશે. જો કે, ઈંગ્લેન્ડની બેટિંગ સારી છે અને આ ટીમ ઝડપી રન બનાવીને સરળતાથી લક્ષ્યનો પીછો કરી શકે છે. 9 ઓવર રમીને ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા છે.

  • 13 Nov 2022 04:15 PM (IST)

    PAK vs ENG: બેન સ્ટોક્સે ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 04:12 PM (IST)

    PAK vs ENG : ઈંગ્લેન્ડનો સ્કોર 8 ઓવરમાં 61/3

    ઈંગ્લેન્ડે પ્રથમ 8 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સ અને હેરી બ્રુકની જોડી ક્રીઝ પર ઉભી છે. ઈંગ્લેન્ડને જીતવા માટે હજુ 72 બોલમાં 77 રનની જરૂર છે જ્યારે સાત વિકેટ બાકી છે.

  • 13 Nov 2022 04:11 PM (IST)

    PAK vs ENG: ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર

    ઈંગ્લેન્ડની ઈનિંગ્સ 8 ઓવર પૂરી થઈ ગઈ છે અને ટીમનો સ્કોર 3 વિકેટ ગુમાવીને 61 રન છે. હવે ઇંગ્લેન્ડને જીતવા માટે 77રનની જરૂર છે. 7 વિકેટ હાથમાં હોવાથી આ કામ આસાન લાગે છે પરંતુ પાકિસ્તાનની બોલિંગ યુનિટ તેની મજબૂત રમત બતાવી રહી છે.

  • 13 Nov 2022 04:05 PM (IST)

    PAK vs ENG: ઈંગ્લેન્ડનો સ્કોર 50 રનને પાર

    7મી ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 54/3 છે. ક્રિઝ પર સ્ટોક્સ અને હૈરી બ્રૂક્સ છે.

  • 13 Nov 2022 04:03 PM (IST)

    PAK vs ENG: પાકિસ્તાનની સ્થિતિ મજબૂત

    પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો છે. ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલર 26 રન બનાવીને હરિસ રઉફનો શિકાર બન્યો છે. ઈંગ્લેન્ડનો સ્કોર 5.1 ઓવરમાં 45-3 છે, તેને જીતવા માટે 87 બોલમાં 93 રનની જરૂર છે.

  • 13 Nov 2022 04:01 PM (IST)

    PAK vs ENG:હૈરી બ્રૂક્સ ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 03:58 PM (IST)

    PAK vs ENG: જોસ બટલર આઉટ

    138 રનનો પીછો કરતા ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ 45 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન જોસ બટલર 26 રન બનાવીને આઉટ થતા હવે ઈંગ્લેન્ડ માટે મુશ્કેલીઓ વધી રહી છે.

  • 13 Nov 2022 03:55 PM (IST)

    PAK vs ENG: ઈંગ્લેન્ડનો સ્કોર 5 ઓવરમાં 43/2

  • 13 Nov 2022 03:53 PM (IST)

    PAK vs ENG: જોસ બટલરે સિક્સ ફટકારી

  • 13 Nov 2022 03:52 PM (IST)

    PAK vs ENG: ઈંગ્લેન્ડને જીતવા માટે 94 બોલમાં 101 રનની જરુર છે

  • 13 Nov 2022 03:51 PM (IST)

    PAK vs ENG: જોસ બટલરે ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 03:50 PM (IST)

    PAK vs ENG: ઈંગ્લેન્ડનો સ્કોર 4 ઓવરમાં 32/2

    ચોથી ઓવર ઈંગ્લેન્ડ માટે ખરાબ રહ્યી હતી અન ઈંગ્લેન્ડે 1 વિકેટ ગુમાવી હતી. ઈંગ્લેન્ડ સ્કોર 32/2

  • 13 Nov 2022 03:45 PM (IST)

    PAK vs ENG: ફિલ્ટ સોલ્ટ આઉટ

    હરિસ રઉફે ફિલિપ સોલ્ટને 10 રન પર આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડે 3.2 ઓવરમાં 2 વિકેટે 32 રન બનાવ્યા હતા. 20 રન બનાવીને ક્રિઝ પર જોસ બટલર.

  • 13 Nov 2022 03:44 PM (IST)

    PAK vs ENG: ફિલ્ટ સોલ્ટે ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 03:42 PM (IST)

    PAK vs ENG: ઈંગ્લેન્ડનો સ્કોર 28/1

    પાકિસ્તાને આપેલા 138 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની પ્રથમ ઓવરના પાંચમા બોલ પર શાહીન આફ્રિદીએ ઓપનર એલેક્સ હેલ્સને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો હતો. હેલ્સ બે બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડે 3 ઓવરમાં 1 વિકેટે 28 રન બનાવ્યા છે. ક્રિઝ પર બટલર અને સોલ્ટ છે.

  • 13 Nov 2022 03:40 PM (IST)

    PAK vs ENG: બટલરે ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 03:35 PM (IST)

    PAK vs ENG: ફિલ્ટ સોલ્ટ ચોગ્ગો ફટકાર્યો

    બીજી ઓવરના પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 03:32 PM (IST)

    PAK vs ENG: જોસ બટલરે ચોગ્ગો ફટકાર્યો

    2 ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 13 Nov 2022 03:30 PM (IST)

    PAK vs ENG: ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો

    એલેક્સ હેલ્સ 2 બોલમાં 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો, પાકિસ્તાનના બોલર શાહિન આફ્રિદી તેને આઉટ કર્યો

  • 13 Nov 2022 03:27 PM (IST)

    PAK vs ENG: જોસ બટલર અને એલેક્સ હેલ્સ ક્રિઝ પર

    પાકિસ્તાને આપેલા 138 રનના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે ઈંગ્લેન્ડના ખેલાડી જોસ બટલર અને એલેક્સ હેલ્સ ક્રિઝ પર છે. પાકિસ્તાનનો બોલર શાહિન આફ્રિદી પ્રથમ ઓવર નાંખી હતી

  • 13 Nov 2022 03:14 PM (IST)

    PAK vs ENG: પાકિસ્તાને ઈંગ્લેન્ડને 137 રનનો ટાર્ગેટ આપ્યો

    ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતવા માટે 138 રનની જરૂર છે,પાકિસ્તાને શાન મસૂદના 38 રન અને કેપ્ટન બાબર આઝમના 32 રનના આધારે ઈંગ્લેન્ડ સામે 138 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી સેમ કુરેને સૌથી વધુ 3 જ્યારે ક્રિસ જોર્ડન અને આદિલ રશીદે બે-બે વિકેટ લીધી હતી.

  • 13 Nov 2022 03:13 PM (IST)

    PAK vs ENG: શાહિન આફ્રિદીએ ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 03:11 PM (IST)

    PAK vs ENG: પાકિસ્તાનની 8મી વિકેટ પડી

    મોહમ્મદ વસીમ 8 બોલમાં 4 રન બનાવી પેવેલિયન પરત ફર્યો

  • 13 Nov 2022 03:08 PM (IST)

    PAK vs ENG: પાકિસ્તાનનો સ્કોર 131/6

    મોહમ્મદ નવાઝ 5 રન બનાવીને સેમ કુરન દ્વારા આઉટ થયો હતો. પાકિસ્તાનનો સ્કોર 19 ઓવરમાં 7 વિકેટે 131 રન છે. મોહમ્મદ વસીમ જુનિયર 4 રન બનાવીને ક્રીઝ પર છે.આફ્રિદી 1 રન બનાવી ક્રિઝ પર છે

  • 13 Nov 2022 03:06 PM (IST)

    PAK vs ENG: પાકિસ્તાનને સાતમો ઝટકો

    મોહમ્મદ નવાઝ 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યો મોહમ્મદ નવાઝ પેવેલિયન પરત ફરતા ક્રિઝ પર આફ્રિદી આવ્યો છે

  • 13 Nov 2022 03:04 PM (IST)

    ભાજપના ઘણા નારાજ ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં: કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ

    મધુ શ્રીવાસ્તવના ભાજપમાંથી રાજીનામા અંગે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે નિવેદન આપ્યુ છે કે, ભાજપના ઘણા નારાજ ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં છે. કોઇ દાગ વિનાના અને શરત વગર આવતા હોય તો પાર્ટી વિચારશે. મધુ શ્રીવાસ્તવ સહિત મંત્રી રહી ચૂકેલા લોકો સંપર્કમાં છે. પ્રભાતસિંહ, બાલકૃષ્ણ પટેલ સહિતના અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા છે.

  • 13 Nov 2022 03:04 PM (IST)

    PAK vs ENG: પાકિસ્તાનનો સ્કોર 127/6

    પાકિસ્તાનનો સ્કોર 18 ઓવરમાં 6 વિકેટે 127 રન છે. મોહમ્મદ નવાઝ 3 રન બનાવીને ક્રીઝ પર છે.મોહમ્મદ વસીમ પણ 3 રન બનાવી ક્રીઝ પર છે.

  • 13 Nov 2022 03:00 PM (IST)

    PAK vs ENG: શાદાબ પેવેલિયન પરત ફર્યો

    પાકિસ્તાનને 5મો ફટકો. સેમ કરને શાન મસૂદને 38 રન પર પેવેલિયન મોકલ્યો હતો. પાકિસ્તાનનો સ્કોર 123ઓવરમાં 6 વિકેટે 123 રન છે. છઠ્ઠી વિકેટમાં શાદાબ પેવેલિયન પરત ફર્યો હતો

  • 13 Nov 2022 02:55 PM (IST)

    PAK vs ENG: મસુદ આઉટ

    શાન મસૂદ 28 બોલમાં 38 રન બનાવી પેવેલિયન પરત ફર્યો

  • 13 Nov 2022 02:52 PM (IST)

    Pak vs Eng: પાકિસ્તાને 16 ઓવરમાં 4 વિકેટે 119 રન બનાવ્યા

    પાકિસ્તાને 16 ઓવરમાં 4 વિકેટે 119 રન બનાવ્યા હતા. શાદાબ ખાન 20 અને શાન મસૂદ 36 રન બનાવીને ક્રીઝ પર છે.

  • 13 Nov 2022 02:50 PM (IST)

    PAK vs ENG: પાકિસ્તાનના 100 રન પૂરા થયા

    પાકિસ્તાને તેના 100 રન પૂરા કર્યા છે. શાદાબ ખાને ઇનિંગની 15મી ઓવરના ત્રીજા બોલ પર એક રન લઈને પાકિસ્તાનનો સ્કોર 100 સુધી પહોંચાડ્યો હતો.

  • 13 Nov 2022 02:49 PM (IST)

    PAK vs ENG: મસુદે ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 02:49 PM (IST)

    PAK vs ENG: પાકિસ્તાનના 100 રન પૂરા થયા

  • 13 Nov 2022 02:47 PM (IST)

    Pak vs Eng, T20 World Cup: પાકિસ્તાનનો સ્કોર 106/ 4

    15 ઓવર પછી પાકિસ્તાને 4 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. શાન મસૂદ 23 બોલમાં 34 અને શાદાબ ખાન 10 રન બનાવી ક્રિઝ પર છે. આ મેચમાં એક્સ્ટ્રા રન 7 આવ્યા છે.

  • 13 Nov 2022 02:46 PM (IST)

    PAK vs ENG: મસૂદે ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 02:40 PM (IST)

    કોંગ્રેસની પ્રથમ તબક્કાની પાંચ બેઠક પર નામ જાહેર થવાના બાકી

    પ્રથમ તબક્કાની પાંચ બેઠક પર કોંગ્રેસ હજુ પણ અસમંજસમાં છે. સૌરાષ્ટ્રની પાંચ બેઠક પર નામ જાહેર થવાના બાકી છે. પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી પાંચના નામ પર હજુ પણ મંથન ચાલી રહ્યું છે. ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ પશ્ચિમ, જામનગર ગ્રામ્ય અને ગારિયાધાર બેઠક પર કોકડું ગુંચવાયું છે.

  • 13 Nov 2022 02:40 PM (IST)

    Pak vs Eng, T20 World Cup: શાદાબ ખાને ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 02:38 PM (IST)

    Pak vs Eng, T20 World Cup: બેન સ્ટોક્સે ઈફ્તિખાર અહેમદને પેવેલિયન મોકલ્યો

    બેન સ્ટોક્સે ઈફ્તિખાર અહેમદને પેવેલિયન મોકલ્યો. તે 0 પર પેવેલિયન પરત ફર્યો. પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. શાન મસૂદ 23 રન બનાવીને ક્રીઝ પર છે. પાકિસ્તાનનો સ્કોર 12.2 ઓવરમાં 4 વિકેટે 85 રન છે.

  • 13 Nov 2022 02:35 PM (IST)

    Pak vs Eng, T20 World Cup: ઈંગ્લેન્ડને ચોથી સફળતા મળી

    12 ઓવર પછી પાકિસ્તાને ત્રણ વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા છે. શાન મસૂદ 14 બોલમાં 23 અને ઈફ્તિખાર અહેમદ ક્રિઝ પર આવ્યો હતો. આ ઓવરમાં આદિલ રાશિદે કેપ્ટન બાબર આઝમને પેવેલિયન મોકલી દીધો હતો. બાબર 28 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. બાબરે શાન મસૂદ સાથે 24 બોલમાં 39 રનની ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન આઉટ થતાં ઈફ્તિખાર ક્રિઝ પર આવ્યો હતો અને તે ક્રિઝ પર આવતા જ પેવેલિયન પરત ફર્યો

  • 13 Nov 2022 02:28 PM (IST)

    Pak vs Eng, T20 World Cup: બાબર આઝમ પેવેલિયન પરત ફર્યો

  • 13 Nov 2022 02:28 PM (IST)

    ENG vs PAK:ક્રિઝ પર બાબર-મસૂદ

    11 ઓવર પછી પાકિસ્તાને બે વિકેટ ગુમાવીને 84 રન બનાવી લીધા છે. અત્યારે કેપ્ટન બાબર આઝમ 25 બોલમાં 29 રન અને શાન મસૂદ 10 બોલમાં 11 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.

  • 13 Nov 2022 02:26 PM (IST)

    Pak vs Eng, T20 World Cup: મસુદે સિક્સ ફટકારી

    મસુદે 11મી ઓવરના પાંચમા બોલ પર સિક્સ ફટકારી

  • 13 Nov 2022 02:25 PM (IST)

    Pak vs Eng, T20 World Cup: મસૂદે ચોગ્ગો ફટકાર્યો

  • 13 Nov 2022 02:24 PM (IST)

    ENG vs PAK: 10 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 70/ 2

    10 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 70/ 2 પર રહ્યો હતો.10મી ઓવર આદિલ રશીદે નાંખી હતી. ક્રિઝ પર મસુદ અને બાબર છે

  • 13 Nov 2022 02:20 PM (IST)

    ENG vs PAK:પાકિસ્તાનને બીજો ફટકો

    પાકિસ્તાનને બીજો ઝટકો લાગ્યો હતો. લેગ સ્પિનર ​​આદિલ રાશિદે પાકિસ્તાનના ઇન-ફોર્મ બેટ્સમેન મોહમ્મદ હેરિસને બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હરિસ 12 બોલમાં આઠ રન બનાવી શક્યો હતો. આ પહેલા મોહમ્મદ રિઝવાન પણ 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં કેપ્ટન બાબર આઝમ 20 બોલમાં 21 રન અને શાન મસૂદ એક રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. આઠ ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 50 રન છે.

  • 13 Nov 2022 02:18 PM (IST)

    ENG vs PAK : પાવરપ્લેમાં પાકિસ્તાનનો સ્કોર 39/1

    પાકિસ્તાને પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા છે. આને સરળ શરૂઆત કહી શકાય. જોકે ઈંગ્લેન્ડના બેટ્સમેનો થોડા વધુ પ્રભાવશાળી દેખાઈ રહ્યા છે. રિઝવાનની વિકેટ ગુમાવવી એ પાકિસ્તાન માટે મોટો ઝટકો છે

  • 13 Nov 2022 01:57 PM (IST)

    ENG vs PAK: મોહમ્મદ હારિસ આઉટ

    હારિસે ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું હતું પરંતુ તે આઉટ થઈ ગયો છે. આ પહેલા મોહમ્મદ રિઝવાન આઉટ થયો હતો. સ્ટોક્સે સાતમી ઓવરમાં માત્ર છ રન આપ્યા હતા. આઠમી ઓવરની શરૂઆતમાં આદિલ રાશિદે હારિસને આઉટ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી. હારિસે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે આઉટ થયો.

  • 13 Nov 2022 01:53 PM (IST)

    ENG vs PAK: પાકિસ્તાનનો સ્કોર 28/0

    ક્રિસ વોક્સને બીજી ઓવર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે ચાર રન આપ્યા. ઓવરની શરૂઆત પણ વાઈડ બોલથી થઈ હતી. આ સિવાય માત્ર ચાર રન જ આવ્યા હતા.

  • 13 Nov 2022 01:39 PM (IST)

    ENG vs PAK: પાકિસ્તાનનો સ્કોર 8/0

    પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ઓપનિંગ માટે મેદાનમાં ઉતર્યા છે.  બેન સ્ટોક્સે પ્રથમ ઓવરમાં બોલિંગ કરી હતી. તેણે પહેલો જ બોલ નો બોલ નાખ્યો. ત્યાર બાદ તેણે વાઈડ બોલ નાખ્યો. ફ્રી હિટ પર રિઝવાન કોઈ રન બનાવી શક્યો નહોતો. આ પછી જોર્ડન પણ રિઝવાનને રનઆઉટ કરવાની તક ચૂકી ગયો. એક ઓવરના અંતે પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના આઠ રન બનાવી લીધા હતા.

  • 13 Nov 2022 01:38 PM (IST)

    ENG vs PAK:પાકિસ્તાને બેટિંગ શરૂ કરી

    પાકિસ્તાનની બેટિંગ શરૂ થઈ ગઈ છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ઓપનિંગ કરવા આવ્યા છે. આ સાથે જ બેન સ્ટોક્સ બોલિંગની શરૂઆત કરી

  • 13 Nov 2022 01:37 PM (IST)

    ENG vs PAK: ઈંગ્લેન્ડ ટીમની પ્લેઇંગ-11

    ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), એલેક્સ હેલ્સ, ફિલ્ટ સોલ્ટ, બેન સ્ટોક્સ, હૈરી બ્રૂક્સ, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટન, સૈમ કરન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન અને આદિલ રશિદ.​​​​​

  • 13 Nov 2022 01:37 PM (IST)

    ENG vs PAK: પાકિસ્તાન ટીમની પ્લેઇંગ-11

    પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.

  • 13 Nov 2022 01:34 PM (IST)

    T20 World Cup, ENG vs PAK: કોણ જીતશે આ મેચ

    ઈંગ્લેન્ડ કે પાકિસ્તાનમાંથી જે પણ ટીમ ટાઈટલ જીતશે તે વેસ્ટ ઈન્ડિઝની ક્લબમાં સામેલ થશે. આ પહેલા માત્ર વેસ્ટ ઈન્ડિઝે જ બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. વિન્ડીઝે 2012 અને 2016માં આ ખિતાબ જીત્યો હતો.

  • 13 Nov 2022 01:30 PM (IST)

    ENG vs PAK: ઈંગ્લેન્ડની ટીમ મજબૂત છે

    આઝમે કહ્યું, ઇંગ્લેન્ડની ટીમ ખૂબ જ પ્રતિસ્પર્ધી છે, ભારત સામે જીત મેળવીને ફાઇનલમાં પહોંચવું તેનો પુરાવો છે. અમારી વ્યૂહરચના અમારી યોજનાને વળગી રહેવાની અને ફાઇનલમાં જીતવા માટે અમારી તાકાત તરીકે અમારા ઝડપી બોલિંગ આક્રમણનો ઉપયોગ કરવાની રહેશે.

  • 13 Nov 2022 01:29 PM (IST)

    ENG vs PAK:ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

    પાકિસ્તાન સામેની ટાઈટલ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ અને ડેવિડ મલાન આ મેચ ફરી રમી રહ્યા નથી.

  • 13 Nov 2022 01:26 PM (IST)

    ENG vs PAK:બાબર આઝમ પાસે મોટી તક

    બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમવા માટે તૈયાર છે બાબર પોતાના દેશને પ્રથમ વૈશ્વિક ખિતાબ જીતનાર ઈમરાનની બરાબરીથી એક ડગલું દૂર છે.

  • 13 Nov 2022 01:24 PM (IST)

    ENG vs PAK:ઈંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સામે

    પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર T20 વર્લ્ડ કપની શાનદાર મેચ રમાઈ રહી છે. આ મેચ સાથે જ નક્કી થઈ જશે કે આ વખતે કોણ T20 ચેમ્પિયન બનશે.

Published On - Nov 13,2022 1:22 PM

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">