હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે  નતાશા ભાભી થયા ગુસ્સે

07 July, 2024

નતાશા સ્ટેનકોવિકે વીડિયો શેર કર્યો, પછી છૂટાછેડાની અફવાને વધુ વેગ મળ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના અંગત જીવનને લઈને સતત સમાચાર આવી રહ્યા છે.

લાંબા સમયથી બંનેએ એકબીજા માટે કંઈપણ પોસ્ટ કર્યું ન હતું, જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કપલ વચ્ચે બધુ બરાબર નથી.

હવે તાજેતરમાં નતાશાએ એક વીડિયો શેર કર્યો છે જેણે આ સમાચારને વધુ વેગ આપ્યો છે.

અભિનેત્રી મોડલ નતાશા સ્ટેનકોવિકે બુધવારે ફરી એકવાર ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના લગ્નને લઈને અણબનાવના સમાચારને વેગ આપ્યો.

નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો છે જે આ તરફ ઈશારો કરે છે.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પણ નતાશાએ હાર્દિક માટે કંઈપણ પોસ્ટ કર્યું ન હતું, જેના પછી તેની ઘણી ટીકા થઈ રહી છે.

નતાશાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તે કહી રહી છે - હું આજે કઈંક એવું વાંચી સુપર એક્સાઈટેડ થઈ ગઈ જેથી આજે મને સંભાળવાની સૌથી વધુ જરૂર હતી. આ કારણે હું સાથે કારમાં બાઇબલ લઈ ને આવી છું. હું તમારા બધા માટે વાંચવા માગું છું.

તેમાં લખ્યું છે - 'એક ભગવાન છે જે તમારી આગળ ચાલે છે અને હંમેશા તમારી સાથે રહેશે. તે તમને ક્યારેય છોડશે નહીં તેથી તમારે ક્યારેય ડરવું કે નિરાશ ન થવું જોઈએ.

તેણે કહ્યું "જ્યારે પણ આપણે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણે ઘણી વાર નિરાશ અને દુઃખી થઈ જઈએ છીએ પરંતુ ભૂલશો નહીં કે ભગવાન હંમેશા તમારી સાથે છે".  

આ પહેલા પણ જ્યારે નતાશાએ ટીમ ઈન્ડિયાની જીત પર હાર્દિક માટે કંઈપણ પોસ્ટ કર્યું ન હતું, ત્યારે તેના મૌન પર ચાહકોએ ઘણા સવાલો ઉઠાવ્યા હતા.