7 july 2024

વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર

Pic credit - Socialmedia

ચોમાસામાં આપણે સૌને ગરમીથી ઘણી રાહત મળી છે, પરંતુ આ ઋતુ પોતાની સાથે અનેક પ્રકારની બીમારીઓ લઈને આવે છે.

Pic credit - Socialmedia

આ ઋતુમાં તમારે શરદી, ખાંસી અને ઉધરસ તેમજ ઈન્ફેક્શનનો સામનો કરવો પડે છે.

Pic credit - Socialmedia

આ સિવાય આંખને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. વરસાદમાં ભીના થવાને કારણે તમને આંખોમાં બળતરા અને ખંજવાળ આવવા લાગે છે

Pic credit - Socialmedia

આવી સ્થિતિમાં લોકો આઇ ડ્રોપ્સ આંખોમાં નાખે છે. પરંતુ તમારે તેને આંખોમાં નાખવાનું ટાળવું જોઈએ, તેની જગ્યા એ આ ઘરેલુ ઉપચાર તમને કામ લાગી શકે છે 

Pic credit - Socialmedia

ભીના થયા પછી તમારી આંખોમાં બળતરા અને ખંજવાળ આવવા લાગે તો તમે કાકડીના ટુકડાને આંખો પર લગાવી શકો છો.

Pic credit - Socialmedia

આંખો પર કોલ્ડ કોમ્પ્રેસ લગાવવાથી પણ બળતરા અને ખંજવાળથી રાહત મળે છે. આથી બરફનો ટુકડાને કપડામાં બાધીં આંખો પર લગાવો

Pic credit - Socialmedia

બટાકામાં પણ બળતરા વિરોધી ગુણ હોય છે, જે આંખમાં આવતી ખંજવાળ અને બળતરા ટાળે છે.આથી તેની સ્લાઈસ કાપી આંખો પર મુકો

Pic credit - Socialmedia

ગુલાબજળમાં હાઈડ્રેટિંગ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ડ્રાય આંખો, ખંજવાળ કે બળતરા જેવી આંખોની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે

Pic credit - Socialmedia

આંખની બળતરા અને ખંજવાળને શાંત કરવા માટે તમે ટી બેગનો પણ ઉપયોગ કરી શકો છો. તેને ફ્રિજમાં થોડીવાર રાખ્યા પછી આંખો પર મુકો

Pic credit - Socialmedia