‘પાકિસ્તાનની ટીમમાં ઓપરેશનની જરૂર છે’, T20 વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન બાદ સિનિયર ખેલાડીનું મોટું નિવેદન

|

Jul 02, 2024 | 10:11 PM

T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની કારમી હાર બાદ મોહમ્મદ રિઝવાને પહેલીવાર મીડિયાને સંબોધિત કરી અને ઘણી ચોંકાવનારી વાતો કહી. તેણે ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાની ટીમની ટીકા જરૂરી છે અને તેના માટે ઓપરેશન પણ જરૂરી છે.

પાકિસ્તાનની ટીમમાં ઓપરેશનની જરૂર છે, T20 વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન બાદ સિનિયર ખેલાડીનું મોટું નિવેદન
Mohammad Rizwan

Follow us on

એક તરફ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો તો બીજી તરફ પાકિસ્તાની ટીમ પહેલા રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ. પાકિસ્તાની ટીમ પણ અમેરિકા સામે મેચ હારી ગઈ અને બહાર થઈને હાર સહન કરવી પડી. પાકિસ્તાનની આ શરમજનક હાર બાદ તેના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પેશાવરમાં મોટું નિવેદન આપ્યું છે. રિઝવાને કહ્યું કે પાકિસ્તાની ટીમ જે ટીકાનો સામનો કરી રહી છે તે યોગ્ય છે. પાકિસ્તાની ટીમ સારૂ પ્રદર્શન કરી શકી નથી તેથી તેની ટીકા થઈ રહી છે. રિઝવાને કહ્યું કે જે લોકો ટીકા સહન નથી કરી શકતા તે ક્યારેય સફળ થઈ શકતા નથી.

ઓપરેશન જરૂરી છે

જ્યારે મોહમ્મદ રિઝવાનને ટીમના ઓપરેશન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું, ‘ઓપરેશન સામાન્ય બાબત છે. જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ઓપરેશન જરૂરી બને છે. PCB ચીફ મહેનતુ વ્યક્તિ છે. ટીમમાં કોણ હશે અને કોણ નહીં તે નક્કી કરવાનો અધિકાર અધ્યક્ષનો છે.

હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
Knowledge : કઈ ચીજ માંથી બને છે કેપ્સ્યુલ? પેટમાં ઓગળતા કેટલો સમય લાગે છે?
અનંત-રાધિકાના સંગીતમાં 'મરમેઇડ' બની જાહ્નવી કપૂર, તસવીરો થઈ વાયરલ
આજનું રાશિફળ તારીખ 07-07-2024

હારના ઘણા કારણો છે

રિઝવાને કહ્યું કે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની હારના ઘણા કારણો છે. તેના મતે માત્ર બોલિંગ અને બેટિંગને દોષ આપવો યોગ્ય નથી. જોકે, મોહમ્મદ રિઝવાન પોતે T20 વર્લ્ડ કપમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. તે ટુર્નામેન્ટમાં માત્ર 110 રન બનાવી શક્યો હતો અને તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 90.9 હતો. હવે જોવું એ રહ્યું કે મોહમ્મદ રિઝવાનને પાકિસ્તાની ટીમમાં સ્થાન મળે છે કે નહીં.

 

બાબરને કેપ્ટન બનાવવાથી ખેલાડીઓ નાખુશ

જો કે T20 વર્લ્ડ કપમાં કારમી હાર બાદ બાબર આઝમની કેપ્ટનશીપ પણ જોખમમાં હોવાનું કહેવાય છે. જો કે, હવે એવા અહેવાલો છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધી ટીમનો કેપ્ટન રહેશે. સમાચાર છે કે બાબર આઝમને ફરીથી કેપ્ટન બનાવવાથી ઘણા ખેલાડીઓ ખુશ નથી. ટીમ ઘણા જૂથોમાં વહેંચાયેલી છે.

આ પણ વાંચો: VIDEO: 41 વર્ષના બોલરે કારકિર્દીની અંતિમ સિરીઝ પહેલા જ મચાવી ધમાલ, યુવા બેટ્સમેનોને ચટાવી ધૂળ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article